[:gj]ખુશ્બૂનો હત્યારો આઇટીઆઇમાં અભ્યાસ કરતો જય વ્યાસ [:]

[:gj]વડોદરા: પાદરા તાલુકાના ચાણસદ ગામમાં તળાવમાંથી ખુશ્બૂની લાશ મળી હતી, એમ.એસ.યુનિવર્સિટીમાં બીકોમમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી અને પિતાની છત્રછાયા વગરની ખુશ્બૂની લાશ તાડપત્રીમાં લપેટીને તલાવમાં ડૂબાડી દેવામાં આવી હતી, તેના હાથપગ કેબલ વડે બાંધેલા હતા, શરીરના ભાગે ઇજાઓ હતી, એક લાકડા સાથે તાડપત્રી બાંધીને તેની લાશ તળાવમાં ડૂબાડી દેવામાં આવી હતી, આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે, આઇટીઆઇમાં અભ્યાસ કરતો નાની ઉંમરનો જય વ્યાસ તેનો હત્યારો નીકળ્યો છે.

ષડયંત્ર

11 ડિસેમ્બરના રોજ આરોપી બપોરના સમયે પોતાની દાદીને આંગણવાડીમાં મુકી આવ્યો હતો, બાદમાં તે ઘરમાં એકલો હતો, પારિવારીક સંબંધો હોવાથી તેને ખુશ્બૂને ચોપડીના પુંઠ્ઠા ચઢાવવા ઘરે બોલાવી હતી, પરંતુ ખુશ્બૂએ વિચાર્યું પણ નહીં હોય કે જેને તે ધર્મનો ભાઇ માને છે તે એક હવસખોર શખ્સ છે, જ્યારે ખુશ્બૂ તેના ઘરે પહોંચી ત્યારે જય વ્યાસે ઘરનો દરવાજો બંધ કરીને ખુશ્બૂ સાથે શારિરીક સંબંધો બનાવવા બળજબરી શરૂ કરી હતી, હથોડી વડે હુમલો કર્યો હતો, માસૂમ ખુશ્બૂએ તેનો પ્રતિકાર કરીને ઘરના બીજા માળે આવેલા બાથરૂમમાં તે પુરાઇ ગઇ હતી, પરંતુ આરોપી જય વ્યાસ તેને છોડવા માંગતો ન હતો, તે કોઇ પણ રીતે તેની સાથે સંબંધ બનાવવા માંગતો હતો, બાથરૂમની કડી તૂટી જતા જય વ્યાસે બુમો પાડી રહેલી ખુશ્બૂનું મોઢું બંધ કરી દેવા તેને હથોડી મારી હતી, બાદમાં ઘરમાં પડેલી કુહાડીથી તેના ગળાને કાપી નાખ્યું, વાયર વડે તેના હાથપગ બાંધીને કાળો શર્ટ અને ચાદર વિંટાળીને તાડપત્રીમાં તેની લાશને પોતાના ટુવ્હીલરમાં લઇ ગયો અને ગામના તળાવમાં ફેંકી આવ્યો.

જયના માતા-પિતાની ધરપકડ

હત્યારા જય વ્યાસે ખુશ્બૂનો મોબાઇલ તળાવમાં ફેંકી દીધો હતો, તેના ચપ્પલ અવારૂં જગ્યાએ ફેંકી દીધા હતા, હથોડી અને કુહાડી પણ તેની લાશની સાથે તળાવમાં જ નાખી દીધા હતા, આ હત્યામાં પોલીસે જય વ્યાસના માતા-પિતાની પણ ધરપકડ કરી છે, આ લોકોએ જ્યારે ઘરમાં લોહીના ડાઘા જોયા તો તેમને ખબર પડી ગઇ કે તેમના કપૂતે કોઇ કારસ્તાન કર્યું છે, તેની પોલીસને જાણ કરવાને બદલે તેને મદદ કરી હતી, સમગ્ર કેસ સ્વામીનારાયણ મંદિરના સીસીટીવીના ડીવીઆરને આધારે ઉકેલાઇ ગયો છે.[:]