ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલેન્ડેને ટાંકીને ફ્રેન્ચ મીડિયાએ લખ્યું છે કે રફાલ વિમાન બનાવવા માટેના આ 58 હજાર કરોડ રૂપિયાના કરાર માટે ભારત સરકારે જ રિલાયન્સ ડિફેંસનું નામ સૂચવ્યું હતું અને ફ્રાન્સ પાસે આ બાબતે અન્ય કોઈ વિકલ્પ નહોતો. ભારત સરકારે એવું કહ્યું હતું કે, ફ્રેન્ચ કંપનીએ પોતે જ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેંસની પસંદગી કરી હતી.
ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલેન્ડે કહ્યું હતું કે, તેમની સરકાર પાસે આ શરતો સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. કારણ કે તેઓ માલ વેચનાર હતા અને ધંધો મેળવવા માંગતા હતા. હોલેન્ડના દાવાને ડેસોલ્ટના પ્રવક્તાએ નકારી કાઢ્યો હતો. પરંતુ કંપનીના દસ્તાવેજોને લીક કર્યા હતા, તે સૂચવે છે કે ઘણા અધિકારીઓ અનિલ અંબાણી જૂથની કંપનીની ડેસોલ્ટની આઇઓપીની પસંદગીથી ખુશ ન હતા. જો કે, કંપની મેનેજમેન્ટે અહેવાલ આપ્યો છે કે રિલાયન્સની પસંદગી એ સોદાને હલ કરવા માટે ‘પૂર્વ શરત’ હતી.
મોદી સરકારના પ્રતિનિધિઓ અને ભાજપના નેતાઓ જાહેરમાં કહી રહ્યાં છે કે, અનિલ અંબાણી જૂથની કંપનીને ડેસૉલ્ટના ઓફસેટ પાર્ટનર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય ફ્રેન્ચ કંપનીનો હતો. તે નિર્ણયમાં ભારતીય સરકારની કોઈ ભૂમિકા નહોતી. પરંતુ હકીકત તો એ છે કે, ડેસૉલ્ટે ક્યારેય એક મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ આપ્યો નથી : તે શા માટે તેના ભાગીદાર તરીકે અનીલ અંબાણીને પસંદ કરે છે, જેની પાસે રોકાણ માટે કોઈ પૈસા નથી. કોઈપણ પ્રકારના બચાવ માટેના સાધનોના ઉત્પાદનમાં કોઈ અનુભવ અથવા કુશળતા પણ નથી ?
મોદી સરકાર, ગોદી મિડીયા અને સહાનુભૂતિ ધરાવતાં મીડિયા દ્વારા એવા ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે કે, અનીલ અંબાણી જૂથના ઓફસેટ મૂલ્યના 70 ટકા નવા રચાયેલા સંયુક્ત સાહસમાં નથી જઈ રહ્યાં, પરંતુ તે ઘણી કંપનીઓમાં વહેંચવામાં આવશે. હકીકત તો એ છે કે, ભારતમાં ડેસૉલ્ટનું મેન્યુફેકચરિંગ લાઇસન્સ ફક્ત તેના સંયુક્ત સાહસ, ડેસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ સાથે છે, અને અન્ય મેન્યુફેકચરિંગ કોન્ટ્રાક્ટ્સ જે અન્ય કંપનીઓને આપવામાં આવશે, તે આ સંયુક્ત સાહસમાંથી પેટા કરાર હેઠળ લેવાશે. તેથી, શાસનની નજીકના લોકો દ્વારા દાવો કરવામાં આવે છે કે અનિલ અંબાણી જૂથ કુલ ઓફસેટ આવકમાંથી 70 ટકા હિસ્સો મેળવે છે તે વડા પ્રધાન મોદી અને તેના સાથીને ઢાંકવા માટે એક અસ્પષ્ટ અસત્ય છે.
પણ રહસ્ય એ છુપાવી રહ્યાં છે કે, બે સપ્તાહ બાદ મોદી સરકારે યુપીએ સરકારની 600 કરોડ રૂપિયામાં રાફેલ ખરીદવાની ડીલને 1600 કરોડ રૂપિયાની ડીલમાં ફેરવી દીધી હતી. તેથી બધા મૌન હતા.
