રાજ્યના 79 આઈએએસ ની સામૂહિક બદલી: રાજકોટને વધુ પ્રાધાન્ય

ગાંધીનગર,તા.30

ગુજરાતના 79 આઇએએસ ઓફિસરોની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સિનિયર અધિકારીઓ. મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ બોર્ડ કોર્પોરેશનના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બદલીઓમાં સામાન્ય રીતે રાજકોટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

શાહની ગુજરાત મુલાકાત બાદ બદલી

અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના મહત્વના વિભાગોમાં અધિકારીઓની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના રાજકોટ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર બંછાનિધિ પાનીને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ કલેક્ટર રાહુલ બી. ગુપ્તાને ઉદ્યોગ કમિશનર બનાવવામાં આવ્યા છે. અગાઉ રાજકોટ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા વિક્રાંત પાંડેને પણ અમદાવાદ કલેક્ટર તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું. તેમના પછી રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર વિજય નહેરાને અમદાવાદમાં મૂકવામાં આવ્યા હતા.

જો કે સ્પેશિયલ પ્રોજેક્ટ (ધોલેરા સર અને માંડલ બેચરાજી સર)ના સીઈઓ તરીકે રાહુલ ગુપ્તાને જાળવી રાખવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

એ ઉપરાંત સામાન્ય વહીવટના એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતાસિંઘની ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ કમલ દાયાનીને મૂકવાના આવ્યા છે. જ્યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિડના મેનેજિંગ ડિરેક્ટર અને રાજ્ય સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી તથા ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગનો વધારાનો હવાલો સંભાળી રહેલા પંકજ જોશીને જીયુવીએનએલ માંથી મુક્ત કરી સંપૂર્ણ રીતે પ્રિન્સિપલ સેક્રેટરી અને ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

રાજ્યના પ્રવાસન વિભાગનો હવાલો ધરાવતા એસ જે હૈદરને પંચાયત વિભાગમાં મૂકવામાં આવ્યા છે. સરકારે શહેરી વિકાસ વિભાગ, મહેસૂલ વિભાગ તેમજ ઉદ્યોગ વિભાગના અધિકારીઓને યથાવત્ રાખ્યા છે. રાજ્યના આરોગ્ય કમિશનર જ્યંતિ રવિને આરોગ્ય વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે, જ્યારે આરોગ્ય કમિશનર તરીકે જયપ્રકાશ શિવહરેને મૂકવાના આવ્યા છે. સંજય પ્રસાદને સ્ટેટ ઇલેક્શન કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ કૃષિ વિભાગના અધિક અગ્ર સચિવ હતા.

બદલી કરાયેલા અધિકારીઓ આ પ્રમાણે છે:

