ગાંધીનગરઃ કોઇ ચમત્કાર થાય તો જ આ બેઠક કોંગ્રેસ જીતે

રાજ્યનું પાટનગર જે વિસ્તારમાં આવેલું છે તે લોકસભા વિસ્તાર અત્યંત મહત્વનો છે. ગાંધીનગર બેઠક તો અમદાવાદનો જ મોટો હિસ્સો છે. ગાંધીનગર પર મતદાર પોતાનો મિજાજ બદલતાં રહે છે.

વિધાનસભા બેઠકો: – 36-ગાંધીનગર નોર્થ, 38-કલોક, 40-સાણંદ, 41-ઘાટલોડિયા, 42-વેજલપુર, 45-નારણપુરા, 55-સાબરમતી.

લોકસભામાં જ્ઞાતિના સમીકરણ:

વિધાનસભા બેઠકકૂલSC દલિતઆદિજાતિમુસ્લિમOBC ઓબીસીGENERAL સામાન્ય

નામ
ઠાકોરકોળીરબારીચૌધરીઅન્યલેઉવા પટેલકડવા પટેલક્રિશ્ચિયનબ્રાહ્મણજૈનદરબારઅન્ય
36ગાંધીનગર નોર્થ2,32,50947,3831,8524,29459,82009,1467,19719,9508,90024,1892628,1083,94116,38021,087
38કલોક1,83,07135,8504009,82050,12006,5601,10426,6821,20828,9924005,9303,8906,8305,285
40સાણંદ1,98,03618,0983,8118,61321,65733,7619,338022,0754,03210,06604,3851,69830,52329,979
41ઘાટલોડિયા2,68,01618,7612,680013,4018,04132,1625,36034,84229,48232,1622,68018,7615,36018,76145,563
42વેજલપુર2,57,18125,8182,08290,86310,3275,1642,582023,23622,23620,6542,5822,5825,16412,90930,982
45નારણપુરા2,03,13328,4392,031014,2196,09418,2822,03124,37620,31418,2822,03112,1888,1258,12538,596
55સાબરમતી2,02,20538,4194,0444,04410,1102,0226,0664,04424,26524,26520,2212,0226,0664,04410,11042,463
કૂલ  2012 પ્રમાણે15,44,1512,12,76816,9001,17,6341,79,65455,08284,13619,7361,75,4261,10,4371,54,5669,97758,02032,2221,03,6382,13,955

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા2017 વિધાનસભા
BJP7,73,5397,30,380
INC2,90,4184,61,018
તફાવત4,83,1212,69,362

 

2014 લોકસભા

મતદાર:1733972
મતદાન:1137014
કૂલ મતદાન (%):65.57

 

ઉમેદવારઉમેદવારનું નામપક્ષકૂલ મત% મત
એલ કે અડવાણીBJP77353968.04
કિરીટ ઈશ્વરભાઈ પટેલINC29041825.55
નિરંજન ઘોષBSP60680.53
અજમલભાઈ રામાભાઈ વાણીયાBMUP16390.14
ઠાકોર રાવજી જુહાજીVHS8090.07
પટેલ પિયુષકુમાર દશરથલાલNYP6530.06
મનોજ જે નાયકLoRP6830.06
રૂતુરાજ મહેતાAAAP199661.76
ઠાકોર ચંદ્રસિંહ જવાનસિંહIND6680.06
દીપાબેન સતરીયાIND6840.06
દેસાઈ ખોડાભાઈ લાલજીભાઈIND7930.07
પગી ગણપતભાઈ માવજીભાઈIND9240.08
બીરજુસિંહ મોતીસિંહ ક્ષત્રિયIND9840.09
બ્રહ્મભટ્ટ સંજયભાઈ અમરકુમારIND14740.13
રાજ પ્રજાપતિIND31770.28
રાહુલ ચીમનભાઈ મહેતાIND97670.86
વાઘેલા કિશોરસિંહ મોહોબતસિંહIND67050.59
એમ. કે. શાહIND37670.33
None of the AboveNOTA127771.12

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       એલ કે અડવાણી              BJP

