રાજકોટ, તા. ૨૦ : રાજય સરકારે દસ્તાવેજો વગેરે માટે ૧લી ઓકટોબરથી ઈ-સ્ટેમ્પીંગ ફરજીયાત બનાવ્યુ છે જોકે તેની સામે ઉહાપોહ પણ મચ્યો છે, બીજીતરફ રાજય સરકારે દરેકને વ્યવસ્થા કરવા સુચના આપી છે. કલેક્ટરે તથા અધિકારીઓએ બેન્ક મેનેજર સહિત તમામ બેન્કરો સાથે મીટીંગ કરી હતી. જેમાં ફળીભૂત થયા મુજબ હાલ રાજકોટની ૧૬ સરકારી બેન્કોમાં ઈ-સ્ટેમ્પીંગ થાય છે. બીજી ૧૬ બેન્કો ચાલુ કરશે. તે ઉપરાંત રાજકોટ નાગરીક સહકારી બેન્ક અને જીલ્લા સહકારી બેન્ક તેની હેડઓફીસ ઉપરાંત તમામ બ્રાંચોમાં ઈ-સ્ટેમ્પીંગ – ફેન્કીંગ કરશે. આમ શહેર – જીલ્લાની ૪૦૦ બેન્ક બ્રાંચોમાં સ્ટેમ્પીંગ થનાર હોય લોકોને કોઈ મુશ્કેલી નહિં પડે તેવી આશા રાખવામાં આવી રહી છે.