10 મહિનામાં 14 ફેક્ટરીમાં 45 લોકોના મોત, સરકાર દરેક જિલ્લામાં કાયમી સમિતિ બનાવે

માનવ અધિકાર દિન નિમિત્તે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને અપીલ :

ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો નિવારવા અને સલામત કાર્યસ્થળ ઉભા કરીને કામદારોના મોત થતા અટકાવો

ગાંધીનગર, 10 ડિસેમ્બર 2020

ઔદ્યોગિક રાજ્ય ગુજરાતમાં 182 ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની વસાહતો – GIDC, 7 સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (SEZ) અને 11 સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (SIR) આવેલા છે. 40 હજાર ઉદ્યોગો આવેલા છે. એટલે, આગ અને બ્લાસ્ટના બનાવો પરત્વે ખાસ સાવચેતી રાખવાની જરૂરીયાત છે. ફેબ્રુઆરી 2020 થી ડીસેમ્બર 2020ના દસ મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાતમાં આગના અને અકસ્માતોના 14 બનાવો નોધાયા છે. 45 લોકોના મોત તેમજ અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.

9 ડિસેમ્બર, 2020ની મોડી રાત્રે અમદાવાદના વટવા-વિન્જોલ રેલ્વે ફાટક પાસે આવેલી માતંગી એન્ટરપ્રાઈઝ અને જક્ષય નામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં આસપાસની 4 મળી કુલ 6 જેટલી કંપનીમાં આગ ફેલાઈ હતી.

રાજ્યમાં સતત આગના અને અકસ્માતના બનાવો બનતા રહ્યા છે. અસંખ્ય માનવો અને પશુ પંખીઓનો ભોગ લેવાયો છે. પર્યાવરણની અસંતુલીતતા જોખમાઈ રહી છે.

પર્યાવરણ મિત્રએ રાજ્યના માનનીય મુખ્યમંત્રીને પત્ર લખીને અપીલ કરી છે.

શ્રીમાન વિજયભાઈ ,

કુશળ હશો.

પર્યાવરણ મિત્ર છેલ્લા ૨૩ વર્ષથી ગુજરાતમાં પર્યાવરણ જાળવણી, પર્યાવરણીય શિક્ષણ અંગે લોક જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણીય કાયદાઓના મુસદ્દા અને અંતરરાષ્ટ્રીય સંધિઓમાં જરૂરી સૂચનો કરે છે, પર્યાવરણ મિત્રને સંયુક્ત રાષ્ટ્રસંઘે ઇકોસોક ફોરમમાં સ્પેશ્યલ કન્સલટેટીવ સ્ટેટસ આપ્યું છે. પર્યાવરણ મિત્ર છેલ્લા ૧૦ વર્ષથી કલાયમેટ ચેન્જ માટે યોજાતી શિખર પરિષદોમાં સક્રિય રીતે સહભાગી બને છે. UNFCCCના ઓબ્ઝર્વર તરીકેની ભૂમિકા અદા કરે છે, ભારત સરકારના ઇન્ડિયા પેવેલિયનમાં છેલ્લી બે શિખર પરિષદમાં (COP-૨૪, બોન-જર્મની અને COP-૨૫ મેડ્રીડ-સ્પેન) પર્યાવરણ મિત્રના પ્રતિનિધિને વ્યાખ્યાનો આપવાની તક મળી છે. પર્યાવરણ મિત્ર અવારનવાર નીતિ વિષયક બાબતોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરે છે.

ઉદ્યોગોમાં અકસ્માતો અને આગ લાગવાના બનાવો રોકવા માટે સરકારે નીચે મુજબનાં નિર્દેશો સંલગ્ન વિભાગોને આપવાની જરૂર છે.

