ગાંધીનગરની મધુર ડેરીનું 24 કરોડનું જમીન ખરીદીનું કૌભાંડ
ટેસ્ટ ઓફ પાટનગર તરીકે જાણીતી મધુર ડેરી હવે ટેસ્ટ ઓફ સ્કેમ તરીકે કુખ્યાત બની ગઈ છે. તેને કુખ્યાત બનાવવામાં ભાજપ સાથે જોડાયેલા પૂર્વ ચેરમેન અને હાલના ડિરેક્ટ શંકર રાણા જવાબદાર છે. તેઓ રૂપાણી સરકારના અનેક પ્રધાનો સાથે સારી રીતે સંબંધો ધરાવે છે. તેમણે ડેરીને રૂ.40 કરોડનું જમીન કૌભાંડ કરતાં સમગ્ર પાટનગર ગાંધીનગર હચમચી ગયું છે. કારણ કે ગુજરાતની ડેરીઓ પર જ્યારથી ભાજપના નેતાઓએ કબજો જમાવ્યો છે ત્યારથી ડેરી એટલે ડર બગરનું કૌભાંડ એવું દૂધ ઉત્પાદનો માની રહ્યાં છે. ગાયના દૂધમાંથી ભ્રષ્ટાચાર કરી રહેલાં શંકર ચૌધરી સહિતના ભાજપના નેતાઓના એક પછી એક ડેરી કૌભાંડ બહાર આવ્યા છે. હવે ગાંધીનગરની ડેરીનું રૂ.40 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. અમુલ બ્રાંડથી દૂધ વેચવામાં આવે છે.
જમીન કૌભાંડ
ગાંધીનગર જી.આઈ.ડી.સી.નો પ્લોટ ખરીદવાનું કૌભાંડ બહાર આવ્યા પછી રાજ્યના સહકાર ખાતાનું રહસ્યમય મૌન ધારણ કરી બેઠું છે અને સહકાર પ્રધાનની કચેરી જે સૂચના આપે તેનું પાલન કરી રહી છે. જમીનની માલિકી જ ન ધરાવતા રામ કરસન મેવાડાને રૂા. 51 લાખ ચૂકવાયા બાદ કૌભાંડ પકડાયું છે. કૌભાંડકારીઓએ જેમની પાસે જમીન ખરીદ કરી છે તેની તે જમીન જ નથી. જમીનના દસ્તાવેજો એક મોટું કૌભાંડ છે. ખરીદી માટે પસંદ કરેલી જમીનની માલિકીના આધારપુરાવા ન ધરાવતી વ્યક્તિ પાસે ખરીદી કરી હતી.
51 લાખના ચેકથી કૌભાંડ જાહેર
ગાંધીનગર ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમની બિન કાર્યરત કંપનીઓની જમીન ઇ-ટેન્ડરિંગની પ્રક્રિયા વિના ખરીદીને કરોડો રૂપિયાનું કૌભાંડ ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, મધુર ડેરીના બોર્ડના સભ્યો દ્વારા આચરવામાં આવી રહ્યું હોવાનું ઓડિટમાં પકડાયું છે. મધુર ડેરીના બોર્ડ દ્વારા આચરવામાં આવેલા આ કૌભાંડમાં જમીનની માલિકી ન ધરાવતા રામ કરસન મેવાડાને રૂા. 51 લાખનો ચેક આપી દેવામાં આવ્યો છે. ગાંધીનગર જી.આઈ.ડી.સી.નો પ્લોટ નંબર ઈ.1-1 ખરીદવામાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ વ્યક્તિના નામની ભલામણ જમીન ખરીદી સમિતિએ જ કરેલી છે. સંસ્થાના વહેવારોના ઓડિટ દરમિયાન આ હકીકતો બહાર આવી છે. એ.જી.સી. નામની કંપનીને 21,700 ચોરસ મીટરના પ્લોટ માટે રૂા. 23 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપી દેવાયો છે.
શંકરનું કૌભાંડ
રામ મેવાડાનું ટેન્ડર ગ્રાહ્ય રાખી શકાય તેમ ન હોવા છતાંય તેમનું ટેન્ડર ગ્રાહ્ય રાખીને ગેરકાયદેસર રીતે મધુર ડેરીને જમીન ખરીદવાની ભલામણ કરવામાં આવી હોવાનું ઓડિટમાં પકડાયું છે. જમીનની ખરીદી માટે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી. જમીનની ખરીદી માટે રજિસ્ટ્રાર પાસેથી પૂર્વ મંજૂરી મેળવવાની તમા પણ રાખવામાં આવી નથી. મધૂર ડેરીના શંકરસિંહ રાણા અને બોર્ડના સભ્યોની આ કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવી રહ્યું છે. આ કૌભાંડ અંદાજે રૂાં. 35થી 40 કરોડનું હોવાનું બહાર આવી રહ્યું છે.
