[:gj]સત્તાપલટી- 3 વર્ષમાં ચીને 1 હજાર વખત જમીન પચાવી, સત્તા મેળવવા કોગ્રેસને ભાંડતા મોદી અને મોહન મૌન બની ગયા[:]

[:gj]વડાપ્રધાન બનવા માટે મોદીએ આવું કહ્યું, સત્તા મળતા ચીન સામે તો શું નેપાળ સામે પણ ગભરાઈ રહ્યાં છે. તો પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપશે.

અમદાવાદ 16 જૂન 2020
જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અને સંધવઘના સુપ્રીમો મોહન ભાગવતે આકરી ટીકા કરી ભારતની સત્તા મેળવવા ગંદા ખેલ કર્યા હતા. ચીન ભારતમાં આક્રમણ કરી રહ્યું હોવાની કાગારોળ મચાવીને મોદી વડાપ્રધાન બની ગયાં. લોકોને ઉલ્લુ બનાવી વડાપ્રધાન બની ગયા હવે ચીને 3 વર્ષની અંદર 1008 વખત ભારત માતાની ધરતી પચાવી પાડી છે. હવે મોહન ભાગવત મૌન છે અને મોદી પણ મૌન છે. વાંચો મોદી અને મોહન ભાગવતના જ શબ્દોમાં સમાચારપત્રોના અહેવાલો.

પહેલી વખત સંઘના પ્રચારકોને સત્તા અને સુવિધાનો અહેસાસ થવા લાગ્યો છે. ગુજરાતમાં તો 36 વર્ષથી એ ધીરે ધીરે તેની આદત બની ગઈ હતી. જેના કારણે સાચુ બોલાવાની હિંમત પ્રચારકો પાસે રહી નથી. મોદી સામે બોલાવાની હિમંત ગુમાવી ચુક્યા છે. સંઘના કોઈની તાકાત નથી તે તે બોલી શકે. બે માત્ર શ્રીનાથ ઉપાધ્યાય અને ડો.પ્રવિણ તોગડિયા સત્ય બોલે છે. ઉપાદ્યાએ ચીનના આ સમાચારોના કટીંગ મોકલી આપેલા છે.

કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે સંઘના વડા મોહન ભાગવાત સામાન્ય જીંદગી જીવતા હતા પણ કેન્દ્રમાં ભાજપની સરકાર અસ્તિત્વમાં આવી પછી તેમના જીવનો જોખમ છે તેવા કારણોસર મોહન ભાગવતને ઝેડપ્લસ સિક્યોરિટી આપી દેવામાં આવી હતી. જેના કારણે ભાગવતને પણ સત્તાનો નશો થવા લાગ્યો છે. તેમણે પણ હિન્દુત્વ છોડી રહેલા નરેન્દ્ર મોદીને પસંદ ના પડે તેવી સલાહ આપવાનું છોડી દીધુ છે. જેના પરિણામ સ્વરૂપ સંઘે પોતાની આબરુ પોતાના જ લોકોની વચ્ચે ગુમાવી દીધી. પ્રખર હિંદુવાદી ડો.પ્રવિણ તોગડિયા આજે પણ મોહન ભાગવત અને નરેન્દ્ર મોદીને મોં પર ચોખેચોખું ચોપડાવી શકે છે.[:]