  1. સમગ્ર રાજ્યમાં એક ઝુંબેશ ઉપાડવામાં આવે અને જોખમી રસાયણોનો સંગ્રહ કરતા ગેરકાયદેસર ગોડાઉનોની તપાસ કરીને તે બંધ કરાવવા જોઈએ.
  2. તમામ ઔદ્યોગિક એકમોએ ફાયર સેફટી અંગેનું NOC લીધું છે કે નહિ તે ચકાસીને જો ના લીધું હોય તો તેવા ઔદ્યોગિક એકમને તાત્કાલિક અસરથી બંધ કરી દો.
  3. કેટલાક ઔદ્યોગિક એકમોએ ફાયર સેફટી અંગેની NOC લીધી હોય છે પરંતુ તે લાયસન્સની અવધિ પૂરી થવા છતાં પણ રીન્યુ કરાવતા નથી. તાત્કાલિક ધોરણે આ રીન્યુ કરે તેવી ઝુંબેશ ઉઠાવવી જોઈએ અને ફાયર સેફટીનું લાયસન્સ દર વર્ષે રીન્યુ કરાવવું ફરજીયાત બનાવો.
  4. ગુજરાતની તમામ ૧૮૨ GIDC તથા SEZ અને SIR આવ્યા છે ત્યાં ફરજીયાતપણે ફાયર સેફટી અંગે તાલીમ કેન્દ્રો ઉભા કરો. દર છ મહિને પ્રત્યેક ઔદ્યોગિક એકમોનો ફાયર સેફ્ટીના કામમાં જોડાયેલ અધિકારી કે કર્મચારી રીફ્રેશર તાલીમ મેળવે તેવું આયોજન કરો (તાજેતરમાં જે આગના બનાવો બન્યા છે તેના ઉપરથી તારણ નીકળે છે કે, ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ છે પણ ઓપરેટ નહિ કરી શકવાને લીધે આગના બનાવો બન્યા).
  5. જે ઉદ્યોગો બંધ પડ્યા છે તે ઉદ્યોગોમાં જો કોઈ જોખમી રસાયણો સંગ્રહાયેલા હોય તો તાકીદે તેનો નિકાલ કરવો જોઈએ.
  6. બંધ પડેલા ઉદ્યોગો જે છે તેમાં જો કોઈ પ્રકારનો ગેસ ટાંકીઓમાં હોય તો તેનો પણ નિકાલ કરવો જોઈએ. (ગુજરાતમાં અનુભવ એવો છે કે, બંધ પડેલા ઉદ્યોગોની ટાંકીઓમાંથી ગેસ લીકેજ થયા છે અને નુકસાન થયું છે)
  7. રાજ્યમાં લાંબા સમયથી અગ્નિશમન દળ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ફેક્ટરી ઇન્સ્પેકશનના વિવિધ વિભાગોમાં ખાલી કર્મચારી, અધિકારીઓની જગ્યા તાકીદે ભરવામાં આવે અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવે.

રાજ્ય સરકાર સમક્ષ અમારી આ મુજબની ભલામણો છે :

  1. રાજ્ય સરકારે જિલ્લાવાર એક કાયમી સમિતિની રચના કરવી જોઈએ જે જ્યારે અકસ્માત, આગ કે પ્રદૂષણના બનાવો બને ત્યારે કેવા પ્રકારનું નુકસાન થયું છે તેની આકારણી કરે, અસરગ્રસ્ત લોકો સાથે સુનાવણી કરે અને ત્યારબાદ જે-તે જીલ્લા મેજીસ્ટ્રેટને પોતાનો અહેવાલ આપે. જેના પર જીલ્લા મેજીસ્ટ્રેટ વળતર આપવાના હુકમો કરી શકે તથા પર્યાવરણીય સંબંધિત થયેલ નુકસાન બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ધ્યાન દોરે જેથી પર્યાવરણીય નુકસાનની ભરપાઈ થઇ શકે.
  2. અગાઉ ગુજરાતની નામદાર વડી અદાલતે SPECIAL CIVIL APPLICATION No. 9699 of 2008- સોલંકી જસવંતસિંહ કાળુસિંહ Vs જીલ્લા કલેકટરના કેસમાં એક સમિતિ રચવાનો નિર્દેશ કર્યો હતો. જેમાં (1) District Collector, (2) Members of GPCB, (3) Secretaries of Forest and Environment Department, (4) Irrigation and Water Resources Department, (5) Animal Husbandry Department, (6) President of Gram Panchayat/Municipality or their representatives ના સભ્યો હોય. આ સમિતિ નુકસાનીનો  અભ્યાસ કરીને જીલ્લા મેજીસ્ટ્રેટને પોતાનો અહેવાલ રજૂ કરે અને તે મુજબ જીલ્લા મેજીસ્ટ્રેટ વળતર અંગેનો એવોર્ડ નક્કી કરે.

આવી રીતે કાયમી ધોરણે એક સમિતિ જે અમે પેરેગ્રાફ એકમાં લખ્યું છે તે પ્રમાણે નિયુક્ત કરવાનો ભારપૂર્વકનો આગ્રહ છે.