2009       એલ કે અડવાણી              BJP

2014       એલ કે અડવાણી              BJP

વિકાસના કામો

  • ઘાટલોડિયા, સાબરમતી વેજલપુર વિધાનસભા વિસ્તારમાં મેટ્રો રેલનું કામ પૂરું થવામાં છે.
  • અમદાવાદ ગાંધીનગર વચ્ચે 200 કરોડના ખર્ચે સરખેજ રોડને છ માર્ગીય બનાવાવાનું કામ શરૂ કરાયું છે.
  • સાણંદનો વિકાસ માટે ઉદ્યોગોને મોટી છૂટછાટ આપીને એક નવી ઔદ્યોગિક વસાહત ઊભી કરવામાં આવી છે.
  • કલોલમાં માર્ગ અને પ્રજાકીય સુવિધા માટે પૂરું ધ્યાન આપવામાં આવ્યું છે.
  • ઘાટલોડિયામાં નવા આવાસ બનાવીને આપવામાં આવ્યા છે.

પ્રશ્નો ઘટનાઓ

  • 92 વર્ષના અડવાણીએ લોકસભામાં 92 ટકા હાજરી આપી છે. પણ તેમણે ગુજરાતના પ્રશ્નોની ક્યારેય રજૂઆત કરી નથી.
  • કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ સાયન્સસિટી અને બીજા વિસ્તારોમાં આવી શકે તેમ હતી પણ આવી નથી.
  • પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવાની આવે ત્યારે અડવાણી સાયલન્ટ મોડમાં આવી જાય છે. એક વાર 11 ઓગસ્ટ 2014ના ડિબેટમાં ભાગ લીધો હતો.
  • લાલકૃષ્ણ અડવાણીના સાંસદ તરીકેના સાધારણ દેખાવ રહ્યો હતો.
  • અમદાવાદમાં પ્રદુષણનો પ્રશ્ન ઊભો થયો હોવા છતાં તે માટે કોઈ યોજના મળી નથી.
  • સોલા સિવિલ હોસ્પિટલને આધુનિક બનાવવા અને તેને સંપૂર્ણ સરકારી બનાવવા માટે કામ થતું નથી.

પ્રભાવશાળી વ્યક્તિઓ

  • ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, અમદાવાદના પૂર્વ મેયર કાનાજી ઠાકોર, કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ આ વિસ્તારમાં રહે છે. કોંગ્રેસના સુરેશ પટેલ અહીં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. શંકરસિંહ વાઘેલા અહીં પ્રભાવ ઊભો કરી શકે છે. તેઓ એક વખત અહીંથી ચૂંટણી લડી ચૂક્યા છે.
  • અલ્પેશ અને પટેલ યુવા નેતા હાર્દિક આ વિસ્તારમાં પ્રભાવક છે.

સંભવિત સ્થિતી

  • 1967થી 12 પ્રતિનિધિઓને લોકસભામાં મોકલ્યા છે. પહેલાં કોંગ્રેસના ઉમેદવારો જ ચૂંટાતા રહ્યાં હતા.
  • 1989થી ગાંધીનગર બેઠક પર ભાજપનો કબજો છે.
  • ગાંધીનગર લોકસભા ખરેખર તો અમદાવાદની લોકસભા બેઠક છે. ગાંધીનગર ઉત્તર અને કલોલ બેઠક પર કોંગ્રેસ તો સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો છે.
  • “અડવાણીએ જ પાર્ટી બનાવી છે, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને તેઓ પણ હવે વૃદ્ધ થઈ ગયા છે. અયોધ્યામાં રામ મંદિરનું અભિયાન અને વિવાદ અડવાણીની કારકિર્દીનું મહત્વપૂર્ણ પરિબળ રહ્યું. હવે તેમનો ચહેરો અહીં નથી.
  • 1990માં અડવાણીએ સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો હતો અને અયોધ્યામાં 16મી સદીના બાબરી મસ્જિદના સ્થળ પર મંદિર બાંધવાની ઝુંબેશ માટે લોકોનો ટેકો માંગ્યો હતો. હવે ફરીથી રામ મંદિરનો મુદ્દો ઊભો થયો છે, પણ અડવાણી ક્યાંય નહીં.

