યુવતી સાથે સંબંધ નહિ રાખવાનું કહી યુવકની ધોલાઈ કરી

અમદાવાદ, તા. 3.

શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા યુવકને એક યુવતી સાથે સંબંધ હોવાથી એક મહિલા સહિત ચાર જણાએ આવીને તે યુવતી સાથે સંબંધ નહિ રાખવાનું કહીને હોકી વડે માર માર્યો હતો. આ અંગે યુવકે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના થલતેજ વિસ્તારમાં સાંદીપની સોસાયટી સામે મલાઈ તળાવના છાપરાંમાં રહેતા ભરતભાઇ કાંતિભાઈ વાળા નામના યુવકને પારૂલ નામની યુવતી સાથે સંબંધ છે. આ યુવતી સાથેના સંબંધના કારણે સેટેલાઈટના જોધપુર ખાતે ઔડાના મકાનમાં રહેતા બાબુભાઈ, બાબુભાઈના પત્ની હંસાબેન, રેંચો તેમજ રાજુ ગૂંદીવાળો તેના ઘરે આવ્યા હતા. આ ચારેય જણા ભરતભાઈને કહ્યું હતું કે, તારે પારૂલ સાથે કોઈ સંબંધ રાખવાનો નથી, તેમ કહીને ગાળો આપી હતી. આ લોકોએ  લાકડાની હોકી સહિતના હથિયાર વડે ભરતભાઈને માર માર્યો હતો. જેના કારણે તેના હાથ, પગ અને મોઢા ઉપર ઇજાઓ પહોંચી હતી. આ અંગે ભરતભાઈએ સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.