મુખ્ય પ્રધાન વિજય રૂપાણી 7 નવેમ્બર 2019ના રોજ મોરબીની મુલાકાતે જઈ રહ્યા છે તેવા સમયે કોંગ્રેસના આક્રમક ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી-માળિયાના લાંબા સમયથી વણઉકેલ પ્રશ્નો અંગે મુખ્ય પ્રધાનને ખુલ્લો પત્ર લખીને પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે તેવી માંગણી કરી છે.
ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મોરબીને મેડીકલ કોલેજ આપવા, મોરબી જીલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને પાકની નુકશાનીનું વળતર અને પાકવીમો ત્વરિત ચુકવવા, મોરબી-પીપળી-જેતપર-મચ્છુ રોડ ફોરલેન કરવા, મોરબીને મહાનગરપાલિકા આપવા, મોરબી-હળવદ રોડ ફોરલેન કરવા, મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ ૨ ની ઓપન કેનાલનું બોક્સિંગ કરીને કવર કરવા, મોરબી સિરામિક ઉદ્યોગને ટ્રાન્સપોર્ટ નગર ઉભું કરવું અને મોરબી નગરપાલિકાને ખાસ ગ્રાન્ટ ફાળવી સામાકાંઠે ફાયર સ્ટેશન મંજુર કરવાની માંગ કરી છે
તે ઉપરાંત મચ્છુ ૨ કેનાલને લંબાવીને ગ્રેવિટીના ધોરણે મોબી-માળિયાના ૫૦ થી વધુ ગામોને સિંચાઈ સુવિધા આપવા, ભક્તિનગર સર્કલ, નટરાજ ફાટક, રફાળેશ્વર ફાટક, નવલખી ફાટકના ફ્લાય ઓવર તેમજ વિસીપરામાં અન્ડર પપાસ બ્રીજ તાકીદે બાંધવા, મોરબી આરટીઓ કચેરી પાસે મચ્છુ 3 પાસેનો બ્રીજ તાત્કાલિક નવો બાંધવા, માળિયાથી પીપળીયા ચાર રસ્તા સુધીનો રસ્તો નેશનલ હાઈવે જાહેર કરી મચ્છુ પરનો જર્જરિત બ્રીજ નવો બાંધવા, માળિયાના મીઠા ઉત્પાદકો અને અગરિયાના વર્ષો જુના પ્રશ્નોનો ઉકેલ લાવવા, નવલખી બંદરે મંજુર થયેલ જેટીનું બાંધકામ તુરંત જ ચાલુ કરવા માંગ કરી છે
તેમજ માળિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરો તાકીદે મુકવા, મોરબીના ટ્રાફિકને ધ્યાને લઈને રીંગ રોડ મંજુર કરવા અને માળિયા ખાતે તાલુકા સેવા સદન બાંધવા, મોરબી-માળિયા અને જોડિયા જૂથ પાણી પુરવઠા યોજનાનું નવીનીકરણ કરવા, મોરબી શહેરની ડ્રેનેજ પીવાના પાણી તેમજ શહેરમાંથી પસાર થતા રાજ્ય સરકાર હસ્તકના રાજ્ય ધોરીમાર્ગનું નવીનીકરણ બાબતે વિસ્તૃત ખુલ્લો પત્ર પાઠવીને જાગૃત ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માંગણી કરી છે.
22 વર્ષ પછી મોરબીની વાત સાંભળી
૨૨ વર્ષથી ભાજપ સતત જીતતું આવતું હતું તેવી બંને બેઠકો પર પણ કોંગ્રેસે કબજો કરી લીધો છે. મોરબી જીલ્લાની ટંકારા પડધરી બેઠક પર પાટીદાર મતદારોની સંખ્યા બહુમતીમાં છે. આ બેઠક પર છેલ્લા ૨૨ વર્ષથી ભાજપ જીતતું આવ્યું હતું તે બેઠક પર મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને કોંગ્રેસના લલિત કગથરાએ ૨૯૫૩૦ મતથી હરાવી દીધા છે મોરબી માળિયા બેઠક પર છેલ્લી પાંચ ટર્મથી ભાજપના જ કાંતિ અમૃતિયા ધારાસભ્ય છે ત્યારે આ વખતે કોંગ્રેસના બ્રિજેશ મેરજા ૩૪૧૬ મતથી વિજયી બન્યા છે. ગત ચૂંટણીમાં કાંતિ અમૃતિયાએ બ્રિજેશ મેરજાએ ૨૭૬૦ મતથી હરાવ્યા હતા જ્યારે વાંકાનેર બેઠક પર કોંગ્રેસના મહમદ જાવીદ પીરજાદા ૧૩૬૪ મતથી વિજયી બન્યા છે. વાંકાનેર બેઠક પર ભાજપના જ નારાજ આગેવાન ગોરધન સરવૈયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ૨૫૪૧૩ મત મેળવતા ભાજપને નુકશાન ભોગવવું પડ્યું છે.