HAL સમર્થ નથી નો દાવો ખોટો
નક્કી કરેલો સોદો એક પક્ષીય રીતે મોદીએ બદલી કાઢવાનું નક્કી કર્યું, તેનો બચાવ કરવા માટે પ્રધાન મંડળ ઉતરી પડ્યું હતું. જેમાં નાણાં પ્રધાન અરુણ જેટલી, કાયદા પ્રધાન રવિ શંકર પ્રસાદ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને કહ્યું હતું કે, 126 યુદ્ધ વિમાનો ખરીદવાનો મૂળ સોદો રદ કરવો પડ્યો હતો કારણ કે ડેસોલ્ટ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લી. દ્વારા આધુનિક યુદ્ધ વિમાન બનાવવા માટે અસમર્થ હતા. જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ વોરંટીની શરતો પર કરાર કરી શકી નથી આ દાવો સ્પષ્ટ પણે ખોટો છે.
તેનું કારણ એ છે કે, 10 માર્ચ 2015ના દિવસે એટલે કે મોદીએ નવો કરાર કર્યો તેના એક મહિના પહેલાં ડેસોલ્ટ એવિએશનનના મુખ્ય અધિકારી એરિક ટ્રેપિયરે પત્રકારોને કહ્યું હતું કે, ડેસોલ્ટે ભારતને 108 વિમાનો બનાવવા માટે ભારતની કંપની હિન્દુસ્તાન સાથે ઔપચારિકતા કરાર પૂરા કરી દીધા છે. તેના પર સંપૂર્ણ કરાર કરીને સહી સિક્કા કરી દેવામાં આવ્યા છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, એવું પ્રથમ વખત થયું છે કે, ડેસોલ્ટ તેના ફાઈટર જેટ બનાવવાનું કામ અન્ય કંપની સાથે સહ-ઠેકેદાર બનવા માટે સંમત થયા હતા. જેમાં 70 ટકા કામ હિન્દુસ્તન કંપની કરવાની હતી જ્યારે બાકીનું કામ ડેસોલ્ટ કંપની પૂરું કરી આપવાની હતી. દરેક કંપની પોતાના કામના ભાગની જવાબદારી લેશે અને દરેક વૉરંટી આપશે. આ વાતને વિશ્વભરમાં ફ્રેન્ચ મીડિયા અને સંરક્ષણ પ્રકાશનોમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
આ જાહેરાતના એક પખવાડિયા પછી, 25 માર્ચ 2015માં મિરાજ 2000 ફાઈટર જેટને ભારતીય હવાઈ દળને સોંપતી વખતે ફ્રાંસના તત્કાલીન ભારતીય રાજદૂત અને હિન્દુસ્તાન એરોનોટિક્સ અને આઇએએફના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ફરી એક વખત કહ્યું હતું કે, 126 રાફેલ એરક્રાફ્ટ માટે ભારત સાથે તેમની કંપનીની વાટાઘાટો 95% પૂર્ણ થઈ હતી. ભારત અને ફ્રાન્સ કરાર માટેના તૈયાર દસ્તાવેજોની સમીક્ષા કરી રહ્યા હતા. આગામી અઠવાડિયામાં ઔપચારિક રીતે સહી કરી હતી. તે ભાષણ (જેનું વિડિયોગ્રાફી કરવામાં આવી હતી, જે ફ્રેંચ કંપનીની વેબસાઇટ પર છે.), ડેસોલ્ટના સીઈઓએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથેની તેની કંપનીનું જોડાણ ઘણાં વર્ષોથી છે અને રાફેલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર થયા પછી બંને વચ્ચેનો સંબંધ મજબૂત બનશે.
તેના પછી, ટ્રેપિયરને અનેક પ્રસંગોએ ટાંકતા પત્રકારોએ કહ્યું હતું કે તેઓ હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે હંમેશા ખુશ હતા. ફ્રેન્ચ કંપનીને ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીમાં ક્યારેય કોઈ સમસ્યા નહોતી. બંને વચ્ચે જે મતભેદ છે તે દૂર કરાયા હતા.
