મોણવેલ ગામે દીપડાએ બે યુવાનો ને ફાડી ખાધા , બંને ના મોત

અમરેલી,તા.29

અમરેલીના મૉણવેલ ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. સીમમાં  કામ કરી રહેલા બે યુવાનોને દીપડા એ ફાડી ખાધા હતા. યુવાનો પાર દીપડાએ હુમલો કરી દીધો હતો. વારાફરતી કરવામાં આવેલા હુમલામાં બને યુવાનોના મોટ થયા હતા. દીપડો એટલો હિંસક બન્યો હતો કે બંને યુવાનોને દીપડો દૂર સુધી ખેંચી ગયો હતો.બંને ના મૃતદેહ દૂર દૂર થી મળી આવ્યા હતા. દીપડા ના હુમલા ને કારણે હવે મોણવેલ અને આસપાસના લોકો ભયભીત બની ગયા છે. આ હિંસક હુમલા ને કારણે લોકોએ વનવિભાગને દીપડા  તાત્કાલિક અસરથી પકડી લેવાની માંગણી કરી છે. દીપડા ના હુમલા ને કારણે આસપાસના લોકો ખેતર અને સિમમાં કામ માટે જતા પણ ડરી રહ્યા છે. અગાઉ પણ આ જ વિસ્તાર માં એક વ્યક્તિ ઉપર હુમલો કરીને દીપડાએ મૃત્યુ નિપજાવ્યું હતુ. દીપડા ના હુમલા માં તાજેતર માં જ ત્રણ લોકોના મોત થયા છે.