વિધાનસભામાં રજૂઆત
વિધાનસભાના મોરબી, માળીયા.(મી)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી નગરપાલિકા, ખેતી વિષયક વીજ જોડાણો, નર્મદા કેનાલના પાણી સંદર્ભે તેમજ રોડ રસ્તાના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં મોરબી, માળીયા (મી.)ના 52 ગામોને મચ્છુ 2 માંથી સિંચાઇની નવી સુવિધા આપવા, નર્મદાની બ્રાન્ચ કેનાલો તેમજ સબમાઈનોરના અધૂરા કામ તાકીદે પુરા કરવા, વરસાદ ખેંચાતા સિંચાઈ માટે ખેડૂતોને તાકીદે નર્મદાનું પાણી આપવા, મોરબી અને માળીયા (મી.)ની નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા મળવા પાત્ર ગ્રાન્ટની તાત્કાલિક ફાળવણી કરવા, મોરબી નગરપાલિકામાં કાયમી ચિફ ઓફિસરની કાયમી નિમણુંક કરવા, માળીયા (મી.)ના નાની બરાર ગામની હાઈસ્કૂલનું નવું બિલ્ડીંગ બાંધવા તેમજ જિલ્લામાં ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ મેળવવા બાબત જેવા વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
વીજ જોડાણ આપો
ખેતી વિષયક વીજ જોડાણ બાબતે ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં જાણવા મળ્યું હતું કે જિલ્લામાં વીજ જોડાણ મેળવવાની 4712 જેટલી અરજીઓ પેન્ડિંગ પડી છે. જેમાં મોરબી તાલુકામાં 1049, માળીયા (મી.)માં 301 ખેતી વિષયક વીજ જોડાણની ખેડૂતોની માંગણી પેન્ડિંગ છે તેવું જાણવા મળ્યું હતું. આ પેન્ડિંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા ધારાસભ્યએ માંગણી કરી છે. આ ઉપરાંત મોરબી-પીપળી, જેતપુર (મચ્છુ) રોડને ફોરલેન કરવા , મોરબી સીરામીક ઉદ્યોગોને કચ્છથી લિગ્નાઇટનો જથ્થો પૂરતા પ્રમાણમાં કચ્છથી મળી રહે એ માટેની ચર્ચામાં ભાગ લીધો હતો.
તાલુકો મારો છે
મોરબી તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી તાલુકા શહેરના વિવિધ પ્રશ્નો-સમસ્યાઓ ઉઠાવીને સત્વરે તેનો નિકાલ કરવાની વિધિવત રજુઆત કરી હતી. જેના આધારે નાયબ કલેકટરે પ્રશ્નોનું નિરાકરણ કરવાની તાકીદ કરી હતી. નવા સદુળકા ગામના તળાવની રીપેરીંગ કામગીરી, માધાપર-વાવડી રોડ પર તૂટી ગયેલા ભાગોનું પેચવર્ક, સ્ટેટ હાઇવે-૨૪ના રસ્તાઓ પર પેચવર્ક, નેશનલ હાઇવેથી ગાળા સુધીના રસ્તાના રી-સરફેસિંગની કામગીરી શરૂ કરાવવા, ગાળા ગામે જેતપુર-મચ્છુ ફીડરમાંથી અપાતા અનિયમિત વીજ પુરવઠા બાબતે, ગાળા ગ્રામપંચાયતનું જૂનું જર્જરિત મકાન તોડી પાડી નવું બનાવવા, ગાળા ગામે અનિયમિત પાણી પુરવઠા બાબતે, મોરબીથી ગાળા સુધી જતી અનિયમિત બસને નિયમિત કરવા અંગે, ભડિયાદ, મહેન્દ્રનગર અને ધરમપુર ગામે પીવાના પાણીની તંગી વિશે, અવની પાર્કની બાજુમાં આવેલ દુલાની વાડી વિસ્તારમાં પીવાના પાણી અને ભૂગર્ભ ગટરની સમસ્યા નિવારવા જેવા વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી. આ રજૂઆતના સંદર્ભે નાયબ કલેકટરે જે તે વિભાગમાં તેમજ જવાબદાર અધિકારીઓને આ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવા તાકીદ કરી હતી. કારણ કે આ તાલુકો મારો છે.
મોરબીમાં તો દૂધ કરતા દારૂ વધુ વેચાય છે
બ્રિજેશ મેરજા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કહ્યું રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ પણ તેનું કડક પાલન થતું નથી અમદાવાદ કનિદૈ લાકિઅ : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરે ઘરે દારૂનું વેચાણ થતું હોવાનું અને પીવાતો હોવાનું કહીને પોતાના રાજ્યમાં દારૂબંધી નહિ કનિદૈ લાકિઅ લાગુ કરવાની અકિલા તરફેણ કરી હતી ત્યારે આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ શરૂ થયું છે ત્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ કહ્યું કનિદૈ લાકિઅ કે રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ પણ તેનું કડક પાલન નથી થતું. બ્રિજેશ મેરજાએ કહ્યું કે મોરબીમાં તો દૂધ કરતા દારૂ વધુ વેચાય છે.
