ગાંધીનગર : ઉર્જા પ્રધાન સૌરભ દલાલે જાહેર કર્યું હતું કે, ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માગેલ નથી. આ વર્ષે પણ વીજળીના દરોમાં વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. આવું જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું.
પણ ખરેખર તો સરકારે આયોગ સમક્ષ રાજ્ય સરકાર હસ્તકની 4 વીજ કંપનીઓએ વર્ષ 2015-16 માં વીજદરમાં 2.47 ટકા એટલે કે પ્રતિ યુનિટે 13 પૈસાનો વધારો ઝીંકયો હતો. જ્યારે ટોરેન્ટે 2.36 ટકા સાથે 15 પૈસાનો વધારો કર્યો હતો.
આમ સૌરભ પટેલ જુઠું બોલતા પકડાયા છે, વીજ પ્રધાન જ નહીં પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાની લાગણી જીતવાની હાયમાં જુઠું બોલતા રંગે હાથ પકડાઈ ગયા છે.
ભાવ ન વધારવાનું ખરૂ કારણ તો એ છે કે, 2018-19 ના વર્ષમાં રૂા. 120 કરોડનો નફો કર્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પંદર વર્ષના આ ગાળામાં સરકારી વીજ કંપનીઓ તેનો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ 40 ટકાથી ઘટાડીને 20 ટકા સુધી લાવવામાં સફળતા મેળવી હતી.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હસ્તકની વીજ વિતરણ કરતી 4 વીજ કંપનીઓ મધ્ય, ઉત્તર, દક્ષિણ પશ્ચિમ ગુજરાત દ્વારા દર વર્ષે ગુજરાત વીજ નિયમન પંચ સક્ષમ અગાઉનાં વર્ષની ખાદ્યને પુરવા, મલ્ટી યર ટેરીફ પિટિશન હેઠળ વીજદરોમાં વધારો ન કરવાનુ નક્કી કર્યું છે. છેલ્લા 15 વર્ષમાં રાજયનાં ઉર્જા નિગમની આવક વધીને રૂપિયા 16000 કરોડને પાર કરી ચૂકી છે. જયારે ટી એન્ડ ડી લોસ 15 થી 20 ટકા ઘટવા સાથે વસૂલાત 100 ટકા થઇ રહી છે.
ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો સરકાર દ્વારા નિર્ણય કર્યો છે. વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે. તેથી વીજ વિતરણ દરમિયાન થતા ‘વીજ વિતરણ લોસ’માં ઘટાડો થશે, વીજ ખરીદીમાં ઘટાડો તથા વીજ વિતરણ કંપનીઓની કાર્યશક્તિમાં વધારો થશે અને વીજ ભારણ સરભર કરી શકાશે.
વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ વસુલાત પાત્ર રાજસ્વની ૨કમ રૂા.૫૨,૩૮૯ કરોડ થાય છે, જેની સામે હયાત વીજ દર અને મંજૂર કરેલ વીજ વેચાણ (૮૭,૮૨૪ મિલિયન યુનિટ્સ) મુજબ વીજ ગ્રાહક પાસેથી થનાર અંદાજીત આવક રૂા.૫૧,૫૦૭ કરોડ થાય છે. આમ વર્ષ ૨૦૨૦-૨૧ માટે હયાત વીજ દર મુજબ ખાધની કુલ રકમ રૂા.૮૮૨ કરોડ થાય છે.
MYT રેગ્યુલેશન મુજબ આ ખાધની ૨કમ ગ્રાહકના વીજ દ૨માં વધારા રૂપે વસુલ કરવાની થાય છે. આ રૂા. ૮૮૨ કરોડની ખાધનું ભારણ જો તમામ કક્ષાના વીજ ગ્રાહકના દરમાં સમાન રીતે વધારો સૂચવવામાં આવે તો આશરે રૂા. ૦.૧૦ પ્રતિ યુનિટ થાય છે. જયારે આ ભારણ જો ખેત વિષયકે ગ્રાહકો સિવાયના અન્ય તમામ ગ્રાહકો પર લાદવામાં આવે તો આશરે રૂા. ૦.૧૩ પ્રતિ યુનિટ થાય છે.
