મહેસાણા : બે પાટીદાર વચ્ચેનો જંગ કોણ હારશે? કોણ જીતશે ?

પુરાણોમાં મહેસાણા જિલ્લો આનર્ત કે અપરાંત પ્રદેશના ભાગ તરીકે ઓળખવામાં આવ્યો છે. વિવિધ પુરાણો તેમજ ગ્રંથોમાં તારંગા, વડનગર, મોઢેરા અને બેચરાજી તાલુકાઓને જુદા-જુદા ક્ષેત્ર તરીકે સ્થાન અપાયું છે. પહેલા ગાંધીનગર આ જિલ્લામાં આવતું હતું. પછી અલગ જિલ્લો થયો હતો.

વિધાનસભા બેઠકો: – 21-ઊંઝા, 22-વિસનગર, 23-બેચરાજી, 24-કડી (SC), 25-મહેસાણા, 26-વિજાપુર, 37-માણસા.

લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:

વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC ઓબીસી GENERAL સામાન્ય

નામ
ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય
21 ઊંઝા 1,97,069 21,984 189 13,149 37,043 0 7,264 4,412 7,011 674 84,407 0 5,233 2,090 6,069 7,544
22 વિસનગર 1,93,776 19,832 96 12,910 44,880 0 5,213 9,815 7,016 6,351 57,458 0 2,739 3,525 8,163 15,778
23 બેચરાજી 1,99,805 31,776 65 7,212 59,471 0 10,254 7,649 8,562 2,109 50,507 0 4,730 1,610 4,050 11,810
24 કડી 2,21,461 26,450 750 25,045 54,445 0 13,675 0 11,935 0 51,730 575 10,360 4,875 11,670 9,951
25 મહેસાણા 2,24,077 39,549 220 12,106 41,320 0 7,100 4,907 3,883 6,202 57,131 430 9,225 5,181 9,789 27,034
26 વિજાપુર 1,97,250 17,761 152 12,037 36,219 0 3,350 3,550 4,593 6,538 61,443 0 5,405 2,105 24,682 19,415
37 માણસા 1,85,222 37,949 100 2,830 27,940 163 4,502 17,891 17,376 0 46,080 0 4,808 918 23,120 1,545
કૂલ  2012 પ્રમાણે 14,98,660 1,95,301 1,572 85,289 3,81,318 163 51,358 48,224 60,376 21,874 4,08,756 1,005 42,500 20,304 87,543 93,077

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા 2017 વિધાનસભા
BJP 5,80,250 5,41,437
INC 3,71,359 5,58,385
તફાવત 2,08,891 16,948

 

2014 લોકસભા

મતદાર : 1498219
મતદાન : 1004295
કૂલ મતદાન (%) : 67.03

 

ઉમેદવારઉમેદવારનું નામ પક્ષ કૂલ મત % મત
ઠાકોર કેવલજી નાથાજી BSP 9766 0.97
પટેલ જયશ્રીબેન કનુભાઈ BJP 580250 57.78
પટેલ જીવાભાઈ અંબાલાલ INC 371359 36.98
ગીરીશજી જેનાજી ડાભી BNJD 4825 0.48
ચૌધરી દિનેશભાઈ સાલુભાઈ VHS 1084 0.11
ઝાલા ઈન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ SP 1340 0.13
ઠાકોર માનસંગજી પુંજાજી BMUP 1251 0.12
પટેલ દિલીપભાઈ સોમાભાઈ HJP 1032 0.10
વંદનાબેન દિનેશકુમાર પટેલ AAAP 3731 0.37
ઠાકોર બળદેવજી મંગનજી IND 1653 0.16
ઠાકોર બાબુજી ધનજી IND 1804 0.18
ઠાકોર સમર્તજી બળવંતસિંહ IND 2427 0.24
પ્રજાપતિ વિઠ્ઠલભાઈ વીરદાસ IND 5982 0.60
મહમદ આઝમ પઠાણ IND 6139 0.61
None of the Above NOTA 11615 1.16

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       જીવાભાઈ અંબાલાલ પટેલ                             INC

2009       જયશ્રીબેન કનુભાઈ પટેલ                                BJP

2014       જયશ્રીબેન કનુભાઈ પટેલ                                BJP

વિકાસના કામો

  • દરેક ગામને નાણાં પ્રધાન નિતિન પટેલ સરકારી ગ્રાંટ આપી રહ્યાં છે. જે નથી લઈ જતાં તેમને સામેથી બોલાવીને ગ્રાંટ આપવામાં આવી રહી છે.
  • મહેસાણા વિધાનસભા મતવિસ્તાર ઔદ્યોગિક રીતે ખૂબ ધમધમતો વિસ્તાર છે. આ વિસ્તારમાં રોજનું લાખો લીટર દૂધ અને દૂધની બનાવટવાળી અવનવી વસ્તુઓ બનાવતી દૂધસાગર ડેરી છે.
  • ઓ.એન.જી.સી.ના કૂવાઓ આવેલાં છે નવું તેલ શોધવામાં આવે છે.
  • આસપાસ નવા ઉદ્યોગો અને જી.આઈ.ડી.સી. બનાવવા માટે સરકારે પ્રોત્સાહનો આપેલાં છે.