રસ્તો થયો ખરો
બ્રિજેશ મેરજાએ નેશનલ હાઈવેથી લાખીયાસર – હંજીયાસરનો જે રસ્તા ખૂબ જ તુટી ગયેલો હતો તે રસ્તાનું નવીનીકરણ કરવા માટે માર્ગ – મકાન વિભાગના ક્ષેત્રીય ઈજનેરથી લઈને મુખ્ય ઈજનેર સુધી વખતો વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરીને આ રસ્તો તાત્કાલીક મંજુર કરવા માંગણી કરી હતી જેથી 3.20 કરોડનો રોડ મંજુર કરવામાં આવ્યો છે. 15.10.2019 ના રોજ ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલને રૂબરૂ મળીને આ લાંબા સમયની માંગણી તુરંત જ મંજુર કરવા ભારપૂર્વક માંગણી કરી હતી. તેના પરિપાકરૂપે રૂ . 3.20 કરોડના ખર્ચે આ માળીયા ( મિ ) નેશનલ હાઈવેથી લાખીયાસર – હંજીયાસરનો રસ્તો નાલા , પૂલિયાના કામ સાથે મજબુતાઈથી નવીનીકરણ કરવામાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાની જહેમત લેખે લાગી છે . મીઠા ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગના વાહનોના હેરાફેરી માટે પણ આ રસ્તો ખુબ જ ઉપયોગી બનશે. બ્રિજેશ મેરજાએ મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયા તથા અગ્રણી દુલાભાઈને સાથે રાખીને નેશનલ હાઈવેથી લક્ષ્મીનગરનો 32 લાખના ખર્ચે 2રતો ઉપલબ્ધ કરાવવાની માંગણી દ્વારા આ રસ્તાના નવીનીકરણના થવાના પણ દ્વાર ખુલ્યા છે. આમ , ધારાસભ્ય બ્રિજેશ મેરજા સતત સક્રિય રહીને લોકોને યોગ્ય પ્રકારની સુવિધાઓ મળે તે માટે કામ કરી રહ્યા છે.
ધારાસભ્ય બ્રિજેશ મેરજાની મહેનત રંગ લાવી
મોરબી તાલુકાના ઝીકીયારી, ચકમપર, જીવાપર, કેશવનગર, તળાવીયા, બેલા, રંગપર, સહિતના ૧૨ ગામો અને બે પેટા પરાની પીવાના પાણીની લાંબા સમયની મુશ્કેલીઓનો અંત લાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી પુરવઠા સચિવ, પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ તેમજ પાણી પુરવઠા મંત્રીને સતત રજુઆતો અને ફોલોઅપ કરતા રૂ ૧૯ કરોડ અને ૭૮ લાખની ધોડાધ્રોઈ ડેમ પાસે ઝીકીયારી ખાતે આણી પુરવઠાનો ઇનટેકટ t આવર બનાવવામાં આવશે અને રો વોટર પમ્પીંગ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ સાથેની અદ્યતન પાઈપલાઇન દ્વારા ૧૨ ગામોને કાયમી ધોરણે પીવાનું શુદ્ધ અને પુરતું પાણી મળી રહેશે
ચકમપર જેવા ગામમાં દરરોજ રૂ ૫૦૦૦ થી વધુના ખર્ચે ખાનગી પાણી ખરીદવામાં આવી રહ્યું છે તે હાડમારીનો અંત આવશે ધોડાધ્રોઈ ડેમ આધારિત પાણી પુરવઠા યોજના કાર્યાન્વિત થતા જુના માંડલ સબ હેડ વર્કસમાંથી આ ગામોને અગાઉ અપૂરતું અને અનિયમિત પાણી મળતું હતું તે ફરિયાદનો અંત આવશે ૧૬૦૦૦ જેટલી ગ્રામ્ય વસ્તીને આ નવી યોજ્નાનોન ત્વરિત લાભ મળશે વધુમાં બ્રિજેશ મેરજાએ મોરબી માળિયા જોડિયા જૂથ પાણી પુરવઠા યોજનાના પીપળીયા ચાર રસ્તા અને ગાળા ખાતેના જર્જરિત થયેલ્લા ઓવરહેડ ટેન્ક, પાઈપલાઈન અને અન્ય મશીનરીઓ તાકીદે બદલીને નવીનીકરણ હાથ ધરવા પણ રજૂઆત કરી છે
તે ઉપરાંત માળિયા નગરપાલિકા વિસ્તારની પ્રજાની પીવાના પાણીની મુશ્કેલી નિવારવા માળિયા ખાતે ઓવરહેડ ટેંકની દરખાસ્ત જે હાલ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનમાં વિચારાધીન છે તેને ટૂંક સમયમાં મંજુરી મળી જશે ખાખરેચીનું સંપનું મરામત, કુંતાસીને હ્જ્નાળીના હેડ વર્કસમાંથી પીવાનું પાણી મળે છે તે બાબતે પણ તાકીદની કાર્યવાહી થાય તેવી ધારાસભ્યએ રજૂઆત કરી છે