અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનના મોટેરા વિસ્તારમાં આવેલા દેવપ્રિય ફલેટમાં રહેતી મુળ રાજસ્થાનની મનિષા નામની મહિલા થોડા સમય પહેલા દેવેન્દ્ર ઉર્ફે દેવા યાદવ નામના મુળ યુપીના શખ્સના સંપર્કમાં આવી હતી. પરિણિતાનું બળજબરીપૂર્વક અપહરણ કરીને ઉઠાવી ગયો હતો.
કેફી પીણુ પીવડાવી દીધું હતું અને અર્ધ બેભાન હાલતમાં તેના બિભત્સ ફોટા તથા વિડીયો બનાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ફોટા અને ક્લીપો બતાવી બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. મહિલાના પતિ તથા બાળકોની તથા તેની પણ હત્યા કરી દેવાની ધમકી આપી.
મહિલાને અમદાવાદના વિવિધ સ્થળો તથા જામનગર અને ઉત્તર પ્રદેશમાં લઈ ગયો હતો. રૂપિયાની માંગણી કરવા લાગ્યો હતો. દેવેન્દ્રના બે સાગરિતો સાહીલ યાદવ તથા કુલદીપે પણ આ પરિણિતાને ફોન કરીને ધમકીઓ આપી હતી. ત્રણેય આરોપીઓએ ભેગા થઈ મહિલા અને આરોપી દેવેન્દ્ર યાદવના બળજબરીપૂર્વક લગ્ન કરાવી દીધા હતા. દસ્તાવેજા બનાવી બેંકના ખાતામાંથી રૂ.૧ લાખ ઉપાડી લીધા હતાં.
માનસિક રીતે પડી ભાંગી હતી આખરે તેણે હિંમત બતાવી ચાંદખેડા પોલીસ સ્ટેશને પહોંચી જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. મુખ્ય સુત્રધાર દેવેન્દ્ર ઉર્ફે દેવા યાદવ, સાહીલ યાદવ, કુલદીપ વિરૂધ્ધ ગુનો દાખલ કરી આરોપીઓના ફોન કબજે કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ફરિયાદ નોંધાવતા જ આરોપીઓ ભાગી છુટયા છે.