જમીનનો હેતુફેર ન કરવા નિર્ણય
ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર આ પ્લોટનો હેતુફેર કરી આપવાની માગણી ફગાવી દીધી છે. પરિણામે આખો પ્લોટ મધુર ડેરીના ગળામાંના ગાળિયા તરીકે ભરાઈ ગયો છે. જમીન ખરીદ્યા પછી તેનો ઉપયોગ થઈ શકે તેમ જ ન હોવાનું બહાર આવ્યું છે. પ્લોટની ખરીદી પહેલા જમીનનું વેલ્યુએશન કરાવવામાં આવ્યું નથી. રામ મેવાડા પાસે જમીન બિન ખેતી – નોન એગ્રીકલ્ચર (એન.એ) કરાવી હોવાના કોઈ પુરાવાઓ વેચનાર પાસે ન હોવાનું પણ ઓડિટમાં પકડાયું છે. એન.ઓ.સી. કે ટાઈટલ ક્લિયર વેચનાર આપી ન શક્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
28 કરોડનો ગોટાળો
ગાંધીનગર જીઆઈડીસીમાં પ્લોટની ખરીદીમાં રૂા.24 કરોડ, ટ્રાન્સફર ફીના રૂા.2.71 કરોડ, રજિસ્ટ્રેશન ફીના રૂા. 23.50 લાખ, ટીડીએસના રૂા.23 લાખ, સ્ટેમ્પ ડ્યૂટીના રૂા.1.30 કરો ખર્ચવામાં આવ્યા છે. આ રીતે મધુર ડેરીના બોર્ડે ડેરીને રૂા. 28.47 કરોડના ખર્ચના ખાડામાં ઉતારી દીધી છે. કેટલાંક ડિરેક્ટરોને મહિને ફિક્સ રકમ આપવામાં આવે છે.
બધુ બરાબર છે, એમડી
ઓડિટ અંગે કોઈ ક્વેરી નીકળી નથી. દસ્તાવેજો બરાબર છે. કોઈ વાંધો નથી. જમીન ડેરીના નામે છે. બીન ખેતીની જમીન છે. તપાસ થઈ પણ કંઈ બહાર આવ્યું નથી. – મનોહરસિંહ ચૌહાણ, મેનેજીંગ ડીરેક્ટર, મધુર ડેરી, ગાંધીનગર
મધુરડેરી ભોજન કરાવી પ્રિતી મેળવે
ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષ પદે ડો.રાણા ચોથીવાર 2012માં અધ્યક્ષ બન્યા હતા. 2017માં રાજ્યની મહિલા સરપંચના સંમેલન કરીને મધુર ડેરી દ્વારા ભોજન પીરસીને ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા રાજકીય સંબંધો ઊભા કરી હવે જમીનોના કૌભાંડો કરવા લાગ્યા છે.
ઓછા દૂધનું કૌભાંડ
પાટનગરના નાગરિકોની માનીતી બ્રાન્ડ મધુર ડેરીની દૂધની અમૂલ ગોલ્ડની ૫૦૦ મિલિની કોથળીમાં ૩૪૮ ગ્રામ દૂધ આપતી હોવાનું પકડાયું હતું. ડેરીના હોદ્દેદારોએ આ મામલે તપાસ કરવા જાહેર કર્યું પણ કોણ જવાબદાર તે જાહેર ન કર્યું. વાવોલમાં ત્રણ મહિનામાં લગભગ આઠ વખત ૫૦૦ મિલિની થેલીમાં ૧૦૦ ગ્રામ કે તેથી ઓછો જથ્થો આવ્યો હતો. ત્યારે મધુર ડેરીના ચેરમેન મનોહરસિંહ ચૌહાણ હતા.
દૂધ ચોરી કૌભાંડ દબાવા ધમકી
2016માં મધુર ડેરીના દૂધ વાહનમાંથી ચાલક સહિતના કર્મચારીઓ દૂધના કેનમાંથી ચોરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેના આધારે ચિલોડા દૂધ મંડળી સહિતની કેટલીક મંડળીઓ દ્વારા આ મામલે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ચિલોડા દૂધ મંડળનીના ચેરમેન શાંમળ પટેલની ફરિયાદના આધારે ગુન્હો નોંધ્યો હતો. ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપનાર ચિલોડા દૂધ મંડળનીના ચેરમેનને મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ ફોન કરી ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પેપર લીકનું કૌભાંડ
ડિસેમ્બર 2018માં લોકરક્ષક દળની પેપરલીક ચિલોડાની મધુર ડેરીના શંકર રાણાની અંજલિ ઇન હોટેલમાં મિટીંગ કરવામાં આવી હતી. પરીક્ષા સમયે પેપર લીક થયાની જાણ થતા જ પરીક્ષા રદ કરી દેવાઈ હતી, જેને કારણે 9 લાખ જેટલા વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી. આ હોટલમાં પરીક્ષાનું પેપર કૌભાંડનું ષડયંત્ર ઘડાયું હતું. પોલીસને કેટલીક ઓડિયો ક્લિપ હાથ લાગી છે. કરોડો રૂપિયાનું આ કૌભાંડ દાબી દેવાયું હતું. હોટેલ અંગે કોઈ તપાસ કરી ન હતી.