ભાજપ

  • શંકરસિંહ વાઘેલા અડવાણીને મળીને આવીને જાહેર કર્યું હતું કે, અડવાણી લોકસભાની ચૂંટણી લડશે. પણ ખરેખર તો અડવાણીને આ વખતે ઉંમર અને નિષ્ક્રિયતાના કારણે ટિકિટ આપવામાં આવી નથી. અહીં નવો ચહેરો આવશે.
  • વિધાનસભાની સરસાઈને આધારે આ બેઠક પર ભાજપ આગળ છે.
  • ગાંધીનગરમાં લાલકૃષ્ણ અડવાણી હવે 92 વર્ષના થઇ ચૂકયા છે. ઉંમર અને ઇચ્છા શક્તિનો અભાવ અહીં ઉમેદવાર બદલવા માટે કારણભૂત છે. ગાંધીનગર લોકસભાની બેઠકની ચૂંટણીમાં ભાજપના લાલકૃષ્ણ અડવાણીને સૌથી વધુ લીડ ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રમાંથી મળતાં કોંગ્રેસના સુરેશ પટેલનું પત્તું સાફ થઇ ગયું હતું. ગાંધીનગર લોકસભા બેઠકમાં સાત વિધાનસભા મતવિસ્તારો પૈકી અડવાણીને એકલા ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રમાંથી 59646 મતોની જંગી લીડ મળી જતાં કોંગ્રેસ આ સરસાઇ કાપવામાં
  • એલ.કે. આડવાણી પાંચ વર્ષમાં કોઈ દિવસ તેમનાં લોકસભા મતવિસ્તારમાં ફરક્યા નથી જેને કારણે જનતામાં ભારે રોષ જોવા મળેલ છે.
  • વધુમાં શરુઆતમાં એલ.કે. આડવાણી ગાંધીનગર બેઠક પરથી જંગી લીડથી ચુંટણી જીતતાં હતા પરંતુ હવે તેમની લીડ દર ટર્મમાં ઘટતી જાય છે. આ સંજોગોમાં ભાજપને ગાંધીનગર બેઠક ગુમાવવી પડે તે પોસાય તેમ નથી.
  • અટલ બિહારી વાજપેયી 12 વખત સાંસદ તરીકેની એક અનોખી સિદ્ધિ ધરાવતા હતા. તેઓ 10 વખત લોકસભા અને બે વખત રાજ્યસભાના સાંસદ રહ્યા હતાતેઓ 47 વર્ષ સુધી સાંસદ રહ્યા. વાજપેયીએ 1996ની ચૂંટણી વેળા તેઓ લખનૌ ઉપરાંત ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. પછી રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસ

  • ઘાટલોડિયા અડવાણી પર ઓળઘોળ કલોલ, ગાંધીનગર(ઉ)માં જાકારો મળે છે. જયાં કોંગ્રેસને આવકાર મળે છે ગાંધીનગર શહેર હંમેશ કોંગ્રેસ સાથે રહ્યું છે. ત્યાં ભાજપને ક્યારેય ટેકો મળ્યો નથી.
  • અહીં કોંગ્રેસમાં કોઈ સારા ઉમેદવાર નથી. આ બેઠક પર દર વખતે ભાજપની લીડ ઘટી રહી છે. તેથી તે કોંગ્રેસ અહીં સારા ઉમેદવાર ઊભા રાખે તો લડત આપી શકાય તેમ છે.

વચનો પુરા ન થયા

  • અમદાવાદને ફૂટપાથ બનાવીને ધૂળ રહીત બનાવવા માટે ભાજપે વારંવાર જાહેરાત કરી છે. પણ તે પૂરી થઈ નથી.
  • અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે 30 વર્ષથી ભાજપે વચનો પૂરા કર્યા નથી.
  • ગુજરાતમાં 50 લાખ ઘર અને અમદાવાદમાં 5 લાખ ઘર બનાવવાના હતા તે થઈ શક્યા નથી.
  • ભાજપે સ્કૂલ ડ્રોપઆઉટ રેટ ઘટાડીને શૂન્ય કરવાનું વચન આપ્યું હતું. પણ તેવું આ વિસ્તારમાં નથી થયું.
  • શહેરી વિસ્તારમાં 40,000 વિદ્યાર્થીઓ રહી શકે તેવું હોસ્ટેલનું નેટવર્ક બનાવવા માટે કહ્યું હતું. પણ થયું નથી.
  • સાણંદમાં સિંચાઈના પાણી આપવાના હતા તે નર્મદાના પાણી મળી શક્યા નથી.
  • કર્ણાવતી નામ રાખવા માટે 30 વર્ષથી વચનો આપેલાં છે.