રાજકોટ,તા.06
રાજકોટમાં લવજેહાદના ચોકાવનારા કિસ્સામાં યુનિવસિર્ટી પોલીસ આરોપી અને તેની માતાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી મૈત્રીકરાર કબજે કરવા તપાસનો શરુ કરી છે.યુવતીના મંગેતર સહિત જમીલના ભાઈઓ તેમજ સંડોવાયેલા મિત્રોની શોધખોળ શરૂ કરી છે તેમજ યુવતીને ધમકાવી નિવેદન અપાવનાર એડવોકેટ કોણ છે તેના સહિતની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ ફરિયાદીએ જણાવ્યું હતું કે યુવતીને મોહજાળમાં ફસાવી તેની પર દુષ્કર્મ ગુજારી ધાક ધમકી આપી બળજબરીથી સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરી નાખી હતી. તેની સગાઈ તોડવા માટે પ્રેમીએ ધમપછાડા કર્યાની ચોકાવનારી વિગતો બહાર આવી હતી જેમાં પ્રેમીના અસહ્ય ત્રાસથી કંટાળી યુવતીએ ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી નાંખી હતી. આરોપી જમીલ સોલંકી અને તેની માતા આસમાની ધરપકડ કરી રિમાન્ડની માગણી કરતાં તેના છ દિવસના રિમાન્ડ મંજુર થયાં હતા. આ રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપી એવા મા દિકરા પાસેથી વિગતો કઢાવવાનો પ્રયાસ કરશે. જેને કારણે આ સમગ્ર મામલા ઉપરથી પડદો ઉચકાશે.