ગુજરાતનું એક આદર્શ ગામ છે જ્યાં કોઇ ઘર કે દુકાનને તાળાં મારવામાં નથી આવતાં. ગામે પોતાની સિંચાઈ વ્યવસ્થા ઊભી કરી છે. પણ અહીં રાજકારણને કોઈ સ્થાન નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ નદીકના રાજસમઢિયાળ ગામમાં રાજકીય પાર્ટીઓને ગામમાં પ્રચાર માટે પ્રવેશવા પર પ્રતિબંધ છે. ગામમાં ચૂંટણી પ્રચાર કરવા માટે મુખ્ય પ્રધાન કે બીજા કોઈ નેતાને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ગામ ભારે ઊંચુ મતદાન કરે છે, પણ ક્યારેય મતદાનનો બહિષ્કાર કરતું નથી. વર્ષમાં એક ચૂંટણી ગુજરાતમાં હોય છે. ત્યારે ગામનું વાતાવરણ ખરાબ ન થાય અને ગામમાં રાજકીય રીતે કોઈ વિખવાદ ઊભા ન થાય, ગામનું વાતાવરણ બગડે નહીં તે માટે અહીં રાજકીય નેતાઓને પ્રચાર માટે પ્રવેશ અપાતો નથી.
મતદાતા મત આપવા ન જાય તો રૂ.51નો દંડ ભરવો પડે છે. ગામના સરપંચ અશોકભાઇ છે. તે પહેલાં સરપંચ તરીકે હરદેવસિંહ જાડેજા હતા તેમણે ગામને આર્થિક અને સામાજિક રીતે મજબૂત કર્યું હતું. ત્યારે ચૂંટણી અંગેનો નિયમો લાવવામાં આવ્યા હતા. તે સમયથી ગામમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેનાથી ગામનું વાતાવરણ સારું રહે છે. ગામની હયાત વ્યક્તિઓ 100 % મતદાન કરવામાં આવે છે.