NSSO ડેટા લીક થયા બાદ દેશમાં રોજગારની સ્થિતિ 45 વર્ષમાં સૌથી નીચે પહોંચી છે. દેશના એક તૃત્તીયાંશ રાજ્યોમાં બેરોજગારીના આંકડા 2017-18ની રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. પાછલી વખતે 2011-12માં આ સર્વે કરવામાં આવ્યો હતો. એ સમયે આ 11 રાજ્યોમાંથી સાતમાં સૌથી વધારે બેરોજગારી હતી. આ સાત રાજ્યમાં બિહાર, ઓડિશા, ઉત્તરાખંડ, ઝારખંડ, કેરળ, અસમ અને હરિયાણા છે. 2017-18ના સર્વેમાં ઉત્તરપ્રદેશ, તેલંગાણા, પંજાબ અને તમિલનાડુનો આમાં સમાવેશ થયો છે.
ગુજરાતમાં બેરોજગારી વધી, પોકળતા ખુલી
ગુજરાતમાં બેરોજગારી 2011-12માં 0.5 %ની સામે 2017-18માં 4.8 % થયો છે. જે બતાવે છે કે નવી રોજગારી તો વધી નથી પણ લોકો આર્થિક મંદી, નોટબંધી, જીએસટીના કારણે નોકરીઓ ગુમાવી રહ્યાં છે. 2011-12માં ગ્રામીણ વિસ્તારોમાં યુવાઓમાં બેરોજગારી દર 0.8% હતી જે 2017-18માં 14.9 % થઈ છે. શહેરી વિસ્તારમાં 2011-12માં ગુજરાતમાં બેરોજગારી 2.1 ટકા હતી, જે 2017-18માં વધીને 10.7 ટકા થયો છે.
આ સર્વે પ્રમાણે, 2017-18 માં બેરોજગારીનો દર 6.1 % થયો છે જે 2011-12માં 2.2 ટકા હતો. આ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરળમાં સૌથી વધારે 11.4 % બેરોજગારી છે. હરિયાણામાં 8.6 %, અસમમાં 8.1 % અને પંજાબમાં 7.8 % બેરોજગારી છે. છત્તીસગઢમાં સૌથી વધારે 3.3% બેરોજગારી છે. પ.બંગાળમાં નોકરી વધી છે. જે દેશમાં સૌથી આગળ છે.
સરકારનો પોકળ દાવો
ભારત સરકારના લેબર બ્યુરો, ચંદીગઢ દ્વારા વર્ષ 2015-16માં દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત દ્વારા વર્ષ 2002થી પ્રથમ ક્રમે રહ્યું હોવાનો દાવો નરેદ્ર મોદી કરતાં આવ્યા હતા, જે પોકળ નિકળ્યું છે. 2014માં ભારતના રાજ્યો દ્વારા 3.38 લાખ યુવાનોને નોકરી મળી હતી. જેની સામે ગુજરાત 2.91 લાખ લોકોને (86 ટકા) રોજગારી પૂરી પાડવામાં આવી હોવાનો દાવો શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર દ્વારા કરાયો હતો. જે કોઈ માની શકે તેમ ન હતું.
તેમણે એવું જાહેર કર્યું હતું કે 2-13થી જુલાઇ 2018 સુધીમાં રોજગાર કચેરી મારફતે 18.49 લાખને રોજગારી આપવામાં આવી હતી. જેમાં 11 લખ તો ભરતી મેળામાં રોજગારી આપવામાં આવી હતી.
મહિલા ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં પણ ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે. ભારતની સરખામણીએ ભારતના 20 ટકાની સામે ગુજરાતમાં 80 ટકા લોકોને રોજગારી આપવામાં આવી હતી. આમ ભરતી મેળા એ તૂત સાબિત થયું છે. નોકરીએ રાખે છે એક મહિનો કામ કરાવે અને પછી તેમને હાંકી કાઢવામાં આવે અથવા મહિને 5થી 15 હજાર પગાર આપવામાં આવે છે. આમ ગુજરાતમાં આર્થિક મજબૂત લોકો મધ્યમ વર્ગીય યુવાનોનું શોષણ કરે છે.