મોરબીના 16 ટાઈલ્સ કારખાઓએ 89 કરોડના ખોટા બિલો બનાવી વેરા ચોરી કરી

મોરબીની 16 સિરામિક ટાઈલ્સ બનાવતી ફેક્ટરી દ્વારા માલ વેરો નહીં ભરતાં રૂ.17.76 કરોડની છેતરપીંડી, કાવતરું  અને સરકાર સાથે વિશ્વાસ ઘાત કર્યો હોવાની ફરિયાદ  સરકારી ખાતાએ કરી છે. જોકે પ્રજાને સુવિધા ન આપતાં મોરબી શહેરના અધિકારીઓ અને રાજકીય નેતાઓ પ્રજાના પાસેથી વેરાના પૈસા ઉઘરાવીને ઉપર જે કલમો લગાવેલી છે તે જ કલમો તેમની સામે લગાવીને સરકાર ફરિયાદ કરી શકે તેમ હોવા છતાં ગુજરાતના એક પણ વિસ્તારમાં આવી ફરિયાદ તંત્ર સામે કરી નથી. પણ પ્રજા જ્યારે વાંકમાં આવે છે ત્યારે તેમની સામે દેશદ્રોહ જેવા ગુના પણ કરવામા આવે છે.

રાજકોટના વેરા કમિશ્નર વિનોદ મકવાણાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં રાજન ટાઈલ્સ, લેરીક્સ સિરામિક, ઓમકાર સિરામિક, વિનસેત સિરામિક હેસ્ટન સિરામિક, ડેલફાઈન સિરામિક, લેવોર્ડ સિરામિક, વિલિયમ સિરામિક, વોલ્ગાસ સિરામિક, કલાસીસ સિરામિક, કુમકુમ સિરામિક, સેલોની સિરામિક, સેમ્સ સિરામિક, ક્રિષ્ના સિરામિક, કેરોન સિરામિક, મોસ્કો સિરામિક કંપનીના માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આરોપી તરીકે જાહેર કર્યાં છે.

ખોટી વેપારી પેઢી બનાવી ખોટી પેઢીના નામનું ઈમેલ આઈડી બનાવી તેમજ ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ અપલોડ કરીને ફરિયાદીની ઓફીસ ખાતેથી જીએસટી નંબર મેળવી તેના આધારે કુલ રૂ.89 કરોડના 3852 ખોટા બીલ બનાવીને દીધા છે. જેમાં જીએસટી રૂ.17 કરોડ સરકારમાં જમા કર્યા નથી.