[:gj]આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ દરદી માટે ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન સેવા[:]

[:gj]પ્રવર્તમાન નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની વૈશ્વિક મહામારીનાં કારણે રાજ્યમાં કોરોના વાયરસનાં ચેપગ્રસ્ત દરદીઓ અને તેના કુટુંબીજનો તેમજ તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોઇ તેવા સંજોગોમાં આવા વ્યક્તિઓને શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓનાં નિવારણ માટે  રાજયમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન સેવા જીવીકે ઇએમઆરઆઇ ૧૦૮ કઠવાડા-અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે.

આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દરદીઓને ૨૪×૭ સતત ૨૪ કલાક માટે એમ.બી.બી.એસ, એમ.ડી.ફિઝિશિયન, ક્લીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇંક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડીસીન, ટેલી કાઉન્સેલિંગ( પરામર્શ ) અને ટેલી એડવાઇઝ (સલાહ) આપવામાં આવે છે. તેમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.[:]