રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક ચોખ્ખો નફો રૂ,11,640 કરોડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આર.આઇ.એલ.નો વિક્રમ જનક ત્રિમાસિક ચોખ્ખો નફો 13.5 ટકા વધીને રૂ. 11,640 કરોડ (1.6 બિલિયન અમેરિકી ડોલર)
ડિજીટલ વ્યવસાયની વ્યાજ, કરવેરા અને ઘસારા પહેલાંની આવક ત્રિમાસિક ધોરણે વિક્રમ જનક
43.5 ટકા વધીને રૂ. 5,833 કરોડને પાર (0.8 બિલિયન અમેરિકી ડોલર)
રિટેલ વ્યવસાયનો વ્યાજ, કરવેરા અને ઘસારા પહેલાંનો નફો ત્રિમાસિક ધોરણે વિક્રમ જનક
62.3 ટકા વધીને રૂ. 2,727 કરોડ (0.4 બિલિયન અમેરિકી ડોલર)

ગ્રાહકલક્ષી તમામ વ્યવસાયોમાં મજબૂત પ્રદર્શન
ત્રિમાસિક ગાળા માટે, ગ્રાહકલક્ષી વ્યવસાયોની વ્યાજ, કરવેરા અને ઘસારા પહેલાંની આવક (EBITDA) RILના સેગમેન્ટની વ્યાજ, કરવેરા અને ઘસારા પહેલાંની આવક (EBITDA)ના લગભગ 37% જેટલી છે – હાઇડ્રોકાર્બનની વ્યાજ, કરવેરા અને ઘસારા પહેલાંની આવક (EBITDA) માટે સમાન રહેશે
મુંબઇ : જાન્યુઆરી 17, 2020 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આર.આઇ.એલ.) દ્વારા ડિસેમ્બર 31, 2019 રોજ પૂરા થતા તૃતીય ત્રિમાસિક ગાળાના ઓડીટ ન થયેલાં પરિણામો આજે જાહેર થયાં. અગાઉના નાણાંકીય સમયગાળાની સરખામણીએ સંકલિત રીતે નાણાંકીય વર્ષ 2019-20નાં નાણાંકીય પરિણામોની ધ્યાન ખેંચતી બાબતો આ મુજબ છે.

• ટર્ન ઓવર 1.4 ટકા ઘટીને રૂ. 1,68,858 કરોડ ($23.7 અબજ અમેરિકી ડોલર) થયું.
• ઘસારા અને કરવેરા પહેલાંનો નફો 9.6 ટકા વધીને રૂ. 26,088 કરોડ ($3.7 અબજ અમેરિકી ડોલર) નોંધાયો.
• કરવેરા પહેલાનો નફો 3.6 ટકા વધીને રૂ. 14,962 કરોડ ($2.1 અબજ અમેરિકી ડોલર) થયો.
• રોકડ નફો 10.7 ટકા વધીને રૂ.18,511 કરોડ ($2.6 અબજ અમેરિકી ડોલર) થયો.
• ચોખ્ખો નફો 13.5 ટકા વધીને રૂ. 11,640 કરોડ ($1.6 અબજ અમેરિકી ડોલર) થયો.
આર.આઇ.એલ. ની બીજા ત્રિમાસિક ગાળાની સ્વતંત્ર કામગીરીની મુખ્ય વિગતો આ પ્રમાણે છેઃ
• ટર્ન ઓવર 13.1. ટકા ઘટીને રૂ. 93,741 કરોડ ( $13.1 અબજ અમેરિકી ડોલર) થયું.
• નિકાસ 13.7 ટકા ઘટીને રૂ. 53,804 કરોડ ( $7.5 અબજ અમેરિકી ડોલર) થઈ.
• ઘસારા, વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 0.8 ટકા ઘટીને રૂ. 16,825 કરોડ ($2.4 અબજ અમેરિકી ડોલર) થયો.
• કરવેરા પહેલાનો નફો 1.8 ટકા ઘટીને રૂ. 11,754 કરોડ ($1.6 અબજ અમેરિકી ડોલર) થયો.
• રોકડ નફો 2.5 ટકા વધીને રૂ. 12,436 કરોડ ($1.7 અબજ અમેરિકી ડોલર) થયો.
• ચોખ્ખો નફો 7.4 ટકા વધીને રૂ. 9,585 કરોડ ($1.3 અબજ અમેરિકી ડોલર) થયો.
• ત્રિમાસિક ગાળા દરમિયાન ગ્રોસ રિફાઇનિંગ માર્જીન (જી. આર. એમ.) $9.2 અમેરિકી ડોલર પ્રતિ બેરલ રહ્યું.

પરિણામો ઉપર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેક્ટર મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું કેઃ “અમારા એનર્જી વ્યવસાય માટે ત્રીજા ત્રિમાસિક પરિણામો નબળા વૈશ્વિક આર્થિક વાતાવરણ અને ઉર્જા બજારોમાં અસ્થિરતાને દર્શાવે છે. અમારી O2C ચેઇન અંતર્ગત, ડાઉનસ્ટ્રીમ પેટ્રોકેમિકલ્સની નફાકારકતાને સારી રીતે પૂરા પાડવામાં આવતા બજારોમાં પછાત માંગવાળા ઉત્પાદનોમાં નબળા માર્જિન દ્વારા અસર થઈ હતી. ખર્ચની સ્થિતિ પર અમારું સતત ધ્યાન કેન્દ્રિત થવાને કારણે મુશ્કેલ વાતાવરણમાં પણ રિફાઇનિંગ સેગમેન્ટની કામગીરીમાં સુધારો થયો.
હું અમારા ગ્રાહકલક્ષી વ્યવસાયોની પ્રગતિથી ખુશ છું કે જે દર ત્રિમાસિક ગાળામાં નવા લક્ષ્યાંકો સ્થાપિત કરે છે. અમે ખરીદીના સારા અનુભવ થકી અને ઉત્તમ કક્ષાની સેવાઓ દ્વારા સંચાલિત અમારા સ્ટોર્સના વેચાણમાં સતત વૃદ્ધિ અને રેકોર્ડ ફુટફોલ જોયો છે. જિઓનો ગ્રાહકોને રાષ્ટ્રીય સ્તરે સૌથી પોસાય તેવા ભાવે અને કોઈ ન આપી શકે તેવો ડિજિટલ અનુભવ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, અને માંગ મુજબ એકસરખી ગતિએ નેટવર્ક ક્ષમતા વધારવી અને કવરેજ વિસ્તૃત કરવું.
અમે અગાઉ જાહેર કરેલ ખાસ પહેલ પર સારી પ્રગતિ કરી રહ્યા છીએ જેથી અમારા શેરહોલ્ડરો માટે ટકાઉ અને વિકાસલક્ષી પ્લેટફોર્મનું નિર્માણ કરી શકીએ.”