મ્યુનિસિપલ કમિશનરની સત્તા પર કાપ મુકાતા જાહેર હિતની અરજી

અમપામાં હાલ ડેપ્યુટી કમિશનરની કુલ બાર જગ્યા છે.આ પૈકી આઠ જગ્યાઓ ભરાઈ છે.આઠ પૈકી સાત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે.રાજય સરકારે ૨૩ મે-૨૦૧૮થી ઠરાવ કરી તમામ મહાનગરપાલિકાઓમાં ડેપ્યુટી કમિશનરની નિમણૂંક કરવાની સત્તા જે અગાઉ મ્યુનિસિપલ કમિશનર હસ્તક હતી તે છીનવી લીધી હોઈ આ નિર્ણય સામે પુર્વ વિપક્ષનેતા બદરૂદીન શેખ દ્વારા રાજય સરકારે આ નિર્ણય લઈ બંધારણની કલમ-૩૭૪નો ભંગ કર્યો હોવાના કારણ હેઠળ હાઈકોર્ટમાં પી.આઈ.એલ.૧૮૦-૨૦૧૯ દાખલ કરી છે.જેની વધુ સુનાવણી ૨૩ ઓકટોબરના રોજ હાથ ધરવામાં આવશે.