અમદાવાદ, તા.૧૩
અમદાવાદ શહેરમાં હાલ મેટ્રો રેલ માટે ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ એલિવેટેડ કોરિડોર બનાવવા માટે કામગીરી ચાલી રહી છે. શહેરના 39 કિલોમીટરના માર્ગનું કામ થઈ રહ્યું છે જેમાં શહેરના 20 કિ.મી.ના માર્ગો ખરાબ છે. કોન્ટ્રાક્ટરોને અમપાએ વારંવાર નોટિસ આપી હોવા છતાં લોકો માટે કંઈ થતું નથી. એ તમામ વિસ્તારોના એપ્રોચ રસ્તાઓ એટલી હદે ખરાબ બની ચુકયા છે. જેને કારણે અમદાવાદમાં સાજા-નરવા લોકો પણ હવે કમર, મણકા અને સાંધાના દુઃખાવાના રોગનો શિકાર બની ચુકયા છે.
સરકારે છૂટછાટ આપીને પરેશાની વધી
સરકારની ડેટલાઈન મુજબ, 15 જૂન પછી ચોમાસું પુરું ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રોજેકટની કામગીરી હાથ ધરી ન શકાય. આમ છતાં મેટ્રો રેલને આ નિયમ લાગુ ન પડતો હોઈ અને એ તમામ નિયમોથી ઉપર હોય એમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પુરઝડપથી કામગીરી ચાલી રહી છે. જેના કારણે ચોમાસામાં રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં છે. ટેન્ડરની શરતોનો ખૂલ્લેઆમ ભંગ મેટ્રો રેલ કરી રહી છે. છતાં તેમને ગુજરાતના શહેરી વિકાસ વિભાગ કંઈ કહેવા તૈયાર નથી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પણ મેટ્રો ટ્રેન ગણકારતી ન હોય એવું ચિત્ર ખરાબ માર્ગો પરથી ઉપસી રહ્યું છે.
સાબરમતીથી થલતેજના માર્ગો
કુલ 39 કિ.મી.ના મેટ્રોના માર્ગ છે. જેમાં સૌથી લાંબો (પૂર્વ-પશ્ચિમ ઈસ્ટ-વેસ્ટ) પરસાળમાં 20.773 કિ.મી. માર્ગ છે. જેમાં ભૂગર્ભ માર્ગ 6.335 કિ.મી. અને એપરેલ પાર્ક સુધીનો 6.5 કિ.મી.ના માર્ગ તૈયાર હોવાથી આ માર્ગ નિકળી જાય છે. 9થી 12 કિ.મીના માર્ગો અત્યંત ખરાબ હાલતમાં છે. ઈન્કમટેક્સથી થલતેજ સુધીનો માર્ગ 9થી 12 કિ.મી.ના માર્ગ પર લોકો પરેશાન થઈ રહ્યા છે.
ઈસ્ટ-વેસ્ટમાં કયા રસ્તાઓ ખરાબ?
નિરાંત ક્રોસરોડ, રબારી કોલોની, અમરાઈવાડી, દિલ્હી દરવાજાથી શાહપુર જવાના માર્ગ પર, શંકરભુવનથી ગાંધીબ્રિજ, દિનેશ હોલ એપ્રોચ રસ્તો, સ્ટેડિયમ છ રસ્તાથી કોમર્સ છ રસ્તા સુધી, વિજય ચાર રસ્તાથી મેમનગર ગુરુકુળ સુધી, નવરંગપુરા બસસ્ટેશન પાછળનો એપ્રોચ રસ્તા ખરાબ હોવાથી લોકો પરેશાન છે.
એઈસીથી સરખેજ રસ્તા પર પણ પરેશાની
ઉત્તર-દક્ષિણ પરસાળ: 18.522 કિ.મી.નો પરસાળ (કોરીડોર) છે. જે 32.924 કિ.મી.નો પણ તેમાં રેલવે લાઈન પર બાંધકામ ચાલતું હોવાથી માંડ 5થી 6 કિ.મી.ના માર્ગો ખરાબ છે.
નોર્થ-વેસ્ટમાં કયા રસ્તાઓ ખરાબ?
સાબરમતી એઈસી, રાણીપ, વિજયનગર, વાડજ, ઉસ્માનપુરા, જૂની હાઈકોર્ટ, શ્રેયસ, જીવરાજપાર્ક, રાજીવનગર, પાલડી, સહિતના મેટ્રો રેલની ચાલી રહેલી કામગીરી સાથે જાડાયેલા રસ્તાઓ અતિશય ખરાબ છે.
અમપાને ગણકારતા નથી
મેટ્રોના કોન્ટ્રાકટરોની બેદરકારીના કારણે આજે શહેરના ઈસ્ટ-વેસ્ટ કે નોર્થ-સાઉથ કોરીડોર માટે કામગીરી ચાલી રહી છે. અમપાએ મેટ્રો રેલ માટે 39 કિ.મી.ના માર્ગો આપી દીધા છે. પ્રોજેકટને જમીન અને અન્ય માળખાકીય સુવિધાઓ પુરી પાડી છે. હવે મેટ્રો પ્રોજેકટના અધિકારીઓ ગણતા નથી. અમપાના સ્થાયી સમિતિના સભ્યો વારંવાર અવાજ રજૂ કરે છે પણ તેમની વાત ગાંધીનગરનું શહેરી વિકાસ વિભાગ ગણકારતું નથી.
