રાષ્ટ્ર સેવિકા સમિતિનાં દ્વિતિય પ્રમુખ સંચાલિકા વં.સરસ્વતિતાઇ આપ્ટેનું ૨૫મું સ્મૃતિવર્ષ તથા ૧૨ જાન્યુઆરી એટલે કે, સ્વામી વિવેકાનંદ અને જીજામાતાની જયંતીના આ ત્રિવેણી અવસર પર સ્વરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર સેવિકા સમિતિ,ગુજરાત ક્ષેત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સેવિકાઓ ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલને માનવંદના આપતા રોમાંચક માહોલ જોવા મળ્યો હતો.
સમગ્ર ગુજરાતના 130 સ્થાનોથી 1400 સેવિકા બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો . જેમાં વિદ્યાર્થીઓ અને ગૃહિણી ઉપરાંત ડોક્ટર, વકીલ, એન્જીનીયર, શિક્ષિકા, પ્રોફેસર તેમજ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રે પારંગત બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 8 વર્ષથી 70 વર્ષ સુધીની બહેનો આ કાર્યક્રમમાં ભાગ લીધો.
આજે નારી ઉત્થાન, સ્ત્રી સંરક્ષણ તેમજ ,મહિલા સન્માન માટે વિવિધ રીતે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ ઘ્વારા ઘણી બહેનોને પ્રેરણા મળી.એક સ્ત્રી ગૃહિણી હોય કે બિઝનેસ વુમન પણ તે સમાજ અને દેશ માટે આગળ આવી નેતૃત્વ કરી શકે છે તેવો વિશ્વાસ દ્રઢ થતો જોવા મળ્યો.
આજે એક સાથે વિવિધ જ્ઞાતિ, સમાજ અને સંપ્રદાયની મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ સમાજને સ્ત્રી સંગઠીતતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
શાન્તાક્કાજી (પ્રમુખ સંચાલિકા, રાષ્ટ્ર સેવિકા સમિતિ) દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.