માલિકીની જગ્યાએ જ વાહનો પાર્ક કરવાનું જાહેરનામું લાવો

2.30 કરોડ વાહનો માંથી 50 લાખ વાહનો તો રસ્તાની વચ્ચે જ 8 મહાનગરોમાં પડેલાં રહેતાં હોવાથી. સમગ્ર રાજ્યના 8 મહાનગરો ટ્રાફિક જામ થઈ જાય છે. 8 શહેરોમાં રસ્તા પર પાર્ક કરેલાં વાહનો પર રીતસર તૂટી પડવા માટે 2 ઓગસ્ટ 2018ની મોડી સાંજે રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તિવારી તેમજ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરીને સાથે રાખી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને પોલીસ કમિશનરોને આ આદેશ કર્યા છે.

સત્તાવાળાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને આદેશોના ચુસ્ત અને કડક પાલન માટે માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના તમામ મહાનગરોમાં અમદાવાદ મહાનગરની જેમ જ ટ્રાફિક નિયમન અને પાર્કિંગ પ્લેસ ખુલ્લા કરી નાગરિકોને વાહન યાતાયાત અને વાહન પાર્કિંગની કોઈ સમસ્યા ન રહે અને સગવડતા મળે તે માટેની ઝુંબેશ તાત્કાલિક શરૂ કરવા કહ્યું હતું.

ભ્રષ્ટાચારથી જન્મ થયો

શોપીંગ સેન્ટર આગળ જ્યાં વાહનો રસ્તા પર પાર્ક થાય છે ત્યાં બિલ્ડીંગની નીચે ભોંયતળિયે પાર્કીંગની સગવડો બિલ્ડીંગના નકશામાં છે પણ બિલ્ડરો, અધિકારીઓ અને રાજકીય નેતાઓએ મળીને 8 મહાનગરોમાં અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને પાર્કીંગના સ્થાને દુકાનો બનાવી દીધી છે. જેના પેટે આ ત્રણેય માફિયાઓ કમાયા છે. હવે પ્રજા પર જુલમ કરી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે 8 મહાનગરોમાં આવા 12 લાખ શોપીંગ સેન્ટરો છે જ્યાં પાર્કીંગના સ્થાને દુકાનો બની ગઈ છે.

ધંધા બંધ

અમદાવાદમાં હવે રોડ પર પાર્કીંગ કરવા દેવામાં આવતું નથી તેથી મોલને બાદ કરતાં રસ્તા પરની દુકાનોના ધંધા 80 ટકા ઘટી ગયા છે. દુકાનીન આગળ વાહનો પાર્ક થઈ શકતાં ન હોવાથી ગ્રાહકો હવે ખરીદી કરવા આવતાં નથી, તેથી મોટા ભાગના વિસ્તારોમાં આવા ધંધા બંધ થઈ ગયા છે. હવે બાકીના 7 મહાનગરોમાં પણ આ રીતે 12 લાખ શોપીંગ સેન્ટરોમાં ધંધા બંધ થઈ જશે.

માલિકીની જગ્યાએ પાર્કીંગ કરો એ જ ઉપાય

રાજ્ય સરકાર સમસ્યા હળવી કરવા માટે સમસ્યા વકરાવી રહી છે. જો પાર્કીંગની સમસ્યાનો હલ લાવવો હોય તો માલિકીના સ્થાને જ વાહનો પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવે. જ્યાં પાર્કીંહગનો માલિકી હક્ક ન હોય ત્યાં તે વાહન પાર્ક ન કરી શકે એવું જ્યાં સુધી જાહેરનામું બહાર નહીં પડાય ત્યાં સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. આવું નહીં કરે અને પગલાં ભરશે તો સમસ્યા વકરશે.

માસ ટ્રાન્સપોર્ટ ઉપાય

માલિકી હક્ક પર જ પાર્કીંગનો નિયમ લાવવામાં આવે તો રસ્તા પરના વાહનો ઓછા થશે અને સિટી બસ, રિક્ષા, ટેક્સીનું ચલણ વધશે અને ફી સાથેનું પાર્કીંગ વધશે. તો જ સમસ્યાનો ઉકેલ આવશે એવું લોકો કહી રહ્યાં છે.