અધિકારીનું નામ —- હાલની જગ્યા —- બદલીની જગ્યા

  1. પુનમચંદ પરમાર —- એસીએસ આરોગ્ય —- એસીએસ કૃષિ અને સહકાર
  2. સંજય પ્રસાદ —- એસીએસ, કૃષિ-સહકાર —- રાજ્ય ચૂંટણી આયોગ
  3. સંગીતા સિંઘ —- એસીએસ જીએડી —- એસીએસ ગૃહ
  4. પંકજ જોશી —- અગ્રસચિવ ઉર્જા, (એમડી જીયુવીએનએલમાંથી મુક્ત) —- અગ્રસચિવ, ઉર્જા-પેટ્રોકેમિકલ્સ
  5. જેપી ગુપ્તા —- અગ્રસચિવ, પાણી પુરવઠા —- જીએસટી કમિશનર
  6. જ્યંતિ રવિ —- કમિશનર આરોગ્ય —- અગ્ર સચિવ આરોગ્ય
  7. મનીષા ચંદ્રા —- વિદેશ તાલીમથી પરત—- કમિશનર મહિલા બાળકલ્યાણ
  8. રૂપવંતસિંઘ —- કમિશનર જીયોલોજી—- સચિવ નાણાં (ખર્ચ)
  9. મિલિન્દ તોરવણે —- સચિવ નાણાં (ખર્ચ) —- સચિવ, જીએડી (પ્લાનિંગ)
  10. એસ જે હૈદર —- અગ્રસચિવ પ્રવાસન —- અગ્રસચિવ પંચાયત
  11. સંજીવ કુમાર —- નાણાં (ઇકોનોમિક અફેર્સ) —- એમડી, જીએસપીસી
  12. શાહમીના હુસેન —- એમડી, ગ્રીન રિવોલ્યુશન —- એમડી, જીયુવીએનએલ
  13. કલમ દયાની —- અગ્ર સચિવ, નાગરિક પુરવઠા —- અગ્રસચિવ, જીએડી
  14. મમતા વર્મા —- ઉદ્યોગ કમિશનર —- સચિવ, ટુરિઝમ
  15. મનીષ ભારદ્વાજ  —- એમડી, પુરવઠા નિગમ —- સચિવ, પશુપાલન
  16. ધનજ્યંત દ્વિવેદી —- સચિવ, સાયન્સ ટેક —- સચિવ, નર્મદા, પાણી પુરવઠો
  17. મોહમ્મદ શાહીદ —- સચિવ, પશુપાલન —- સચિવ, નાગરિક પુરવઠા
  18. એમ થેન્નાસરન —- સુરત મ્યુનિ કમિશનર —- એમડી જીઆઇડીસી
  19. અનુપમ આનંદ —- સચિવ જીએડી(પ્લાનિંગ) —- સેક્રેટરી, આદિજાતિ વિકાસ
  20. હર્ષદ આર પટેલ —- કલેક્ટર ભાવનગર —- કમિશનર સેટલમેન્ટ
  21. કેકે નિરાલા —- વિદેશ તાલીમથી પરત —- સભ્ય સચિવ, પાણી પુરવઠા બોર્ડ
  22. એમએસ પટેલ —- કમિશનર, નગરપાલિકા —- મ્યુનિ કમિશનર, વડોદરા
  23. બંછાનિધિ પાણી —- મ્યુનિ કમિશનર રાજકોટ —- મ્યુનિ કમિશનર સુરત
  24. તુષાર ધોળકિયા —- સભ્ય સચિવ, પાણી પુરવઠા બોર્ડ—- જોઇન્ટ સેક્રેટરી, નાગરિક પુરવઠા
  25. હારિત શુક્લા —- મહેસૂલ સચિવ (જસુ) —- સેક્રેટરી, સાયન્સ ટેક
  26. જયપ્રકાશ શિવહરે —- સીઇઓ, ધોલેરા સર —- આરોગ્ય કમિશનર
  27. રાહુલ ગુપ્તા —- કલેક્ટર રાજકોટ —- ઉદ્યોગ કમિશનર
  28. રાજેશ માંજુ —- એમડી, એમજીવીસીએલ —- ટ્રાન્સપોર્ટ કમિશનર
  29. રાકેશ શંકર —- ડે.મ્યુનિ કમિશનર, અમદાવાદ —- કમિશનર, નગરપાલિકા
  30. કેડી કાપડિયા—- અધિક સચિવ, જીએડી —- રાહત કમિશનર
  31. કેએમ ભીમજીયાણી —- ડે. ડાયરેક્ટર સ્પીપા —- ડીજી, સ્પીપા
  32. એમજે ઠક્કર —- અધિક ગ્રામ વિકાસ કમિશનર —- વિકાસ કમિશનર
  33. આરજે માંકડિયા —- કલેક્ટર, મોરબી —- રેવન્યુ ઇન્સ્પેક્શન
  34. નલિન ઉપાધ્યાય —- રજીસ્ટ્રાર, સહકારી મંડળી —- સેક્રેટરી (જસુ) મહેસૂલ
  35. જેડી દેસાઇ —- ડાયરેક્ટર, સ્કૂલ —- ડાયરેક્ટર, નેશનલ હેલ્થ મિશન
  36. જીટી પંડ્યા —- એમડી, મેડીકલ સર્વિસિસ નિગમ —- ડાયરેક્ટર ટેકનિકલ શિક્ષણ
  37. બીએ શાહ —- ડીડીઓ, બનાસકાંઠા —- રજીસ્ટ્રાર, સહકારી મંડળી
  38. નિલમ રાણી —- ડેપ્યુટેશનથી પરત —- એમડી, ઇન્ડેક્ષ્ટ-બી
  39. એમઆર કોઠારી —- રાહત નિયામક—- એમડી, એમજીવીસીએલ
