રેલવેની કન્ફર્મ ન થવાના કારણે ૬૫.૬૯ લાખ ઓનલાઈન ટિકિટો નાણાંકીય વર્ષ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી નવેમ્બર ૨૦૧૯ સુધી ૮ મહિનામાં રદ થઇ હતી. યાત્રીઓના ભારે બોજ. દર મહિને સરેરાશ ૮ લાખ ટિકિટો થાય છે. આના કારણે યાત્રીઓને સ્વાભાવિકરીતે જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
મધ્યપ્રદેશના નિમચ નિવાસી આરટીઆઈ કાર્યકર ચંદ્રશેખર ગૌરે આજે આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, ભારતીય રેલવે સહાયક કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશન દ્વારા તેમને માહિતી અધિકાર હેઠળ આ મુજબની માહિતી આપી છે.
ઓનલાઈન બુક કરવામાં આવેલા ૬૫૬૮૮૫૨ ટિકિટ ચાર્ટ બનતી વેળા કન્ફર્મ ન થવાના લીધે વેબસાઈટ ઉપર પોતાની રીતે જ રદ થઇ ગઈ છે. રેલવે દ્વારા રદ સાથે સંબંધિત ચાર્જને કાપીને બાકીની રકમ આઈઆરસીટીસીને આપવામાં આવે છે. આઈઆરસીટીસી આ રકમ યાત્રીઓને પરત કરવાનું કામ કરે છે.
ગુજરાતી
English




