માણેકની અરજી સર્વોચ્ચ અદાલતે સ્વિકારી

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ પરથી હકાલપટ્ટી કરવાના ગુજરાત વડી અદાલતના ચુકાદો આવતાં ભાજપને માટે મોટી લપડાક પડી હતી. ચૂદાકાને પડકારતી અરજીન દેશની સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. જે અરજી સ્વીકાર કર્યો છે. હવે 22 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરશે.

ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભાની ચૂંટણીને રદ્દ કરી દીધી હતી. ત્યાં હવે ફરીથી ચૂંટણી યોજવા કાર્યવાહી હાથ ધરવા માટે આદેશ આપ્યો હતો. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ મોટો ઝટકો ગણવામાં આવ્યો હતો.  કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ અરજીમાં લખ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન પબુભા માણેકે ઉમેદવારી પત્ર ભર્યું તેમાં ભૂલ હતી, જેને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે ચૂંટણીને જ રદ્દ કરી દીધી હતી.