મોદીના પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ જુઠ્ઠું બોલતાં રંગે હાથ પકડાયા

ઓગસ્ટ 2019માં ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરીને જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાને કારણે રાજ્યના પર્યટન પર ખૂબ ખરાબ અસર પડી છે. કાશ્મીર પ્રવાસન વિભાગ પાસેથી આરટીઆઈ હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલ જાણકારી અનુસાર, ઓગસ્ટ ૨૦૧૯માં પ્રવાસીઓની સંખ્યા ૧૦,૧૩૦ હતી. જેની તુલનામાં વર્ષ ૨૦૧૮માં પ્રવાસીઓની સંખ્યા ૮૫,૫૩૪ હતી અને ૨૦૧૭માં ૧,૬૪,૩૯૫ હતી.

સપ્ટેમ્બરમાં પ્રવાસીઓમાં વધુ ઘટાડો નોંધાયો અને આ સંખ્યા ગબડીને ૪,૫૬૨ પર પહોંચી ગઈ. ત્યારે ઓક્ટોબર ૨૦૧૯માં પ્રવાસીઓની સંખ્યા ફક્ત ૯,૩૨૭ હતી. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ ઘણાં પ્રવાસીઓ મુલાકાતે આવ્યા. મળતી માહિતી મુજબ, આ મહિનાઓમાં પ્રવાસીઓની સંખ્યા માત્ર ૧૨,૦૮૬ અને ૬,૯૫૪ રહી છે. આ વિગતો માહિતી કાયદામાં બહાર આવી છે.

ઓગસ્ટથી ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન માત્ર ૪૩,૦૫૯ પ્રવાસીઓ કાશ્મીર આવ્યા. આ સંખ્યા ગયા વર્ષ ૨૦૧૮ના ઓગસ્ટથી ડિસેમ્બર મહિનાની સરખામણીએ ૮૬ ટકા ઓછી છે. ઓગસ્ટ-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન કાશ્મીરમાં કુલ ૩,૧૬,૪૨૪ પ્રવાસીઓ આવ્યા હતા. ત્યારે જો વર્ષ ૨૦૧૭ સાથે આની તુલના કરવામાં આવે તો આ સંખ્યા ૯૩ ટકા ઓછી છે. ઓગસ્ટ-ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન કાશ્મીરમાં ૬,૧૧,૩૪૫ પ્રવાસીઓ આવ્યા હતા.

કાશ્મીર આવતા પ્રવાસીઓની સંખ્યા મોદી સરકાર દ્વારા પ્રચાર કરવામાં આવતી કાશ્મીરની સામાન્ય સ્થિતિ હોવાના દાવાથી બિલકુલ વિપરિત છે. એટલે સુધી કે આ બાબતે મોદીના કેન્દ્રીય પર્યટન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ સંસદમાં ખોટું બોલ્યા છે. તેઓએ અમદાવાદ આવીને પણ જુઠાણા ચલાવ્યા હતા કે, કાશ્મિરમાં પ્રવાસીઓ ઘટ્યા નથી.

ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ શિવશંકર મેનને ચેતવણી આપી છે કે સીએએ, એનઆરસી અને કાશ્મિર મોદી સરકારની કાર્યવાહીથી ભારત સમગ્ર દુનિયામાં અલગ થઈ રહ્યો છે.