‘મારા પર રાજકીય કિન્નાખોરીના ભાગ રૂપે જીએસટી અને આઈટી વિભાગના દરોડા’: રાજુ ખાંટ

ગાંધીનગર,તા.13

બાયડ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર રાજુભાઈ ખાંટ  ભાજપના ઉમેદવારના મોટા મત કાપે તેમ છે. ભાજપના ઉમેદવાર હારે તેમ હોવાથી ભાજપના દિલ્હી સ્થિત નેતાઓએ તેમના ઉપર આવકવેરો અને જીએસટીના દરોડા પાડવાની સૂચના અમિત શાહની મદદથી આપવામાં આવી હતી.

દરોડા પાછળ શાહની ભુમિકા

રાજુભાઈના ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલી લક્ષ્મી ટેક્સટાઈલ પર જીએસટી ટીમે દરોડો પાડ્યા છે, તેમના ઘરે આવકવેરાની ટીમ ત્રાટકી બેનામી હિસાબ અને સંપત્તિની તપાસ હાથ ધરી હતી. કોંગ્રેસને દગો કરીને પક્ષપલટો કરનારા ભાજપના ઉમેદવાર ધવલ ઝાલાની હાર દેખાતા અને ક્ષત્રિય ઠાકોર સમાજ ભાજપના ઉમેદવાર ધવલ ઝાલાને જાકારો આપતા રાજકીય કિન્નાખોરીના ભાગ રૂપે ભાજપે સત્તાનો બેફામ ઉપયોગ શરૂ કર્યો છે.  સરકારી મશીનરીનો ઉપયોગ કરી અપક્ષ ઉમેદવાર રાજુભાઈ ખાંટના ઔધોગિક એકમ પર દરોડા પાડ્વાયા હતા. અમિત શાહની સૂચનાથી આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ચૂંટણીમાંથી દૂર રાખવા માટે દરોડા  : રાજુ ખાંટ
રાજુભાઈ ખાંટે જણાવ્યું હતું કે, ‘મારા પર રાજકીય કિન્નાખોરીના ભાગ રૂપે જીએસટી અને આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. વિધાનસભામાં ઉમેદવારી કરતા હું બહાર નીકળી જાઉં અને ફોર્મ પરત ખેંચી લઉં તે માટે કિન્નાખોરી રાખવામાં આવે છે. મને ધાક ધમકી અને લોભ લાલચ આપવામાં આવી હતી. બંને પાર્ટીઓએ અનેક ધમપછાડા કર્યા હતા અપક્ષ ઉમેદવારી પરત કરવા માટે પણ હું ફક્ત ને ફક્ત સમાજના અને બીકેટીએસના અવાજથી ચૂંટણી લડી રહ્યો છું અને મને હંફાવવા ગમે તેટલા પ્રયત્નો થશે પણ હું જંગ જીતીને રહીશ’.