રાજકોટમાં રૂ.8 કરોડનું ‘ઓપો-વિવો’ હોર્ડિંગ્સ કૌભાંડ

રાજકોટ મહાનગરપાલિકામાં કરોડોનાં ઓપો-વિવો હોર્ડિંગ્સનું કૌભાંડને ખુલ્લુ પડાયા બાદ હવે કોંગ્રેસના વિરોધપક્ષનાં નેતા વશરામભાઇ સાગઠીયાએ જાહેર કર્યું હતું કે, રાજકોટ શહેરભરમાં લાગેલા ઓપો-વીવોનાં હોર્ડીંગ જીડીસીઆર કાયદાનો સરેઆમ ભંગ છે. મનમાં ધારે તો નીતિ-નિયમોને નેવે મુકીને લાગેલા હોર્ડીંગ્સ ઉતરાવી અને દંડ કરી શકાય તેમ હોવા છતાં કોઈ પગલાં ભરાયા નથી.

બન્ને કંપનીઓએ કરોડોનો ચુનો ચોપડયો છે. આ કૌભાંડ મામલે કમિશ્નરની ચેમ્બર સામે કોંગ્રેસે ધરણા કર્યા હતા.  કોર્પોરેશનની પૂર્વ મંજુરી હોવી જોઇએ જે આજ દિવસ સુધી લીધી નથી. છેલ્લા બે વર્ષ ઉપરથી આખુ રાજકોટ ઓપો-વિવોના બેનર ભરી દીધેલ છે.

રીંગરોડ ઉપર વધારેમાં વધારે 20/40 ફુટ જ બેનર બોર્ડ લગાવી શકાય પરંતુ આ બે કંપનીઓએ આખા રાજકોટમાં નાના રોડ ઉપર પર 20/40 ના અને મોટા રોડ ઉપર 50/50 અને 40/40 ના મોટા બેનરો મારી જીડીઆરસીના નિયમનો ખુલ્લેઆમ ભંગ કરેલો છે. રાજકોટ કોર્પોરેશનનાં 8 થી 9 કરોડ રૂપિયા ડુબાડયા છે જે રાજકોટની જનતાના પૈસા છે કોના ઇશારે કોર્પો.ના અધિકારીઓ પગલા લેતા નથી તે જ સમજાતું નથી. રાજકોટમાં ઓપો-વિવો ઉપર જેનો હાથ છે તેવા મોટા ગજાના રાજકારણી છે એ સમજી લેવું જોઇએ કે અંતે તો પ્રજા જ મહાન છે.
આજ લોકોએ તમને મોટા બનાવ્યા છે તેવા રાજકોટની પ્રજાના પૈસા શા માટે ઓપો-વિવોને અપાવ્યો છે તેની પાસેથી શા માટે વસુલ કરવા નથી દેતા હવે સુધરો તો સારુ નહીંતર અમારે નાછુટકે તેમના સંબંધો ખુલ્લા પાડવા પડશે. પ્રજાને 8 થી 9 કરોડ રૂપિયા જેવી રકમ જે મળવાપાત્ર છે તે મળવા દે તેવી માંગ કરી છે. જીડીસીઆર કાયદાનો સરેઆમ ભંગ
જીડીસીઆરના નિયમ મુજબ મંજુરી વગર કોઇ બોર્ડ લગાડયું હોય તો તે બોર્ડના દંડ સાથે (પેનલ્ટી) સાથે રકમ વસુલવી જોઇએ અમારી માંગણીના હિસાબે કોર્પો. ને અમુક જગ્યાએ બોર્ડના પૈસા વસુલ કરવાનું બે થી ત્રણ જગ્યાએ શરૂ કર્યુ છે પરંતુ ર7પ ઉપર જગ્યાએ બોર્ડ લાગેલા છે તેનું શું ? એસ્ટેટ અધિકારીઓ અને ટી.પી. અધિકારીઓ એ ન ભુલે કે અંતે તમે પ્રજાના પરસેવાની કમાણીમાંથી પગાર મેળવો છો.