કોર્ટ કેસનો ભરાવો

રસ્તા પર વાહનો પાર્ક કરવાના કારણે કોર્ટના કેસ વઘે છે. ડિસ્ટ્રિક્ટ અને સબોર્ડિનેટ કોર્ટ્સમાં 4 ટકા કેસ અકસ્માતના કારણે થયેલી ક્લેમ પિટિશનના છે. હાઈ કોર્ટ્સમાં આ પ્રકારના ક્લેમની પિટિશનનો હિસ્સો 9 ટકા છે. ઈમેમો આવે તેના 10 દિવસની અંદર ભરી દેવાનો હોય છે તેમ છતાં અમદાવાદમાં 9 લાખ જેટલા વાહનચાલકોએ દંડ ભર્યા નથી.

સીસીટીવી કામ ન આવ્યા

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોના ઘરે મેમો પહોંચે તે માટે ટ્રાફિક પોલીસે સીસીટીવી કંટ્રોલ રૂમ શરૂ કર્યો હતો. જેમાં રોજના 3 હજાર મેમો બને છે. 2 વર્ષમાં ટ્રાફિક પોલીસે 11 લાખ વાહનચાલકોના ઘરે મેમો પકડાવેલા છે. જેમાં 2 લાખ ચાલકોએ દંડ ભર્યો હતો.

8 મહાનગરોમાં ઈ ચલણ

લાયસન્સ વગર દ્વિચક્રીય વાહનો ચલાવવામાં દંડની રકમ રૂ.300થી વધારીને રૂ.500 કરી છે. તેમજ પ્રદુષણ ફેલાવતા વાહનોના દંડની રકમમાં વધારી દીધી છે, વાહનો ડીટેઈઈન કરવા, વાહનો જપ્ત કરવા વિગેરે ગુનામાં કાયદાકીય જોગવાઈ વધુ કડક કરાઈ છે. આઠ મહાનગરપાલિકામાં ઈ-ચલણની સીસ્ટમ ગોઠવાશે. પ્રદુષણનો દંડ રૂ.1,000થી 2000 દંડ કરાય છે.  જે ટ્રાફિકની સમસ્યા હળવી કરી શકતી નથી.

રસ્તા પર પાર્કીંગના કારણે મોત વધે છે

વર્ષે ગુજરાતમાં અક્સમાતોની સંખ્યા 19 હજાર છે. અકસ્માતોમાં મૃત્યુની સંખ્યા 7289 છે. ટ્રાફિક નિયમ ભંગના ગુના 57,168 સમગ્ર રાજ્યમાં બને છે. જેમાં રૂ.134 કરોડ વસુલવામાં આવે છે, જેમાં રૂ.84 કરોડ ટ્રાફિક ભંગનો દંડ હોય છે.

2.30 કરોડ વાહનો પાર્ક ક્યાં કરવા

2.30 કરોડ વાહનો છે. જેમાં વર્ષે 8 ટકા વધે છે. તે વાહનો પાર્ક ક્યાં કરવા તે મોટો પ્રશ્ન છે. મુંબઈની જેમ લોકો કાર પોતાના ઘરે રાખે અને ટ્રેનમાં ધંધા પર જાય છે એવું કલ્ચર ગુજરાતના 8 મહાનગરોમાં લાવી શકાય તેમ છે. ગુજરાતમાં 7247 ટ્રાફિક પોલીસ છે. જે રસ્તા પર મૂકેલા વાહનોને દૂર કરવા પુરતી નથી. જેમાં આ વર્ષે વધારીને 10 હજાર કરવાના હતા પણ તેમ થઈ શક્યું નથી. 33 ટકા મહિલાઓને રોજના રૂ.200-300 લેખે ઓછા વેતનથી લેવાના છે. રસ્તા પર વાહનો પાર્ક કરવાના કારણે અકસ્માત અને મૃત્યું વધે છે. આઈ.પી.સી ની કલમ 188 અને 283 મુજબ પોલીસે વાહન ચાલકો વિરુધ્ધ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.