ગુજરાત બહાર ૧૦ રૂટો પર ખાનગી ૧૫ બસોને ઠેકો આપવામાં આવ્યો છે. તે પૈકી ૩ રૂટની બસમાં એટલે કે વારાણસીની બસમાં રૂ.૮૧૮, મુંબઈની બસમાં રૂ.૨૯૩ અને ગોવાની બસમાં રૂ.૮૦૦ સુધીનું 25 ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવેલું છે. તેના કારણે આ ૩ રૂટની બસોમાં જ સરકારી તીજોરીને રૂ.2.79 કરોડનું નુકશાન થાય છે. વિમાન અને રેલવે કરતાં ભાડું વધું છે. તેથી બસો ખાલી દોડી રહી છે. ભાજપ તમામ ક્ષેત્રે ખાનગીકરણ કરી રહ્યું છે તેની પાછળ ભ્રષ્ટાચાર કરવાનું મુખ્ય કારણ છે. Mar 16, 2019 ઓછા મુસાફરો મળતાં 16 માર્ચ 2019છી 25 ટકા ડિસ્કાઉન્ટ આપવાનું શરૂં કર્યું છે.
ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાનગી માલિકો પાસેથી ભાડે લીધેલી બસોને 25% ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જે 10 ટકાથી વધું આપી શકાય નહીં. આદિવાસી વિસ્તારના 700 ગામમાં એક પણ બસ જતી નથી તથા 9,000 ગામમાં એક જ વખત એસટી બસ જાય છે ત્યાં પ્રજાની સવલત માટે ડીસ્કાઉન્ટ આપવાના બદલે જે ગુજરાતના પ્રવાસીઓ નથી તેમને ડીસ્કાઉન્ટ આપીને કરોડોની ખોટ કરવામાં આવી રહી છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે જણાવ્યું હતું. ડીસ્કાઉન્ટ આપવાની યોજના એ ખાનગી ઓપરેટરોને ફાયદો પહોંચાડવા માટેની જ યોજના બની રહે તો નવાઈ નહીં. ખાનગી બસોને ભાડાની ચુકવણી જીપીએસ મોડ્યુલ મુજબ કરવાના બદલે લોગબુક કે ચોપડીઓ મુજબ ભાડુ ચુકવવામાં આવે છે. તેથી એસ ટીને કરોડો રૂપિયાનું નુકશાન થાય છે.
એસ. ટી. નિગમે સિક્યુરીટી ડીપોઝીટ પેટે ટેન્ડર વેલ્યુ 22 કરોડની સામે 5% લેખે રૂ.1.10 કરોડ લેવાની થાય છે તેના બદલે નિગમ દ્વારા માત્ર રૂ.65 લાખની જ ડીપોઝીટ લેવામાં આવેલ છે. ટર્ન ઓવરમાં 3 વર્ષના બદલે 5 વર્ષ કરી આપ્યો છે. 10 લાખ કિ.મી. ચાલેલી બસ રદ કરવાના બદલે તેથી વધું કિ.મી. ફરેલી બસોને મંજૂરી આપવામાં આવે છે.
પાર્સલની તમામ રકમ નિગમે જમા લેવાના બદલે ખાનગી બસોના માલિકને ફાયદો કરી આપવા માટે 50% પાર્સલ વાહન કરવાની જગ્યા ખાનગી ઓપરેટરને આપેલી છે.
બસની અંદર અને બહારની તમામ જાહેરાતની સત્તા એસ.ટી.નિગમને છે છથાં આવી બસની અંદરની 75% જગ્યા ખાનગી બસ માલિકને આપી દેવામાં આવેલા છે.
સરકારને થયેલા નુકશાનની તમામ વસુલાત કરવાના બદલે બીલની રકમના ફકત 5% જ પેનલ્ટી વસુલ કરવાની
જોગવાઈ કરવામાં આવી છે.
ચાર્ટડ સ્પીડ પ્રા. લી. કંપની અને તેના માલિક પંકજ ગાંધીને બ્લેક લીસ્ટ કરવા સરકારમાં લેખિત ફરીયાદ કરવામાં આવી છે. એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ સામે વિજીલન્સ તપાસ કરવાની માંગણી કોંગ્રેસે કરી છે.
બીજા રાજ્યમાં પહેલા 13 નવા રૂટ અને 24 જાન્યુઆરી 2019 સુધીમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 30 પ્રીમિયમ બસોને આંતર રાજ્ય બસ શરૂ કરાવીને ખોટનો ધંધો શરૂ કર્યો છે. જેની સામે ગુજરાતના 700 ગામોને એક પણ એસટી બસ મળતી નથી. બહારના રાજ્યોમાં વારાણસી, ગોવા, નાથદ્વારા, હરિદ્વાર, ગોવા તેમજ ઉત્તરાખંડ, હરિયાણા રાજ્યોનો સમાવેશ થાયો હતો. આંતરરાજ્ય બસ સેવામાં અમદાવાદથી વારાણસી વાયા જયપુર, આગ્રા, કાનપુર, પ્રયાગરાજ, મુંબઈ, શીરડી, પુના, જોગેશ્વરી, નાસીક, પુના અને કોલ્હાપુર બસ છે. પાલનપુરથી નાસીક, ભાવનગરથી દાદર, સુરતથી નાગપુર સહિતના રૂટો પર પણ વોલ્વો બસ શરૂ કરાઈ છે.