  1. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જયારે પ્રદૂષણ કે અકસ્માતો થાય તેવી કસૂરવાર કંપનીઓ/ઉદ્યોગો/ફેકટરીઓ/ઔદ્યોગિક એકમો પાસેથી એન્વાયરોમેન્ટલ ડેમેજ કોમ્પેનસેશન (EDC) ની માતબર રકમ ઉઘરાવે છે આ EDC રકમનો ઉપયોગ જે-તે કંપની દ્વારા થયેલા પર્યાવરણીય નુકસાન માટે વાપરવા અંગેની પદ્ધતિ વિકસાવવી જરૂરી છે.
  2. જ્યારે જ્યારે મોટી ઔદ્યોગિક હોનારત થાય છે ત્યારે સરકાર દ્વારા તપાસ સમિતિનું ગઠન કરવામાં આવે છે પરંતુ આ તપાસ સમિતિના અહેવાલ પબ્લિક ડોમેઈનમાં મૂકવામાં નથી આવતા. અમારી માંણી છે કે, આવા રિપોર્ટો જાહેર કરવા જોઈએ.
  3. મુદ્દા નંબર ચારમાં રજૂ કરેલ તપાસપંચોએ કરેલ ભલામણો કે નિર્દેશોનું અમલીકરણ થાય તે માટેનું મોનીટરીંગ મીકેનીઝમ ગોઠવવાની જરૂર છે. ખાસ કરીને ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સંકલન સમિતિ દર છ મહિને મળે અને અમલીકરણ અંગે માહિતી મેળવીને જરૂરી પગલા ભરવા નિર્દેશ કરે.

આ ભલામણો અને સૂચનોને આપ ધ્યાનમાં લેશો અને આપણા ગુજરાત રાજ્યને ઔદ્યોગિક અકસ્માતોથી  મુક્ત, સલામત રાજ્ય બનાવવાની દિશામાં ત્વરિત કાર્યવાહી કરશો તેવી અપેક્ષા છે.

આભાર સહ,

મહેશ પંડ્યા

Summary of Industrial Accidents in Gujarat
February-20 to November-20
Sr No.Factory/Company namesIncident DateDetails of the accidentDeathInjuredRemark
1Nandan Denim, (ChiripalGroup,narol-pipadaj- pirana road Ahmedabad.08\02\2020Incident of Fire7  
2Lotus Label Industries, Ahmedabad22/02/2020Incident of Fire3  
3Yashashvi Chemical,Dahej03/06/2020Blast12701.       Factory Inspector/ deputy director/safety and health officer have to stop the processing production of the factory.

2.       NGT taken  case no. 22/2020.

3.       The New plant was constructed without EC and CTE for the purpose of expansion behind the Production Plant for which the GPCB only Sought clarification but did not take any action.

4.       GPCB Collected 1 Cr. Rupees as a EDC.

4Unicharm India Pvt Ltd. Bod, GIDC , Sanand24/06/2020Incident of Fire  
5Shree Shakti Chemical Company, Vatva- GIDC, Ahmedabad17/07/2020Effect of Chemical21 
6Vishal Febrics (Chiripal Group ), Village – dholitalula-Dholka, Ahmedabad

 

18/07/2020Gas leakage in ETP plant4  
7Mikas Organics Ltd. GIDC Vapi04/08/2020    
8Nandan Denim (Chiripal Group, Narol- Piplaj- Pirana Road, Ahmedabad07/08/2020Incident of Fire  
9Shakti Bio Science Ltd. GIDC, Vapi08/08/2020   GPCB Collected 25 lakhs. Rupees as a EDC.
10Yashashvi Chemical dahej23/08/2020Incident of Fire   
11Trion Chemicals Pvt Ltd. Village Neja, Taluka.Khambat04/08/2020Incident of Gas Leakage100 
12.1Pirana Dumping Site

 

 

26/09/202012 yrs old girl was stabbed1  
12.2Pirana Dumping Site

 

 

28/01/202035 yrs old lady was burnt 1 
13Bridge Industries, Changodar14/10/2020Incident of Fire  
14Pirana Process House( Sahil Enterprises)04/11/2020Incident of Boiler rapture and fire13 NGT has taken (case no 258/2020) SUOMOTO, The Government of Gujarat form a committee under chairmanship Vipul Mmitra (IAS).Report is not in public Domain.
15Brichem Sciences Pvt Lt,  Kalol GIDC05/12/2020Blast15 

 

JUDGEMENT

ગુજરાત વડી અદાલતનો ચુકાદો

Modasa – Jaswantsinh C_SCA_9699_2008_j_7