અમદાવાદ: નાગરિકતા બિલના નામે શાહઆલમમાં પોલીસને લોહી લુહાણ કરી નાખવામાં આવી, અસામાજિત તત્વોએ પુરા વિસ્તારનું વાતાવરણ બગાડ્યું છે, પોલીસર્મીઓ સહિત 25 લોકો ઘાયલ થયા છે, ત્યારે આ હિંસાની પાછળ કોંગ્રેસ હોવાનો સનસનીખેજ આરોપ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે, અમદાવાદમાં એક કાર્યક્રમમાં આવેલા વિજય રૂપાણી કહ્યું કે ગુજરાતમાં હાલમાં શાંતિ છે, પરંતુ આ ષડયંત્ર પાછળ કોંગ્રેસના કોર્પોરેટર ઝડપાયા છે, હવે જનતા આ મામલે કોંગ્રેસને ઓળખી ગઇ છે, આ ષડયંત્ર પાછળ માત્ર કોંગ્રેસ, કોંગ્રેસ અને કોંગ્રેસ જ છે. મુખ્યપ્રધાને કહ્યું છે કે આરોપીઓને છોડવામાં આવશે નહીં, પોલીસ પર જીવલેણ હુમલો કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
જો કે વિજય રૂપાણીના આરોપ કેટલા સાચા છે તે પોલીસ તપાસમાં સામે આવશે, બીજી બાજુ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સોશિયલ મીડિયા મારફતે લોકોને શાંતિની અપીલ કરી હતી, ઘણી વખત પાર્ટી લાઇનથી બહાર પણ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે હિંસા ફેલાવતા હોય છે, લોકોને ઉશ્કેરનારા કોંગ્રેસ કોર્પોરેટ શહેજાદખાન પઠાણના કેસમાં આવું પણ હોય શકે છે ? તે પણ અહી વિચારવા જેવો મુદ્દો છે.