ઇન્ડસ્ટ્રીઝનાં એપ્રિલ-જૂન 2019નાં ત્રિમાસિક પરિણામો
વિક્રમજનક ત્રિમાસિક સંકલિત આવક 22.1 ટકા વધીને રૂ. 1,72,956 કરોડ
વિક્રમજનક સ્વતંત્ર ત્રિમાસિક નફો 2.4 ટકા વધીને રૂ. 9,036 કરોડ
રીટેલ અને ડિજીટલ સર્વિસીસની વિક્રમજનક ત્રિમાસિક આવક અને એબિટ્ડા
19 જુલાઇ 2019: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આજે 30 જૂન 2019 રોજ પૂરા થતા ત્રિમાસિકગાળાની નાણાંકીય કામગીરી જાહેર કરવામાં આવી હતી. આ ઓડિટ નહિ થયેલાં નાણાંકીય પરિણામો ગયા વર્ષની સરખામણીએ નીચે મુજબ છેઃ
ત્રિમાસિકગાળાની મુખ્ય કામગીરી (સંકલિત)
- આવક 22.1 ટકા વધી રૂ. 1,72,956 કરોડ ( 25.1 બિલિયન અમેરિકન ડોલર) થઈ.
- ઘસારા, વ્યાજ અને કર પહેલાંનો નફો (PBDIT) 9.1 ટકા વધીને રૂ. 24,486 કરોડ ( 3.5 બિલિયન અમેરિકન ડોલર) થયો.
- કર પહેલાંનો નફો 4.7 ટકા વધીને રૂ. 14,366 કરોડ ( 2.1 બિલિયન અમેરિકન ડોલર) થયો.
- રોકડ નફો 1.8 ટકા વધીને રૂ. 16,184 કરોડ ( 2.3 બિલિયન અમેરિકન ડોલર) થયો.
- ચોખ્ખો નફો 6.8 ટકા વધીને રૂ. 10,104 કરોડ ( 1.5 બિલિયન અમેરિકન ડોલર) થયો.
સ્વતંત્ર રીતે ત્રિમાસિકગાળાની કામગીરી
- આવક 3.0 ટકા ઘટીને રૂ. 96,384 કરોડ ( 14.0 અબજ અમેરિકન ડોલર)
- નિકાસ 4.5 ટકા ઘટીને રૂ. 50,158 કરોડ ( 7.3 અબજ અમેરિકન ડોલર)
- ઘસારા, વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 1.4 ટકા ઘટીને રૂ. 16,985 કરોડ ( 2.5 અબજ અમેરિકન ડોલર)
- કરવેરા પહેલાંનો નફો 1.7 ટકા ઘટીને રૂ. 12,109 કરોડ ( 1.8 અબજ અમેરિકન ડોલર)
- રોકડ નફો 5.9 ટકા ઘટીને રૂ. 11,842 કરોડ ( 1.7 અબજ અમેરિકન ડોલર)
- ચોખ્ખો નફો 2.4 ટકા વધીને રૂ. 9,036 કરોડ ( 1.3 અબજ અમેરિકન ડોલર)
- ત્રિમાસિક ગાળા માટે ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (જી.આર.એમ.) બેરલ દીઠ 8.1 અમેરિકન ડોલર
ત્રિમાસિક ગાળાની મુખ્ય કામગીરીઃ
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) અને બી.પી. દ્વારા ભારતના પૂર્વ કિનારે ઑફશોર કે.જી. ડી.-6 બ્લૉકમાં એમ.જે. પ્રોજેક્ટ (જે ડી-55 તરીકે પણ જાણીતો છે) મંજૂર કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. એમ.જે. કે.જી. ડી.-6ના સંકલિત વિકાસના ત્રણ પ્રોજેક્ટમાંથી ત્રીજો પ્રોજેક્ટ છે અને પ્રથમ પ્રોજેક્ટ આર-સીરીઝ ડીપ-વોટર ગેસ ફિલ્ડ્સના વિકાસને જૂન 2017માં અને સેટેલાઇટ ક્લસ્ટરના વિકાસને એપ્રિલ 2018માં આપવામાં આવેલી મંજૂરી પછી આ પ્રોજેક્ટના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે. સાથે મળીને ત્રણેય પ્રોજેક્ટ કુલ રૂ.35,000 કરોડના (5 બિલિયન અમેરીકન ડોલરના) રોકાણ સાથે 3 ટ્રીલિયન ક્યુબિક ફિટ ગેસ ધરાવતા શોધાયેલા ગેસ સ્ત્રોતનો વિકાસ કરશે. તે 2020-2022ના ગાળામાં સ્થાનિક ગેસ ઉત્પાદનમાં દૈનિક 1 બિલિયન ક્યુબિક ફીટ ગેસનો ઉમેરો કરશે.
