મોટા ભંડારીયા ગામના પુર્વ સરપંચ પુર્વ સરપંચના પતિ અને તત્કાલીન તલાટી કમ મંત્રી વિગેરેની ત્રિપટી દ્વાર બોગસ, ખોટા બનાવટી દસ્તાવેજી પુરાવ ઉભા કરી તેમજ બોગસ લાભાર્થી ઉભા કરી સરકાર સાથે છેતરપીંડી કરી લાખો રૂપિયાનો ચુનો લગાડી ભ્રષ્ટાચાર કર્ય અંગેના દસ્તાવેજી પુરાવા મળી આવતા હાલની ગ્રામ પંચાયત દ્વારા તલ સ્પર્શી ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે. તેમજ કેટલાક અભણ અને અબુઘ્ધ લાભાર્થીના બેંક એકાઉન્ટના વિથડ્રોવલ ફોર્મમાંછેતરપીંડીથી સહીઓ કરાવી લઈ મંજુર થયેલ રકમમાંથી મામુલી રકમ લાભાર્થીને પકડાવી બાકીનો મોટો હિસ્સો આ ત્રીપુટી ઓળવી ગયેલ હોવાના પુરાવા પણ મળી આવેલ છે. આમ સમગ્ર પ્રકરણની તપાસ પુર્ણ થયા બાદ દસ્તાવેજી પુરાવા સાથે જિલ્લા કક્ષાએ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને એસ.પી.ને રજુઆત કરી ફોજદારી કાર્યવાહી કરવા અંગેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમ વર્તમાન સરપંચ અને ઉપસરપંચે એક યાદીમમાં જણાવેલ છે.