મતદારોની નૈતિકતા હત્યા અને બકરાની કતલ કરતાં રાજનેતાઓ

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશનાં આદિવાસી સમાજ ડાંગમાં ચૂંટણી જીતવા અને અંગત કારણોસર બકરા અને મરઘાને ફટકા મારીને બલિ ચઢાવવામાં આવ્યો હતો. આદિવાસી વિસ્તારમાં ગ્રામપંચાયત, જિલ્લા-તાલુકા કે વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીમાં જીત માટે બકરા કે ઘેંટાની બલી ચઢાવે છે. જે રીતે ગુજરાતના મતદારોને લોભ લાલચ આપીને તેમની નૈતિક હત્યા કરવામા આવે છે. જેમ બકરાની બલી ચઢાવવામાં આવે છે. બોરખલ પાસે નળદાદેવમાં પ્રકૃતિદેવને રિઝવવા આદિવાસી સમાજ પોતાની માનતા પૂરી કરવા સદીઓથી બલિ ચઢાવે છે. જેમાં હવે ચૂંટણી જીતવા માટે તેમાં ઉમેરો રાજકારણીઓએ કરી દીધો છે. આદિવાસી પરિવારો પોતાની અંગત જીંદગીના પ્રશ્નો દૂર કરવા માટે બલી ચઢે છે.

બલિ વખતે મરઘા, બકરા અને ઘેંટાને ધારદાર શસ્ત્રથી વધ કરવાને બદલે તેમને લાકડાનાં સપાટા મારીને આદિવાસી મહિલા અને બાળકોની સામે જ વધ કરીને દેવને ધરાવે છે. આદિવાસી પરિવારો તેમના ઘર-પરિવારના દુઃખ, દર્દ, બિમારીઓ, ઢોરઢાંખર, નોકરીધંધા, ગૃહક્લેશ, ચૂંટણીમાં જીત, કોર્ટકેસથી લઈને તમામ વિપદાઓમાંથી મુક્તિ મેળવવા માટે અહીં બલિ ચઢાવવાની બાધા રાખે છે.

ચૂંટણીમાં જીત હાંસલ કર્યા બાદ બકરા-ઘેંટાની બલી ચઢાવાય છે. નળદાદેવ સ્થાનકના ભગત ઝગરા ભોયે છે. ને લગતા પ્રશ્નોનું સમાધાન મળતું હોવાથી તેમની શ્રધ્ધા જળવાયેલી રહી છે. કોર્ટકેસના નિકાલ અને ચૂંટણીની જીત માટે નેતાઓની પણ અહીંયા હોડ લાગે છે. દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. લિંગા ડાંગના ભીલ રાજવી કૂળ દ્વારા સદીઓ પહેલા સ્થાપવામાં આવ્યું હતું. અહી વર્ષો પહેલા રાજવીઓ દ્વારા ચઢાવવામાં આવેલી બલિનો પ્રસાદ કેટલાક આદિવાસીઓ ઘરે ચોરી છુપીથી લઈ ગયા હતાં.

ગુજરાતમાં જી રીતે મતદારોને નૈતિક રીતે ખતમ કરવા અને વિચાર શુન્ય કરવા માટે શોસિયલ મિડિયા, ટીવી, છાપાનો ઉપયોગ થાય છે તે રીતે તેમની નૈતિક હત્યા કરવા માટે તેમની સમક્ષ જુઠ પ્રચાર કરવામાં આવે છે.