છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં સાવ સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદનો મુદ્દો ચગતા રાહુલ ગાંધીએ પ્રદેશના ટોચના નેતાઓ પરેશ ધાનાણી, અમિત ચાવડા અને રાજીવ સાતવને ફોન કરીને પરિણામ ન આપી શકનારા નેતાઓની હકાલપટ્ટીનો સ્પષ્ટ આદેશ આપતા તેની અસર જોવા મળી રહી છે. સરકારે ગૌણ સેવા પસંદગીની પરીક્ષા રદ કરતા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા બુધવારે આ નિર્ણય સામે આક્રમક દેખાવો કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પૂતળાંને બાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દારૂબંધીમાં ચૂપ રહેલી કોંગ્રેસ હવે પ્રજાની વચ્ચે રસ્તા પર આવી છે.