મોદી મંત્રીમંડળે બંદર કર્મચારીઓ પુરસ્કાર યોજનાને ચાલુ રાખવા મંજૂરી આપી

નવી દિલ્હી, 29-01-2020

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વર્ષ 2017-18 પછીના સમયગાળા માટે વર્તમાન ઉત્પાદકતા સંબંધિત પુરસ્કાર યોજનાને કોઈ ફેરફાર/સુધારા ન થાય ત્યાં સુધી ચાલુ રાખવા મંજૂરી આપી છે.
આ યોજનાથી મોટા પોર્ટ ટ્રસ્ટો અને ડૉકના 28,821 કર્મચારીઓ/શ્રમિકોને લાભ થશે અને તેનો અંદાજિત વાર્ષિક ખર્ચ 46 કરોડ રૂપિયા થશે. ઉત્પાદકતા સંબંધિત પુરસ્કાર રકમની ગણતરી બોનસ માટે હાલમાં દરમહિને રૂ. 7 હજાર પ્રમાણે થશે. આ યોજનાથી ઉત્પાદનમાં વધારાની સાથે જ બંદરગાહ ક્ષેત્રે વધુ સારા ઔદ્યોગિક સંબંધો અને કાર્યકારી વાતાવરણને વેગ મળશે.
ઉત્પાદકતા સંબંધિત પુરસ્કાર યોજના હાલમાં મોટા પોર્ટ ટ્રસ્ટો અને ડૉક શ્રમ બોર્ડના કર્મચારીઓ/શ્રમિકો માટે ચાલી રહી છે, જેમાં વાર્ષિક ઉત્પાદકતા સંબંધિત પુરસ્કારો સંયુક્ત બંદરોની કામગીરીના સૂચકાંક (અખિલ ભારતીય કામગીરીના 50% અને વ્યક્તિગત પોર્ટ કામગીરીના 50%) ના આધારે વ્યવસ્થાપન અને પોર્ટ ટ્રસ્ટના મજૂર સંગઠનો વચ્ચેના કરાર મુજબ આપવામાં આવે છે.