રાજકોટ,તા:૦૮ કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ફરી હેલમેટના કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે કોંગ્રેસ કાર્યકરોએ ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે.
વાહન વ્યવહારના કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમોનો કોંગ્રેસ દ્વારા અગાઉ પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે દશેરાના પ્રસંગને આનુસંગિક કોંગ્રેસે હેલમેટ પહેરેલા રાવણના પૂતળાનું દહન કર્યું હતું, ઉપરાંત ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર પણ બોલાવ્યો હતો.