કચ્છના અબડાસાના માજી ધારાસભ્ય અને પ્રદેશ ભજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીને સુરત પોલીસે બળાત્કારના ગુનાનું નિવેદન લેવા તથા મેડિકલ તપાસ માટે તાત્કાલિક હાજર થવા સમન્સ પાઠવ્યું છે. સુરતની એક યુવતીએ ભાજપના માજી ધારાસભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં કરી છે. જેના આધારે સરથાણા પોલીસે સમન્સ પાઠવ્યું છે. તેથી હવે તેને તાત્કાલિક હાજર થવું પડશે. જોકે તે વકીલોની મદદ લઈ રહ્યાં છે. નાયબ પોલીસ કમિશનર ડો. લીના પાટિલે જયંતી ભાનુશાળીને સમન્સ આપ્યું છે. સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર- 247- 2018 મુજબ નિવેદન લેવાનું હોવાથી અને મેડિકલ તપાસની જરૂર હોય આ નોટિસ મળ્યેથી તાત્કાલિક સરથાણા પોલીસમાં હાજર થવું.અત્યાર સુધીમાં પોલીસે પીડિતા, પીડિતાના પિતા, ભાઈ અને માતાનાં નિવેદનો લીધાં છે. એક પેનડ્રાઇન કબજે કરી છે. એટલે કે ફરિયાદી પક્ષ સંદર્ભે પોલીસે જે કાર્યવાહીકરવાની હતી હતી તે પૂર્ણ કરી છે. હવે આરોપી તરફે તપાસ કરવાનું શરૂ કર્યું છે. તેના પહેલા તબક્કામાં સમન્સ મોકલી જયંતી ભાનુશાળીને હાજર થવાની સમજ આપી છે. જો ભાનુશાળી સમયસર હાજર નહીં થાય તો પોલીસ કોર્ટનું શરણું લઈ તેની સામે કાયદાકીય જંગ શરૂ કરશે.
બીજી તપાસ પણ કરવી પડશે
સુરતની યુવતી સાથે દુષ્કર્મ કરવાના આરોપનો સામનો કરી રહેલા અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની બીજી એક કુકર્મકથા બહાર આવી છે. નડિયાદની એક 32 વર્ષની વિધવા સાથે પણ જયંતીના સંબંધો હોવાની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. અલબત્ત, આ કિસ્સામાં એ મહિલા એવું સ્વીકારે છે કે, જયંતી મારી આર્થિક જરુરિયાત પુરી કરતો એટલે તેની જરુરિયાત હું પુરી કરતી હતી. સાથોસાથ આ મહિલા આ રંગરેલીયાને ‘પ્રેમ’ના નામનું રૂપકડું આવરણ પણ ઓઢાડી રહી છે. જો કે, આ ઘટના જયંતી ભાનુશાલીના રંગીન મિજાજને વધુ ઉજાગર કરી રહી છે.
જયંતીની કામલીલામાં ઘણા રાજ ખુલશે
અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલી સામે સુરતની યુવતી દ્વારા દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી એ પછી નડિયાદની પણ એક વિધવાએ પોતાના જયંતી સાથેના શારીરિક સંબંધો હોવાનો ઘટસ્ફોટ કર્યાની ઓડિયો ક્લિપ વહેતી થઇ છે. 32 વર્ષની આ વિધવા ઓડિયોમાં એવું કહી રહી છે કે, ‘હું ગરીબ ઘરની છુ એટલે મારે પૈસાની જરૂર હતી. એક ઇવેન્ટમાં હું જયંતિને મળી પછી અમને બંનેને પ્રેમ થઇ ગયો. એ મારી આર્થિક જરૂરિયાત પુરી કરતા, હું તેની જરૂરિયાત પુરી કરતી. એ ફોન કરીને બોલાવતા ત્યાં હું જતી. પણ, પછી ધીમે-ધીમે મારૂ શોષણ શરૂ કર્યુ. મને પૈસા ન આપે. મને ઘરમાં તકલીફ પડે તો પણ કામ ન કરવા દે અને પોતાની જરૂરિયાત સંતોષી લે.’
જયંતી ફોન કરતો ત્યારે હું જતી અને અમે એન્જોય કરતા
જયંતીના રંગરેલીયાનો ભાંડાફોડ કરતી આ ક્લિપમાં મહિલા કહે છે કે, ‘અમારો સંબંધ 6 વર્ષ ચાલ્યો. જો કે, 6 મહિનાથી બ્રેકઅપ છે. મારો ફોન પણ નથી ઉપાડતા અને બીજા નંબરથી ફોન કરૂં તો અવાજ સાંભળીને ફોન મૂકી દે છે. મારી પાસે એના સ્ક્રીનશોટ મેસેજીસ છે, કોલ રેકોર્ડિંગ છે. મેં સાંભળ્યું કે, સુરતની કોઇ છોકરી સાથે પણ તેણે આવુ કર્યું હતું.’ નવ મિનિટ અને સાડત્રીસ સેકંડની આ ઓડિયો ક્લિપમાં મહિલા પોતાની સ્પષ્ટ ઓળખ પણ આપે છે અને પોતે પોલીસ પાસે પણ ગઇ હોવાનું કહી રહી છે. પીડિતા કહે છે…પોલીસને કહ્યું તો કહે, કાંઇ ન કરાય, માહોલ બગડે.
જયંતી ભાનુશાલી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી ભાજપમાં રહેશે
જયંતી ભાનુશાલીએ પોતાની સાથે પણ વર્ષો સુધી શારીરિક સંબંધ રાખ્યા હોવાનો દાવો કરતી નડિયાદની વિધવા ઓડિયો ક્લિપમાં કહે છે કે, ‘મારી પાસે પુરાવામાં મેસેજીસના સ્ક્રીનશોટ અને કોલ રેકોર્ડિંગ છે. હું પોલીસની પાસે પણ ગઇ હતી. નડિયાદ પોલીસે કહ્યું કે, આવુ કાંઇ ન કરાય. માહોલ બગડે.’
તસવિરો FACEBOOK.COM JAYANTIBHANUSALI