ખડી સમિતિના અધ્યક્ષ શોભાના ગાંઠીયા
અધ્યક્ષ અમુલ બળવંતરાય ભટ્ટે ચાર વખત મેટ્રોના સંબંધિત અધિકારીઓને ખરાબ થયેલા એપ્રોચ રસ્તાઓ ઉપર પેચવર્ક અને ડામર કામ કરવા રજૂઆત કરી છે. છતાં એમને પણ મેટ્રોવાળા ગાંઠતા ન હોવાથી અમદાવાદી નાગરિકોની હાલત વધુ કફોડી બની છે.
સ્થાયી સમિતિ અધ્યક્ષ શું કહે છે?
મેટ્રો નીચેથી પસાર થતાં બાજુના માર્ગોનું પેચવર્ક અને રીપેરીંગ કરવા માટે અમૂલ ભટ્ટે સૂચના આપી હોવા છતાં કામગીરી ન કરાતા તેઓ કમિશનર અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક કરી ઝડપથી માર્ગો રીપેર કરવાનું કહેવામાં આવ્યું હતું છતાં કંઈ ન થયું. તે અંગે સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું હતું. તે અંગે અમુલ બળવંતરાય ભટ્ટે એક પ્રતિક્રીયામાં કહ્યું છે.
2014થી પ્રજા પરેશાન
૧૯ ઓકટોબર-૨૦૧૪માં કેન્દ્ર સરકારે રૂ.૧૦,૭૭૩ કરોડની ગ્રાન્ટ અમદાવાદ શહેરમાં મેટ્રો રેલના પહેલાં ફેઝ માટે મંજૂર કરી હતી. ૧૪ માર્ચ-૨૦૧૫ના દિવસે પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે મેટ્રોના પહેલાં ફેઝ માટે અને ૧૭ જાન્યુઆરી-૨૦૧૬ના દિવસે નોર્થ-સાઉથ કોરીડોર માટે ભૂમિપુજન કર્યુ હતું. ત્યારથી અમદાવાદના લોકોની પરેશાની વધી છે.
જાપાનનું ફંડ, અમદાવાદ પરેશાન
જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા) દ્વારા અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ માટે નવેમ્બર-૨૦૧૫માં રૂ.૫૯૬૮ કરોડનું ભંડોળ પહેલાં ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી. બાદમાં વર્ષ-૨૦૧૬માં રૂ.૪૪૫૬ કરોડની રકમ રીલીઝ કરાઈ હતી. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી-૨૦૧૯માં રૂપિયા ૫૩૮૪ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. કુલ પ્રોજેક્ટ રૂ.30 હજાર કરોડ સુધી થઈ જશે. પ્રજાના પૈસે બનતી રેલ પ્રજાને પરેશાન કરી રહી છે.
કરોડોનો ભ્રષ્ટાચાર પણ રોડ માટે ખર્ચ નહીં
ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અને મેટ્રો પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન સંજય ગુપ્તા અને 7 અધિકારીઓ વર્ષ 2012માં રૂ.113 કરોડની માટી કૌભાંડ કર્યું હતું. તેમની ધરપકડ પણ કરી હતી. બીજા એક કિસ્સામાં રૂ 2.62 કરોડ કિંમતનો 603 ટન ટીએમટી સ્ટીલનો જથ્થો પણ ગુમ કરી દેવામાં આવ્યો હતો. વળી ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલે મંજૂર થયા વિનાની પરસાળ પર ઢાંચો બનાવવા માટે રૂ.373,62 કરોડના ખોટા ઉડાઉ ખર્ચા કર્યા હોવાનું કૌભાંડ જાહેર કર્યું હતું. પણ પ્રજાને પરેશાન કરતા માર્ગો માટે ખર્ચ કરવા મેટ્રો ટ્રેન તૈયાર નથી.
કોણ જવાબદાર?
મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા) કંપની અને વિજય રૂપાણી હસ્તકનો શહેરી વિકાસ વિભાગ તથા કેન્દ્ર સરકારની મોદી આ રોડ તૂટવા માટે જવાબદાર છે. મુંબઇ સ્થિત જે કુમાર ઈન્ફ્રા પ્રોજેક્ટસ્ લિમિટેડને એપેરલ પાર્કથી વસ્ત્રાલનો ઠેકો અપાયો હતો. ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં ગ્યાસપુર-શ્રેયસ ભાગનું બાંધકામ રૂ.૩૭૪.૬૪ કરોડના ખર્ચે આઇએલ એન્ડ એફએસને ડિસેમ્બર ૨૦૧૫માં ઠેકો આપવામાં આવ્યો છે.
કયા અધિકારી જવાબદાર?
દુર્ગા શંકર મિશ્રા, ચેરમેન
સહદેવ સીંગ રાઠી, પ્રોજેક્ટ ડાયરેક્ટર
અમીત ગુપ્તા, ચીફ જનરલ મેનેજર કોર્પોરેટ પ્લાનીંગ
મનોજ ગોયેલ, ચીફ જનરલ મેનેજર સીસ્ટમ
સુનિલ કુમાર, ચીફ જનરલ મેનેજર બાંધકામ
આર કે વર્મા, ચીફ જનરલ મેનેજર પ્લાનીંગ
અશોક કુમાર આહુજા, જનરલ મેનેજર બાંધકામ
જીતેન્દ્ર કુમાર શુક્લ, અંદરગ્રાઉન્ડ બાંધકામ
બિરેન પરમાર, ફાયનાન્સ ડાયરેક્ટર