ભારત સરકાર પોતે વિમાન બનાવી શકે છે
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ટી સુવર્ણા રાજુએ તેમના કાર્યકાળ દરમિયાન ડેસોલ્ટ સાથેના વર્ક-શેર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે કેન્દ્રીય પ્રધાનો દ્વારા કરવામાં આવેલા દાવા સામે ખુલ્લી રીતે પડકારીને લડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ સૌથી આધુનિક સાધનોનું ઉત્પાદન કરે છે. સુખોઈ 30 એમકેઆઈ જે ભારતીય હવાઇ દળનું વર્તમાન મુખ્ય વિમાન છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે આઇએએફ માટે 272 સુખોઈનું ઉત્પાદન કરવા માટે કરાર કરવામાં આવ્યો છે. મે 2018 સુધીમાં 249 વિમાન બનાવીને પહોંચાડ્યા હતા. તેમણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે જો હિન્દુસ્તાન એરોનોટિક્સ શરૂઆતથી ભારેખમ સુખોઈનું નિર્માણ કરી શકે અને તેને જાળવી શકે છે. તો સરકારે દાવો કર્યો કે હિન્દુસ્તાન એરોનોટિક્સ રફલે એ તો હળવા પ્રકારના વિમાન છે તો તે કેમ ન બની શકે ?
HAL તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ને શરૂઆતથી બનાવ્યા છે. IAF, LCAના સ્ક્વોડ્રોન્સ માટે ઓર્ડર આપી દીધા છે. ડેસૉલ્ટ ઉત્પાદિત મિરાજ 2000 એરક્રાફ્ટને સરકાર કંપની અપગ્રેડ કરી રહી છે, તેને જાળવણી રાખી શકે છે. HALએ એકમાત્ર એવી ભારતીય કંપની છે કે જે ફાઇટર જેટ બનાવવાની સંભાવના ધરાવે છે. HALને આ ક્ષેત્રમાં 70 વર્ષથી વધુ વર્ષનો અનુભવ છે. સુવર્ણ રાજુએ સરકારને ડેસલ્ટ સાથે HALએ કરેલા કરારને જાહેર કરવા માટે કહ્યું હતું.
ડેસૉલ્ટ સાથેના મૂળ સોદાને રદ કરવાના સરકારના માટેનું એક માત્ર કારણ મોદીના એકપક્ષી નિર્ણયને ન્યાય આપવાનું છે, જે તેના વ્યવસાયી મિત્રને લાભ આપે છે.
રાફેલ યુદ્ધ વિમાનની ખાસિયત શું છે?
એક કલાકની અંદર 1986નું કિ.મી.નું અંતર કાપી શકે છે. જે ચીનને પહોંચી વળવા માટે પૂરતું છે. રાફેલ વિમાનો ઉપયોગ અફઘાનિસ્તાન, લીબિયા, માલી, ઇરાક અને સીરિયાના યુદ્ધમાં થયો છે. ફ્રાન્સની વાયુસેના પાસે 91 રાફેલ છે. અફઘાનિસ્તાનની લડાઈમાં અમેરિકાના નેતૃત્વવાળા નાટો દળ તથા સદ્દામ હુસેન સામેની લડાઈમાં અમેરિકાએ ઉપયોગ કર્યો હતો. ફોર્થ જનરેશન ટૅકનૉલોજીના વિમાન છે, સૌ પ્રથમ 1986માં તેનું ઉત્પાદન શરૂ થયું હતું. પરમાણુ મિસાઇલ લઈ જઈ શકે છે. 150 અને 300 કિ.મી દૂર નિશાન તાકી શકે તેવી બે મિસાઇલ લગાવેલી હોય છે. આ વિમાન ચીન અને પાકિસ્તાન પાસે નથી. ભારતીય વાયુસેના મિરાજ-2000 મોડેલના 51 વિમાન વાપરે છે તેનું અદ્યતન આવૃત્તિ છે. હવામાં ઊડતું હોય ત્યારે તેમાં ઇંધણ ભરી શકાય છે.