સૌરાષ્ટ્રને રૂ.1250ના ખર્ચે AIIMS (ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન) આપ્યા બાદ હવે સુરત અને અમદાવાદને રૂ.820 કરોડની હોસ્પિટલ આપવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. પણ વડોદરાને ફરી એક પખટ ઠેંગો બતાવવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે અમદાવાદની જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ સાથે જોડાયેલી સોલા સિવિલ હોસ્પિટલને રૂ.242 કરોડ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં 560 કરોડના ખર્ચે સુપર સ્પેશ્યાલિટી સારવાર માટે નવી હોસ્પિટલોને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારની રૂ.120 કરોડની સહાય સાથે રૂ.820 કરોડના ખર્ચે આ બન્ને સ્થળે નવી હોસ્પિટલ બનશે.
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નિર્માણ થનાર આ નવી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં 61 હજાર ચોરસ મીટર વિસ્તારની 10 માળથી વધું ઉંચાઈની હોસ્પિટલ બનશે જેમાં, કાર્ડીયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, ગેસ્ટ્રોલોજી, એન્ડોક્રીનોલોજી, કાર્ડીયો વાસ્ક્યુલર સર્જરી, પીડીઆટ્રીક, પ્લાસ્ટીક સર્જરી, યુરોલીજી તથા ગેસ્ટ્રોલોજી બેઝમેંટ પાર્કીંગ, 6 ઓપરેશન થીએટર અને 2 કેથલેબની સુવિધા સાથે વધારાની સુપર સ્પેશ્યાલિટી સારવાર માટે 550 પથારી હશે. નર્સિંગ ક્વાટર્સ, પી.જી હોસ્ટેલ હશે.
સોલા ખાતેની જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ 2010માં થઈ હતી. 150 તબિબી શાખાના વિદ્યાર્થીઓ સાથે થઈ હતી. આજે રોજ 1400 દર્દીઓને ઓ.પી.ડી. સારવાર આપવામાં આવે છે. હાલની હોસ્પિટલમાં 750 પથારી છે. જેમાં હોસ્પિટલ બિલ્ડીંગ, મેડીકલ કોલેજ, ટ્રૌમા સેન્ટર, ઓ.પી.ડી. બ્લોક, 1080 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની ક્ષમતાવાળી છોકરા તેમજ છોકરીઓના છાત્રાલય છે. 120 પી.જી.ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, સ્ટાફ ક્વાટર્સ છે. હવે સુપર સ્પેશ્યાલિટી સારવારની સુવિધા ઉભી થશે.
સુરત ખાતે હયાત હોસ્પિટલમાં વિસ્તૃતીકરણ કરાશે. તે માટે રૂ.120 કરોડની કેન્દ્ર સરકારે સહાય પણ મંજૂર કરી છે. સુરત ખાતે રૂ.352 કરોડના ખર્ચે 560 પથારીવાળી નવી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનશે. જેમાં કાર્ડીયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, ગેસ્ટ્રોલોજી, એન્ડોક્રીનોલોજી, કાર્ડીયો વાસ્ક્યુલર સર્જરી, પીડીઆટ્રીક, પ્લાસ્ટીક સર્જરી, યુરોલીજી તથા ગેસ્ટ્રોલોજીને લગતા નિષ્ણાંત તબિબો દ્વારા સારવાર અપાશે.
રાજકોટને કેમ વધું ?
રાજકોટને AIIMS હોસ્પિટલ આપવાની જાહેરાત થઈ હતી. રાજકોટમાં જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગામ પાસે 200 એકરમાં રૂ.1250 કરોડના ખર્ચે 20 સુપર સ્પેશિયાલિટી વિભાગો, 750 બેડ, દરરોજ 1500 દર્દીઓની ઓપીડી, 100 એમબીબીએસ અને 60 બી.એસ.સી.(નર્સિંગ)ની બેઠક ધરાવતી મેતબીબી કોલેજ 4 વર્ષમાં મળશે. ઓક્ટોબર 2019થી કામ શરૂ થવાનું છે.
ગાંધીનગર અને વડોદરા માટે શું ?
AIIMS આમ તો વડોદરાને મળવી જોઈતી હતી. પણ સૌરાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભામાં મત મેળવવા માટે રાજકીય નિર્ણય લઈને રાજકોટને 11 જિલ્લા માટે આપવામાં આવી હતી. હવે, વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલને આધુનિક બિલ્ડીંગો બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે.
ગાંધીનગર ખાતે સિવિલ હોસ્પિટલનું વિસ્તૃતીકરણ કરાશે.