રાજકોટ નવા હવાઈ મથકે બોઈંગ ઊતરી શકશે

…………
રાજકોટમાં વૈશ્વિક કક્ષાના કોડ-સી ટાઇપના હવાઈ મથક પર બોઇંગ સિવાય એરબસનું પણ ઉતરી શકશે.

રાજ્ય સરકાર દ્વારા હવાઈ મથક બનાવવા માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને કુલ ૬૦૭ હેક્ટરથી વધુ જમીન વિના મૂલ્યે ફાળવવામાં આવી છે. જેના માટે જરૂરી તમામ મંજૂરી લેવામાં આવી છે. આ માટે ૯૬ ટકા જમીન સરકારી અને ૪ ટકા જમીન યોગ્ય વળતર આપીને નિયમોનુંસાર સંપાદિત કરવામાં આવી છે સંબંધિત ગામ લોકોએ પુરતો સહકાર આપ્યો છે જેમાં રાજકોટ અને સુરેન્દ્રનગર બંને જિલ્લાઓની જમીનનો સમાવેશ થાય છે.

કોડ-સી પ્રકારના એરપોર્ટ થી ૩૬ થી ૫૨ મીટરની પહોળી પાંખો ધરાવતા વિમાનો, ઉડી શકે તેમજ ઉતરાણ કરી શકે તે માટે ૧૮૦૦ થી ૩૦૦૦ મીટરનો રન-વે તેમજ ૩૫૦ યાત્રીઓની ક્ષમતા ધરાવતા વિમાનોનું આવન-જાવન થઇ શકે તેવા પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમ વધુ વિગતો આપતાં મંત્રીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.