મ્યુનિ. કમિશનરના આદેશને ઘોળીને પી ગયા પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ

રાજકોટ,તા:05 કોર્પોરેશન દ્વારા હાલમાં જ શહેરની ટ્રાફિકની સમસ્યાના નિરાકરણરૂપે પૅ એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના નિયમ પ્રમાણે એક કલાક મુજબ ટુ-વ્હીલર માટે રૂ.2 અને કાર માટે રૂ.5નો દર નક્કી કરવામાં આવ્યો છે. જો કે રાજકોટ કોર્પોરેશનના આ આદેશને કોન્ટ્રાક્ટર્સ જાણે ઘોળીને જ પી ગયા હોય તેમ પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ બાઈકચાલક પાસેથી એક કલાકનો રૂ.10નો ચાર્જ જ વસૂલી રહ્યા છે. ગોંડલ રોડ અને માધાપર ચોકડી સહિતના કેટલાકના પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ રૂ.10થી નીચેની કોઈ પાવતી ફાડતા જ નથી.