  40. પીપી નેમા —- નગરપાલિકા કમિશનર —- સીઇઓ, સુડા
  41. સમીર વકીલ —- સ્પે. જીએસટી કમિશનર —- સ્પે, જીએસટી (એન્ફોર્સમેન્ટ)
  42. બીકે પંડ્યા —- એમડી, પીજીવીસીએલ—- અધિક કમિશનર, જીએસટી
  43. અરૂણકુમાર સોલંકી —- એમડી, જીએમડીસી —- કમિશનર, જીઓલોજીનો ચાર્જ
  44. શ્વેતા તેવટીયા—- અધિક ઇન્ડસ્ટ્રીઝ કમિશનર —- એમડી, પીજીવીસીએલ
  45. દાસી સુમન રત્નમ —- એક્ઝિ. ડાયરેક્ટર, આદિજાતી વિકાસ —- એમડી, મેડીકલ સર્વિસિઝ નિગમ
  46. આશિષ કુમાર —- ડીડીઓ, બોટાદ—- ડીડીઓ, આણંદ
  47. એકે ઔરંગાબાદકર —- કમિશનર, નગરપાલિકા —- કલેક્ટર, અરવલ્લી
  48. અનિલ ધામેલિયા—- આસી કલેક્ટર, ખેડા (બઢતી) —- ડીડીઓ અરવલ્લી
  49. અજય દહિયા —- ડીડીઓ, પોરબંદર —- ડીડીઓ, બનાસકાંઠા
  50. ગૌરાંગ મકવાણા —- નગરપાલિકા કમિશનર —- કલેક્ટર, ભાવનગર
  51. એમડી મોડિયા —- કલેક્ટર, નવસારી —- કલેક્ટર, ભરૂચ
  52. અરવિંદ વી —- ડીડીઓ, મહિસાગર —- ડીડીઓ, ભરૂચ
  53. વિશાલ ગુપ્તા —- નગરપાલિકા કમિશનર —- કલેક્ટર બોટાદ
  54. લલીત સંધુ —- આસી કલેક્ટર, નવસારી —- ડીડીઓ, બોટાદ
  55. મિહીર પટેલ —- આસી કલેક્ટર, આણંદ(બઢતી) —- ડીડીઓ, છોટાઉદેપુર
  56. રચિત રાજ —- ડીડીઓ, છોટાઉદેપુર —- ડીડીઓ, દાહોદ
  57. ડીજે જાડેજા —- ડે. મ્યુનિ. કમિશનર, રાજકોટ —- ડીડીઓ, દ્વારકા
  58. ગાર્ગી જૈન —- આસી કલેક્ટર, વડોદરા —- ડીડીઓ, ખેડા
  59. નાગરાજન એમ —- કલેક્ટર, અરવલ્લી —- કલેકટર, ભૂજ
  60. જેબી પટેલ —- ડીડીઓ, વ્યારા —- કલેક્ટર, મોરબી
  61. આદ્રા અગ્રવાલ —- એમડી, ડીજીવીસીએલ —- કલેક્ટર, નવસારી
  62. અમિત અરોરા —- નપા, કમિશનર —- કલેક્ટર, પંચમહાલ
  63. ડીએન મોદી —- ડીડીઓ, ખેડા —- કલેક્ટર, પોરબંદર
  64. વીકે અડવાણી —- અધિક કલેક્ટર, છોટા ઉદેપુર —- ડીડીઓ, પોરબંદર
  65. રેમ્યા મોહન—- કલેક્ટર, કચ્છ —- કલેક્ટર, રાજકોટ
  66. રાજેન્દ્ર પટેલ —- આસી કલેક્ટર, ભાવનગર —- ડીડીઓ, સાબરકાંઠા
  67. કુ નેહા —- આસી કલેક્ટર, ભરૂચ —- ડીડીઓ, વ્યારા
  68. કુ અર્પિત સાગર —- આસી કલેક્ટર, ખેડા —- ડીડીઓ વલસાડ
  69. ડીપી દેસાઇ —- ડીડીઓ, વલસાડ —- ડાયરેક્ટર, સ્કૂલ્સ
  70. આરએફ નિનામા —- કલેક્ટર, વ્યારા —- સીઇઓ, ડી-સેગ
  71. એમએ પંડ્યા —- કલેક્ટર, પોરબંદર —- કમિશનર, મધ્યાહ્ન ભોજન
  72. આરજે હાલાણી —- અધિક વિકાસ કમિશનર —- કલેક્ટર, વ્યારા
  73. કુ નેહા કુમારી —- આસી કલેક્ટર, ગાંધીનગર —- ડીડીઓ, મહિસાગર
  74. કુ સ્તુતી ચારણ —- ડીડીઓ, સાબરકાંઠા —- પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા
  75. ડો મનીષ કુમાર —- ડીડીઓ, દ્વારકા —- પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા
  76. કુ ક્ષીપ્રા અગ્રે —- ડીડીઓ, ભરૂચ —- પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા
  77. હર્ષિત ગોસાવી —- ડીડીઓ, અરવલ્લી—- પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા
  78. અમિત પ્રકાશ યાદવ —- ડીડીઓ, આણંદ —- પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા
  79. આરકે પટેલ —- ડીડીઓ, દાહોદ —- અધિક વિકાસ કમિશનર