કેપ- ધોલેરા વિસ્તારમાં કોઈ ઉધોગ દ્વારા કરવામાં આવેલી આ મોટી ખરીદી છે
હેડીંગ- રિલાયન્સ દ્વારા ધોલેરામાં 90 કરોડની જમીનની ખરીદી
પેટા- રિલાયન્સ દ્વારા ઊંચા ભાવે બે જમીનની ખરીદી કરવામાં આવી
ગાંધીનગર
ધોલેરા સર વિસ્તારમાં દેશની સૌથી મોટા ઉઘોગ ગૃહ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 90 કરોડ રૂપિયાની જમીનની ખરીદી કરવામાં આવી છે.અને જેના વેચાણ દ્સ્તાવેજ પણ થઇ ગયા છે આ ખરીદી બદલ રીલાયન્સે રૂ.4.5 કરોડની સ્ટેમ્પ ડયુટી પણ ભરવામાં આવી છે. ધોલેરા વિસ્તારમાં કોઇ ઉઘોગ ગૃહ દ્વારા કરવામાં આવેલી આ મોટી ખરીદી હતી.
બીજી જમીન
બીજી જમીન સાંગાસરના સરવે નંબર 197 પૈકી 12ની 40,469 ચોરસ મીટર માંથી 20,235 20,235 ચોરસ મીટર જમીનના રૂ.45 કરોડ અને દસ્તાવેજ માટે રૂ.2.20 કરોડની સ્ટેમ્પ ડયુટી રીલાયન્સે ચૂકવી છે. ધોલેરા વિસ્તારમાં રીલાયન્સ દરા ધોલેરા વિસ્તારમાં સાંગાસરમાં જમીનની મોટી ખરીદી કરી હતી.
ધોલેરા વિસ્તારમાં આ સૌથી મોટી ખરીદી કરી છે. ખાનગી કંપની દ્વારા 90 કરોડની કિંમતે ખરીદ કરી હોય એવી પહેલી ઘટના હતી. ધોલેરા સર વિસ્તારમાં અને નવાગામ કર્ણાના એરપોર્ટ વિસ્તારમાં જમીનોની મોટી ખરીદી વેચાણ થયા છે પરંતુ કોઇ મોટી કંપની દ્વારા અહીં કોઇ જમીન ખરીદાઇ ન હતી.
રિલાયંસ નજીકની જમીન માત્ર 22 લાખમાં
રિલાયંસ કંપનીની બાજુમા જ આવેલી સરવે નંબર 197-25ની 4 હેક્ટર જમીન સાંગારૃસરની પાસે બુધાભાઈ ગોરધનભાઈએ રૂ,22.25 લાખમાં 18 એપ્રિલ 2016માં વેંચી હતી. તે જમીન નિલેશ બેચર પટેલે ખરીદી હતી.
20 રૂપિયાની જમીન 600માં
હવે આ જમીન ધોલેરા સર ઓથોરિટીની નવી બનેલી કંપની ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને દસ્તાવેજ કરીને રૂ.600થી 900 પ્રતિ ચોરસ મીટરના ભાવે વેચી હતી.
ધોલેરાનો એક જ મોટો સરવે નંબર રૂ.666 કરોડમાં ધોલેરા સર ઓથોરિટીએ આ કંપનીને વેચ્યો છે. વર્ષ 2012માં સરકારે અહીંનાં બાવીસ ગામોની થઈને 28,503 હેક્ટર જમીન એક ચોરસ મીટરના રૂ.20ના ભાવે ખરીદીને ધોલેરા સર ઓથોરિટીને વેચી હતી. રૂ.20ના ભાવની જમીન સરકાર પાસેથી લીધી હતી અને તે સરકારી કંપનીને રૂ.600થી રૂ.900ના ચોરસ ફુટના ભાવે વેચી હતી.
30થી 45 ગણાં ભાવ જો સરકાર જ મેળવતી હોય તો ખાનગી જમીન માલિકોએ કેટલા ગણો નફો લીધો હશે તે કલ્પના કરવી સહેલી નથી. આ જમીન વેચવામાં આવી છે તેમાં સરકારના જ અધિકારીઓએ સહી સિક્કા કરેલા છે. સરકાર તેના માટે એક પૈસો પણ આપવાની નથી. તેનો મતલબ એ થયો કે ખેડૂતોની અને સરકારની જમીન વેચીને તેનો નફો જે આવશે તે સરના નિર્માણ માટે વપરાશે જેમાં અબજો, ખર્વો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવાનો છે. દિલ્હી – મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કૉરિડોર, ધોલેરા સર ઓથોરિટી કે ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડમાંથી એક પણ કંપની આમાં કાણી પાઈ પણ વાપરવાની નથી. સરકારના જીઆર પ્રમાણે ધોલેરા સરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ (રસ્તા, વીજળી, પાણી, ગટર વગેરે) તમામનો ખર્ચ ધોલેરા સરની 920 ચોરસ કિલોમીટર જમીન પર આવતી કંપનીઓ વચ્ચે વહેંચી દેવાનો છે. એના માટે પ્રતિ ચોરસ મીટરે રૂ.40 ડેવલપમેન્ટ ચાર્જ લેવાનો નક્કી કરાયો છે.
ઊંચા ભાવ કેમ
રિલાયંસ દ્વારા આટલી ઊંચી જમીન ખરીદ કેમ કરવામાં આવી તે અંગે તપાસ થાય તો ઘણી વિગતો બહાર આવે તેમ છે. પણ, જમીન માફિયાઓ અહીં વ્યાપક રીતે જમીન લે વેચ કરીને કમાયા છે, જેમાં મોટા ભાગના તો ભાજપ સાથે જોડાયેલાં બિલ્ડરો છે. ભાજપના નેતાઓ છે. ઘણા વેચાણમાં સરકારે સ્ટેમ્પ ડ્યૂટી માફ કરીને વધારે ફાયદો કરાવ્યો છે.