- વેરી લાર્જ ઇથેન કેરિયર્સ વેસલની માલિકી ધરાવતી રિલાયન્સ ઇથેન હોલ્ડિંગ પી.ટી.ઇ. લિ. (આર.ઇ.એચ.પી.એલ.), (સિંગાપોરમાં બનાવવામાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)ની સંપૂર્ણ માલિકીની સહયોગી કંપની), જાપાનની મિત્સુઇ ઓ.એસ.કે. લાઇન્સ લિમિટેડ (એમ.ઓ.એલ.) અને એક વ્યૂહાત્મક લઘુમતી રોકાણકારે એમ.ઓ.એલ. અને લઘુમતી રોકાણકાર દ્વારા વી.એલ.ઇ.સી.ની માલિકી ધરાવતી છ સ્પેશ્યલ પર્પઝ લિમિટેડ લાયેબિલિટી કંપનીઓ (એસ.પી.વી.)માં વ્યૂહાત્મક હિસ્સો ખરીદવા માટેના નિશ્ચિત કરાર કર્યા છે.
- કંપનીની સહયોગી કંપની રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (આર.બી.એલ.)એ યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થાપવામાં આવેલા સ્પેશ્યલ પર્પઝ વ્હિકલના માધ્યમથી 67.96 મિલિયન ગ્રેટ બ્રિટન પાઉન્ડ (જી.બી.પી.)ના રોકડ સોદામાં હેમ્લીઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડ (એ.જી.એચ.એલ.)નો 100 હિસ્સો પ્રાપ્ત કર્યો છે. આ સોદો આર.બી.એલ.ને ગ્લોબલ ટોય રીટેલિંગ ઇન્ડસ્ટ્રીમાં મહત્વની કંપની તરીકે સ્થાપિત કરશે.
પરિણામો અંગે ટીપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “નબળા વૈશ્વિક મેક્રો-ઇકોનોમિક વાતાવરણ અને હાઇડ્રોકાર્બન માર્કેટની પડકારજનક પરિસ્થિતિ છતાં પણ અમારી પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક મજબૂત રહી. ધીમી માગ વૃધ્ધિ અને વધતા જતા પૂરવઠાના વાતાવરણમાં અમારા ડાઉનસ્ટ્રીમ વ્યવસાયોએ ખૂબ જ મજબૂત પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન રિફાઇનિંગ અને પેટ્રોરસાયણના ગહન સંકલન, શ્રૃંખલાબધ્ધ અર્થવ્યવસ્થા અને કાચામાલની ઉપલબ્ધતાના લાભને પ્રતિબિંબિત કરે છે. યોગ્ય ઉત્પાદ વિભાગમાં ઉત્પાદનો રજૂ કરીને અને આકર્ષક મૂલ્ય યોજનાઓ સાથે વૃધ્ધિ પામતાં બજારો પર ધ્યાન કેન્દ્રિત કરીને રીટેલ અને ડિજીટલ સર્વિસીસ વ્યવસાયોમાં કંપનીએ હરણફાળ ભરવાનું ચાલુ રાખ્યું છે. રિલાયન્સ રિટેલની આવક અને પરિચાલન આવકમાં સુદૃઢ વધારાથી અમને આનંદ છે. અમારા ડિજીટલ સર્વિસીસ વ્યવસાયે નવાં સીમાચિહ્નો પ્રાપ્ત કરવાની સાથે ભારતમાં મોબિલિટી બજારમાં પરિવર્તન લાવવાનું ચાલુ રાખ્યું છે.”