સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારીની ૫૦૫ જગ્યાઓ ખાલી
રાજ્યના પાટનગરમાં આવેલા સચિવાલયમાં ૫૦૫ જગ્યાઓ ખાલી છે, જે પૈકીની ૭૪ જગ્યાઓ તો બે વર્ષ કરતા વધુ વર્ષથી ખાલી છે. સામાન્ય વહીવટ વિભાગદ્વારા લેખિતમાં માહિતી આપવામાં આવી કે, સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી વર્ગ-3 સંવર્ગની મંજુર થયેલી ૧૫૧૩ જગ્યાઓમાંથી ૧૦૦૮ જગ્યાઓ ભરેલી છે. આ જગ્યાઓને વહીવટી અનુકૂળતાએ ભરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાનના વિભાગમાં જ આવી હાલત છે.