ગાંધીનગર, તા.18
બિનસચીવાલય કર્મચારીઓની ભરતી માટે પરીક્ષા રદ કરવામાં આવી તેની પાછળ કેટલાંક કારણો પૈકી આઉટસોર્સ માટે કામ કરતી ભાજપની એજન્સીઓ પણ જવાબદાર માનવામાં આવી રહી છે. 3થી 4 લાખ કર્મચારીઓ સરકારમાં આઉટસોર્સથી લેવામાં આવેલા છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં 4થી 5 લાખ બીજા કર્મચારીઓ આઉટસોર્સથી કામ કરે છે તે મળીને કુલ 9 લાખ કર્મચારીઓ આઉટસોર્સથી કામ કરી રહ્યા છે.
ખાનગી એજન્સીઓથી સરકારમાં કર્મચારીઓ પુરા પાડનારી કંપનીઓ મોટા ભાગે ભાજપના નેતાઓ કે અધિકારીઓની છે અથવા તેમની સાથે જોડાયેલા છે. જેમાં તેઓ સગાવાદ અને કાર્યકર્તા વાદ ચલાવવામાં આવે છે. ઓછું વેતન, નિમણુંકના પૈસા, સગાવાદ, સગાઓને નોકરીએ રાખવામાં આવે છે. વર્ગ 3 અને 4ના કર્મચારીઓ આઉટસોર્સ તરીકે લેવામાં આવે છે. જેમાં શિક્ષણ, વહીવટી કચેરીઓ, વન વિભાગ, સરકારના તમામ વિભાગો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બોર્ડ નિગમ, પેટા કચેરીઓ અને કમીશ્નરોની કચેરીઓમાં આઉટસોર્સથી ભરવામાં આવે છે.
સરકાર આપે 14 હજાર, કર્મચારીને મળે રૂ.6 હજાર
આઉટ સોર્સીંગથી પૂરા પડાતાં કર્મચારીઓને સરેરાશ પગાર રૂ.6થી 15 હજાર પગાર આપવામાં આવે છે. તેની સામે સરકાર રૂ.14 હજારથી રૂ.25 હજાર દરેક કર્મચારી દીઠ આપે છે. તેમ જન અધિકાર મંચના પ્રવિણ રામે જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં પગાર કૌભાંડ ચાલી રહ્યું છે. જો કર્મચારીઓની ભરતી કરી દેવામાં આવે તો આ કૌભાંડ અટકી જાય તેમ છે. ચેક દ્વારા ચૂકવવામાં આવે છે પણ રોકડા લઈ લેવામાં આવે છે. શિક્ષકોનું આમાં મોટું શોષણ થાય છે.
વર્ષ 5400 કરોડનો પગાર તફાવત
આમ જો માત્ર રૂ.5 હજારનો પગાર ગોટાળો ગણવામાં આવે તો આમ 9 લાખ કર્મચારીઓના પગાર તફાવતના વર્ષે રૂ.5400 કરોડનું કૌભાંડ માનવામાં આવી રહ્યું છે. જે 22 વર્ષનું ગણવામાં આવે તો રૂ.60 હજાર કરોડનું પગાર તફાવત કૌભાંડ ગણી શકાય છે.
વેટ, જીએસટી, સેવા વેરાનું અબજોનું કૌભાંડ
22 વર્ષના ભાજપના આઉટસોર્સીંગના રાજમાં વેટના નામે વસૂલ કરેલા રૂ.2,000 કરોડ કેન્દ્ર સરકારમાં આપવાના થતાં હતા તે રાજકારણીઓની એજન્સીઓએ ચૂકવેલા નથી. વેરાની એટલી વ્યાપક ચોરી થઈ છે, કે તે કૌભાંડ સરકારે દબાવી દીધું છે. કારણ કે જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે મોદી સરકારે કેન્દ્રને વેરો ન આપવો પડે તેથી ગુજરાત ભાજપના કેટલાંક નેતાઓએ કર ચોરી કરી હતી. જો કેન્દ્ર સરકાર તપાસ કરે તો એકના એક બિલો મંજૂર કરાવીને અબજો રૂપિયાનું કૌભાંડ ભાજપની 4 સરકારનોમાં થયું છે. જેની શરૂઆત નરેન્દ્ર મોદીની સરકાર વખતથી થઈ હતી. રૂપાણીની સરકારમાં તેનો વ્યાપ વધી ગયો છે. આઉટસોર્સીંગ કરીને રાજનેતાઓને કર્મચારીઓનું શોષણ કરીને પૈસા કમાવવાનું સાધન બની ગયું છે
ઊંડી તપાસ થાય તો ઘણું બહાર આવે
વર્ગ 3 અને 4 ભરવામાં કૌભાંડો થઈ રહ્યાં છે તેની ઊંડી તપાસ કરવામાં આવે તો ભાજપના મળતીયાઓની આ એજન્સીઓ અને પગાર કૌભાંડ બંધ થઈ જાય તેમ છે. પગારની સાથે ચૂકવાતા વેટ, જીએસટી, સેવા વેરો, વેચાણ વેરાના એક ચલણ રજૂ કરીને અનેક કચેરીઓમાંથી સરકારના નાણાં લઈ લેવામાં આવ્યા છે. બિલ એક રજૂ કરે છે અને અલગ અલગ કચેરીથી નાણાં લેવામાં આવે છે. કર ઉઘરાવી લેવામાં આવે છે અને તે સરકારમાં ભરાતો નથી અથવા ઓછો ભરે છે. આમ વેરાનું અબજોનું કૌભાંડ થયું છે. અમદાવાદની એક જ કંપનીએ રૂ.2000 કરોડના વેરાની ચોરી મનમોહન સિંગની સરકાર વખતે ગુજરાતમાં કરી છે.
કોંગ્રેસનો આરોપ
કોઇ કર્મચારીનું ફરજ દરમિયાન અકસ્માદત કે કુદરતી મૃત્યુક થાય તો તેવા કિસ્સાભમાં તેમના કુટુંબને (સીધી લીટીના કાયદેસરના વારસદારને કોઈ લાભ મળતા નથી. તેમ કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશી કહે છે. તેમણે આરોપ મૂક્યો હતો કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સાથે જોડાયેલા લોકો આવી ચોરી કરી રહ્યાં છે. ગુજરાતમાં કોન્ટ્રાકટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારી, બેરોજગાર યુવાનો, ગ્રાન્ટ ઇન એડના શિક્ષકો, આશા બહેનો, આંગણવાડી બહેનો, ઇલેક્ટ્રિક આસીસ્ટન્ટ, સફાઈ કર્મચારીઓ, 108 ના કર્મચારીઓ, ફિક્સ પગારના કર્મચારીઓ, ફાર્મસીસ્ટો, દિવ્યાંગો, પશુધન નિરીક્ષકો, કમીશન પર કામ કરતા કર્મચારીઓને અન્યાય થઇ રહ્યો છે ત્યારે આ તમામ શોષિત લોકો 30 લાખથી પણ વધુ છે.