રાજયમાં 16મી સપ્ટેમ્બરથી નવો મોટર વાહન કાયદો અમલી કરવામાં આવશે

ગુજરાતના છે, જે કેન્દ્ર સરકારના નવા મોટર વાહન કાયદા અન્વયે છે. આ નવા કાયદાનો અમલ 16મી સપ્ટેમ્બરથી શરૂ કરાશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિયમો નો અમલ લોકો ને હેરાન કરવા નહિ પરંતુ નાગરિકોની સલામતિ સેફ્ટી માટે છે.

ગુજરાતમાં મોટર વાહન એક્ટનો સખ્તાઇથી અમલ કરવા માટે મુખ્યમંત્રીએ સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં મિડીયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ભારત સરકાર દંડની જે રકમ નક્કી કરી છે તેમાં સુધારા કરવામાં આવ્યા છે. કેન્દ્રએ જ્યારે કાયદો અમલમાં મૂક્યો ત્યારે રાજ્યોમાં તેમાં સુધારા-વધારા કરવાની છૂટ આપી હતી જેનો ઉપયોગ કરીને સામાન્ય વ્યક્તિઓ માટે થોડી રાહતો આપવામાં આવી છે, જ્યારે કોઇની જીંદગી સાથે ચેડાં કરતાં વાહન ચાલકો સામે આકરા પગલાં અને દંડની જોગવાઇ કરવામાં આવી છે.

93 કલમોમાં 400 સુધારાઓ

ગુજરાત સરકારે કેન્દ્રના મોટર વાહન અધિનિયમમાં ફેરફારો કરી કુલ 93 કલમોમાં 400 જેટલા સુધારા કર્યા છે જે પૈકી 24 કલમોમાં વાહનચાલકો, વાહન ઉત્પાદકો, ટ્રાન્સપોર્ટરો, સરકારી અધિકારીઓ વિરૂદ્ધ પણ દંડનિય જોગવાઇ કહી છે. આ કાયદાનો અમલ દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં થઇ ચૂક્યો છે. હવે ગુજરાતમાં તેનો અમલ 16મી સપ્ટેમ્બરથી થશે.

રાજ્યના નાગરિકોની સલામતી માટે મુખ્યમંત્રીએ કોઇ બાંધછોડ આપી નથી. જેવી કે રજીસ્ટ્રેશન, લાયસન્સ વિના વાહન ચલાવવું, નશો કરીને વાહન ચલાવવું કે પુરઝડપે વાહન હંકારવું તેવા કિસ્સામાં મહત્તમ દંડની જોગવાઇ કરવામાં આવી છે. ટ્રાફિકના ગુનાઓના નિયંત્રણ માટે સરકાર દ્વારા ટ્રાફિકના ગુનાઓની પેમેન્ટ સહિતની કામગીરી ડિજીટલ સ્વરૂપે સ્વિકારાશે. એટલું જ નહીં ટ્રાફિક પોલીસ મોબાઇલમાં દસ્તાવેજો રાખશે તેને પણ માન્ય ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રાફિકને લગતા તમામ ગુનાઓની વિગતો ઓટોમેટીક આરટીઓ તેમજ પોલીસના ડેટાબેઝમાં અપડેટ થવાથી કોઇપણ ગુનેગાર છટકી શકશે નહીં.

ગુનો અને દંડની જોગવાઇ

વિગત હાલનો દંડ નવો દંડ
લાયસન્સ સહિતના દસ્તાવેજ ન હોવા 100 પ્રથમ વખત 500, બીજી વખત 1500
અડચણરૂપ પાર્કિંગ 100 પ્રથમ વખત 500, બીજી વખત 1500
કાચ પર ડાર્ક ફિલ્મ હોવી 100 પ્રથમ વખત 500, બીજી વખત 1000
ચાલુ વાહને મોબાઇલ પર વાત 100 પ્રથમ વખત 500, બીજી વખત 1000
હેલ્મેટ ન પહેરવું (તમામ સવારો માટે) 100 500
સીટબેલ્ટ ન બાંધવો 100 1000
મોટર સાયકલમાં ત્રિપલ સવારી 100 100
ભયજનક રીતે વાહન ચલાવવું 1000 પ્રથમ વખત 5000, બીજી વખત 10,000
ઓવર સ્પીડ 400 એલએમવી માટે 2000, એલએમવી સિવાય 4000
લાયસન્સ વિના વાહન ચલાવવું 500 ટુવ્હિલર-2000, ફોર વ્હિલર- 3000
રજીસ્ટ્રેશન વિના વાહન ચલાવવું 500થી 2000 1000 થી 5000
ફીટનેસ વિના વાહન ચલાવવું 5000 500 થી 5000
થર્ડપાર્ટી વિના વાહન ચલાવવું 500 થી 1000 2000 થી 4000
પ્રદૂષણ યુક્ત વાહન 1000 1000 થી 3000
અવાજ પ્રદૂષણ 100 1000
ખેતીવિષયક વાહનો 1000 1000
જાહેર જગ્યામાં રેસ કરવી 500 5000
એમ્બ્યુલન્સ-ફાયરને સાઇડ નહીં આપવી 100 1000