અમદાવાદથી ગુજકરાત બહારનું જૂનું અને 25 ટકા ડિસ્કાઉન્ટ પછીનું નવું ભાડું
શહેર હાલનું ભાડું – નવું ભાડું
ગોવા 3406 – 3162
શિરડી 1114 – 931
જયપુર 1298 – 1135
નાથદ્વારા 608 – 545
જોગેશ્વરી 1011 – 840
પુણે 1320 – 1149
ઔરંગાબાદ 1198 – 1049
મુંબઈ સેન્ટ્રલ 1361 – 1165
ગુડગાંવ 1928 – 1821
કાનપુર 2702 – 2595
સાપુતારા કરતાં મહારાષ્ટ્રની ટિકિટ ઓછી
ભૂજથી અમદાવાદ, અંકલેશ્વર, સુરત અને મુલુંડ સુધીના ઓનલાઈન ટિકિટ અને કંડક્ટરે આપેલી ટિકિટના ભાડામાં રૂ.29થી રૂ.256 સુધીનો તફાવત જોવા મળ્યો છે. ભૂજથી 844 કિલોમીટર દૂર આવેલા મુંબઈ મુલુંડનું વોલ્વો સ્લીપરનું ઓનલાઈન ભાડું રૂ.1281 છે, જ્યારે કંડક્ટરે આપેલી ટિકિટ (ઇબીટીએમ)નું ભાડું રૂ.1802 છે. અમદાવાદથી સાપુતારાનું ભાડું રૂ. 755 થાય છે, પરંતુ મહારાષ્ટ્રના વાનીનું ભાડું ડિસ્કાઉન્ટ સાથે રૂ.647 થાય છે. આમ ગુજરાત બહારના લોકોને ફાયદો કરાવાયો છે.
વારાણસીમાં રૂપાણીને નિષ્ફળતા
અમદાવાદ – વારાણસી વોલ્વો સ્લીપરને પૂરતા મુસાફરો ન મળતા રૂટ ટૂંકાવીને કાનપુર સુધી કરાયો છે. સરેરાશ 10થી 12 પેસેન્જરો મળતા હતા. જેમાંથી મોટાભાગના કાનપુર સુધીના હતા. દિલ્હીમાં આવવાની મંજૂરી ન મળતાં હરિદ્વાર અને ચંડીગઢ માટે બસ ધાર્યા સમયે શરૂ થઈ નથી.
અમદાવાદથી વારાણસી વોલ્વોનું ભાડું લગભગ રૂ.3800 રૂપિયા હતું. બે દિવસની મુસાફરી દરમિયાન રસ્તામાં ચા નાસ્તો અને ભોજનનો ખર્ચ રૂ.800થી રૂ.1000 ગણતા પેસેન્જરનો ખર્ચ વધીને રૂ.4600થી રૂ.4800 થતો હતો. અમદાવાદથી વારાણસીનું ફ્લાઈટનું ભાડું રૂ.4500થી રૂ.5000 છે. અમદાવાદથી વારાણસીનું ટ્રેનનું ભાડું 600થી 650 રૂપિયા છે. જેથી રૂપાણી સરકારીન અણઘડતાના કારણે વોલ્વો બસ ટૂંકાવીને કાનપુર સુધી કરાઈ છે.
ખોટનો ધંધો
25થી 31 જાન્યુઆરી 2019 સુધી 7 દિવસમાં ફક્ત 106 પેસેન્જર મળતાં રૂ33 હજારની જ આવક થઈ હતી, 7 દિવસમાં ડીઝલનો ખર્ચ રૂ3.18 લાખ થયો હતો. ગોવા માટે 7 દિવસમાં 225 પેસેન્જર મળતાં રૂ.92 હજારની આવક સામે ડીઝલ ખર્ચ રૂ.2.44 લાખ હતો. એસટી નિગમે 23 જાન્યુઆરી અમદાવાદથી વારાણસી 1621 કિલોમીટર હોવાથી એક બસ જતાં આવતાં 3242 કિલોમીટર દોડે છે.
વોલ્વો બસ એક લિટર ડીઝલમાં 3 કિલોમીટર દોડતી હોવાથી વારાણસીની એક ટ્રિપમાં 1080 લિટર ડીઝલ બળે છે. નિગમને રૂ.42એ લિટર ડીઝલ મળતું હોવાથી એક ટ્રિપનો ખર્ચ 45,388 રૂપિયા થતાં 7 દિવસનો ખર્ચ 3.18 લાખ રૂપિયા થાય. એજરીતે ગોવાની એક ટ્રિપ પૂર્ણ કરતા 2486 કિલોમીટર થતાં 828 લિટર ડીઝલનો ખર્ચ રૂ.34,804 થતાં 7 દિવસમાં 2.44 લાખ રૂપિયાનો ડીઝલ વપરાયું.