પ્રશ્નો ઘટનાઓ

  • દૂધ સાગર ડેરીમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર , ખોટા ખર્ચાઓ, ડેરીના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીના ભ્રષ્ટાચાર અંગે પ્રશ્નો ઊભા થતાં રહે છે.
  • રાજસ્થાનથી દૂધ ખરીદવામાં આવે છે તેનો વિરોધ દૂધ ઉત્પાદકો કરી રહ્યાં છે, કારણ કે તેનાથી દૂધ સાગર ડેરીના સભ્યોને વર્ષે રૂ.૩૦૦ કરોડનું નુકસાન થાય છે.
  • ડાર્કઝોન ઉઠાવી લેવાતો ન હોવાના કારણે ખેડૂતોને સિંચાઈના લાભ મળી શકતા નથી.

પ્રભાવશાળી વ્યક્તિઓ

  • કોંગ્રેસના નરેશ રાવલ, કિર્તિસિંહ ઝાલા, જયરાજસિંહ પરમાર, અલકા ક્ષત્રિય, સાગર રાયકા.
  • ભાજપમાં નિતીન પટેલ અને જીવાભાઈ પટેલ તથા એ કે પટેલનું કુટુંબ અહીં પ્રભુત્વ ધરાવે છે.

2019ની સંભાવના

  • આ બેઠક પર પાટીદાર મતો ખૂબ જ નિર્ણાયક ભૂમિકામાં છે. છેલ્લાં એક વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં મૂળ સ્થાન ઉત્તર ગુજરાતને ગણવામાં આવે તો ખોટું નથી. આ વિસ્તારમાં પાટીદાર સમાજ નો દબદબો વર્ષોથી રહ્યો છે. અહીં કોઈ પણ રીતે કોંગ્રેસ જીતી શકે તેમ નથી. તેમ છતાં જો પાટીદારની સામે ઠાકોર ઉમેદવાર મૂકવામાં આવી તો તે જીતી શકે. આર્થિક સામાજિક સમિકરોણોમાં બળદેવજી ઠાકોર ફીટ બેસે છે. વિધાનસભામાં જીવાભાઈ પટેલ ચૂંટણી લડેલા જે ભાજપમાં જતાં રહ્યાં છે. તે પણ કોંગ્રેસ માટે કોઈ ખાસ નુકસાન કરી શકે તેમ નથી.
  • રાજકોટ બેઠક પછી મહેસાણા બેઠક પણ રાજકીય રીતે ચર્ચામાં રહેશે. ઉમેદવાર પર જીતનો આધાર છે.

ભાજપ

  • અહીંથી વિધાનસભામાં નિતીન પટેલ પણ માંડ-માંડ જીતી શક્યા હતા. જો જીવાભાઈ પટેલને ટિકિટ આપવામાં ન આવે તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલને અહીંથી લડાવવામાં આવે એવી શક્યતા છે. તેથી તેઓ મહેસાણામાં દરેક ગામમાં ગ્રાંટ ફાળવી રહ્યાં છે. સામેથી કામ માંગીને પૈસા આપી રહ્યાં છે. તેથી તેમને ભાજપ ટિકીટ આપે તેવી શક્યતા જોવાઈ રહી છે. ભાજપના બે ટર્મના સાંસદ જયશ્રીબેન પટેલને ટિકિટ આપવામાં નહીં આવે. તેમની સામે વિરોધ છે. અહીં ભાજપ સાથે પાટિદારો હોવાથી ભાજપ પટેલને જ ટિકિટ આપશે.

કોંગ્રેસ

  • સાવ નવો ઠાકોર ચહેરો સફળ રહી શકે અથવા બળદેવજી ઠાકોર ધારાસભ્ય – જે આક્રમકતાંથી લડી શકે તેમ છે. નીતિન પટેલ ઉમેદાવર આવે તો તેની સામે તે ટક્કર મારી શકે તેમ છે. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને અહીંથી ટિકિટ આપવા માટે માંગણી છે.
  • કોંગ્રેસ પાસે અહીં કોઈ સંગઠન નથી. જૂથવાદ છે. પાટીદાર મતદારોએ આંદોલનની શરૂઆતમાં મદદ કરી હતી. પંયાત અને પાલિકાઓ જીતાડી આપી હતી. પણ પછી કોંગ્રેસના નેતાઓએ પાટીદાર નેતાઓને તેમાં જવાબદારી સોંપી ન હોવાથી હાલ પાટીદારો કોંગ્રેસને મદદ નહીં કરે. તેથી પાટીદારને ટિકિટ આપવી કોંગ્રેસ માટે ફાયદાકારક નથી.

વચનો પુરા ન થયા

  • રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે પાટિદારો માટે વચનો આપેલાં તે પૂરાં કર્યા નથી એવી છાપ અહીં છે. તેઓ આંદોલનકારીઓની સતત ટીકા કરતાં રહેતાં હોવાથી અહીં તેમની સામે વિરોધ છે.
  • પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ માટે ભાજપે જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું તેનાથી પાટીદાર સમાજના આ વિસ્તારમાં મોટી નારાજગી જોવા મળી છે.
  • સરકારે જાહેર કરેલી વળતર અહીં તેલના કુવામાં જતી જમીનને આપવામાં આવ્યું નથી. ખેડૂતો તે અંગે ખુશ નથી.