રાજ્યમાં ખેતી વિષયક વીજ વપરાશ પ્રતિ વર્ષ વધતો જાય છે એની સામે વીજ દરની સબસીડીને કારણે સરકારી ભારણ વધતું હોવા છતાં અંદાજે બે લાખ કૃષિ વિષયક વીજ ગ્રાહકોના હિતમાં એક સમાન વીજ દરનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
સામાન્ય ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતા અને વીજ દરના વધારાના ભારણથી મુક્ત રાખવાના આશયથી વીજ વિતરણ કંપનીઓએ વર્ષ ૨૦૧૮-૧૯ના ટ્રુ-અપ અને વર્ષ ૨૦૨૦-૨૧ના વીજ દર નક્કી કરવા માટે વીજ નિયમન આયોગ સમક્ષ દાખલ કરેલ પીટીશન અંતર્ગત વીજ દરમાં કોઈ વધારો માંગેલ નથી, પરંતુ આ રૂા. ૮૮૨ કરોડનું ભારણ વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતામાં સુધારો જેમ કે વીજ વિતરણ લોસમાં ઘટાડો તથા વીજ ખરીદીમાં ઘટાડો જેવા પગલાથી સરભર કરવામાં આવશે.
2016-17માં સરકારે આવું જ કર્યું હતું
28 ડિસેમ્બર 2015માં રાજ્યનાં ઊર્જા નિગમ હસ્તકની વીજ વિતરણ કરતી 4 કંપનીઓએ વર્ષ 2016-17 માટે ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ મૂકેલી દરખાસ્તમાં વીજદરમાં વધારાની કોઇ માંગણી કરવામાં આવી નથી.
મધ્ય ગુજરાતનાં 27 લાખ સહિત રાજ્યનાં 1.22 કરોડ વીજ ગ્રાહકોને નવા વર્ષે વીજ દરમાં કોઇ વધારો નહિ થતાં રાહત સાંપડશે. જર્ક સમક્ષ મૂકાયેલી દરખાસ્તમાં જીયુવીએનએલએ પ્રસ્તાવિત વીજદરમાં કોઇ ભાવ વધારાની માંગણી કરી નથી. ગેસ અને કોલસાની ખરીદી સસ્તી થવાના કારણે વીજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં વર્ષ 2016-17 માટે પણ વીજદરમાં કોઇ વધારો નહિ થાય.
છેલ્લા 10 વર્ષમાં 2-3 વર્ષને બાદ કરતા દર વર્ષે કોલસો અને ગેસનો ભાવ વધે છે. વીજ ઉત્પાદન ખર્ચ વધી જતા વીજદર વધારાની માંગણી કરતી દરખાસ્ત ચારેય વીજ કંપનીઓએ જર્કમાં કરી છે.
સાથે વર્ષનાં મધ્ય કે અંતમાં પણ કોલસો કે ગેસનાં ભાવ વધતા વીજદર વધારવાની દરખાસ્ત મૂકી વીજદરોમાં વધારો કરાતો હતો. સંભવત પ્રથમ વખત વર્ષ 2016-17 માટે રાજયની ચારેય વીજ કંપનીઓએ મૂકેલી ટેરીફ પિટિશનમાં વીજદર વધારાની માંગણી કરાઇ નથી.
કોલસા અને ગેસના ભાવોમાં થયેલા ઘટાડાને કારણે 2016-17 માટે વીજદરમાં કોઇ વધારાની દરખાસ્ત કરાઇ નથી.
તો પાંચ વર્ષ સુધી ભાવ વધારો કરવાની જરૂર ન પડે
સરકારની કંપનીના એકમો બંધ જેવી જ હાલતમાં છે. તેને સાવ બંધ કરી દેવાનો સરકાર નિર્ણય કરે તો ગુજરાતના વીજ જોડાણ ધારકો પર વીજદરનો બોજ ઓછો થઇ શકે છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં આજે અંદાજે 7500 કર્મચારીઓ કામ કરે છે, ખાનગી કંપનીનીઓને ફાયદો કરાવવા તેમના પ્લાનટસ માંડ 30 ટકા ક્ષમતાએ ચાલે છે. આ સંજોગોમાં તેનો સ્ટાફ કામ વગર જ પગારનો લાભ મેળવે છે. જેનો બોજો રૂ.400 કરોડ છે.
આ સ્ટાફને ગુજરાત સરકારના અન્ય જે વિભાગોમાં કર્મચારીઓ અને અધિકારીઓની ઘટ હોય તે તરફ ડાયવર્ટ કરીને તેમનો વધુ પ્રડક્ટિવ ઉપયોગ કરી શ કાશે. તેમ કરવાથી સરકારનો એક વિભાગ પરનો ખચ ર બોજ ઓછો થશે અને વીજ વપરાશકારોને વીજદરમાં રાહત પણ મળશે. આ પગલું લેવાથી વીજ કંપનીઓના ખર્ચનો બોજમાં 50 ટકા સુધીનો ઘટાડો કરી શકા શે.
(દિલીપ પટેલ)