રાજ્યસભાની ઉમેવારી કરતાં ભાજપના 3 સભ્યો

ભાજપાના રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલા બારા, નરહરિ અમીને વિધાનસભા ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું.  પ્રસંગે ખૂબ જ વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકરો, શુભેચ્છકો અને સમર્થકો, ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ત્રણેય ઉમેદવારના વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિધાનસભા ખાતે નામાંકન પત્ર દાખલ કર્યા પૂર્વે ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ, કોબા, ગાંધીનગર ખાતે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ-નગારા સાથે ત્રણેય ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.