મનોમોહન અને મોદી ગુજરાતને કોલસામાં તો અન્યાય કરે છે, વધા હવે મૌન કેમ ?

ગુજરાતના કોલસાના વીજ મથકો ચલાવવા વર્ષે 161 લાખ મેટ્રીક ટન કોલસો જોઈએ તેની સામે નરેન્દ્ર મોદીની સરકાર ગુજરાતને અન્યાય કરીને માંગ 111 લાખ ટન આપે છે આમ 50 લાખ ટન ઓછો કોલસો આપે છે. વીજ પ્રધાન 2014 પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમના પર ગુજરાતને અન્યાય થતો હોવાનો આરોપ મૂકીને રાજકારણ રમતાં હતા હવે તેઓ મોદીને ગુજરાત વિરોધી ગણાવતાં નથી. 

છેલ્લા બે વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કોલસાનો જથ્થો માગણી કરતાં ઓછો હતો તેથી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ તેમજ રાજ્ય સરકાર દ્વારા કોલસાનો જરૂરી જથ્થો ફાળવવામાં આવે તે માટે કોલ કંપની, મિનિસ્ટ્રી ઓફ પાવર, મિનિસ્ટ્રી ઓફ કોલ, મિનિસ્ટ્રી ઓફ રેલવે તેમજ સેન્ટ્રલ ઇલેક્ટ્રીસિટી ઓથોરિટીને અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ સંચાલિત કોલકા આધારિત વીજ મથકો માટે વાર્ષિક 163.10 લાખ મેટ્રીક ટન કોલસાની જરૂરિયાત છે. 2017-18ના વર્ષમાં કેન્દ્ર પાસેથી 101.16 લાખ મેટ્રીક ટન અને 2018-19માં 111.28 લાખ મેટ્રીક ટન કોલસો ગુજરાનતે મળ્યો છે. રાજ્યના વીજ મથકો માટે જરૂરિયાત 163.10 મેટ્રીક ટન છે તેમ છતાં કેન્દ્ર તરફથી પુરતો કોલસો મળતો નથી.