રૂપાણી સરકારે 4 કરોડ લોકો અશુદ્ધ પાણી પીવે છે તે છૂપાવવા ધોરણો બદલી નાંખ્યા

પિવાના પાણીમાં 500 ટીડીએસથી વધુ માત્રા હોય તો તે પાણી પિવા લાયક રહેતું નથી. આ ધોરણ ગુજરાતમાં નક્કી કરાયું હતું. પણ ભાજપની વિજય રૂપાણી સરકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને હવે પિવાના પાણીમાં 2000 ટિડિએસની મર્યાદા નક્કી કરીને કહી દીધું છે કે 2000 ટીડીએસ હશે તો તે પાણી પી શકશો.

સરકારે પોતાના નિષ્ફળતા છુપાવવા માટે આ ગોલમાલ કરી છે. કારણ કે, ગુજરાતના 4 કરોડ લોકો પ્રદુષિત પાણીને પીવે છે.

માત્ર ટીડીએસ જ નહીં પણ આવા 10 શુદ્ધતાના ધોરણો નીચે લાવી દેવામાં આવ્યા છે. પાણીમાં રંગ, ટર્બિડીટી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઇટ, સલ્ફેટ, ફલોરાઇડ અને આલ્કલિનીટીના ધોરણોમાં મનફાવે તી રેતી ફેરફાર કર્યાં છે. કારણ કે સરકાર દાવો કરે છે તે ગુજરાતના તમામ લોકોને શુદ્ધ પાણી આપવામાં આવે છે. પણ ખરેખર તો 60 ટકા લોકો અશુદ્ધ પાણી પીવે છે. જો અશુદ્ધતાની માત્રા ઘટાડી દેવામાં આવે તો ગુજરાતમાં માત્ર 10 ટકા લોકો જ અશુદ્ધ પાણી પિવે છે એવો દાવો રૂપાણી કરીને સમગ્ર દેશમાં સાબાશી મેળવી શકે.

રૂપાણીનો ભાંડો ફોજતાં પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ કહ્યું હતુંકે, રાજ્યના 9083 ગામડા અને 166 શહેરોમાં નર્મદાનુ પાણી પુરુ પાડવામાં આવે છે. પણ લોકોને એ વાતની ખબર જ નથી કે, સરકાર જે પાણી આપી રહી છે તે નહેનું પ્રદુષિત પાણી પીવે છે. પાણી પુરવઠા બોર્ડે એ વાત કબૂલી છે કે, નર્મદા બંધના પાણીમાં સલ્ફાઇડની માત્રા વધુ છે. પાણી બેક્ટેરિયાવાળુ છે જે શુધ્ધ કર્યા પછી જ વાપરી શકાય છે. પણ બોર્ડ તે પાણી શુધ્ધ કર્યા વિના જ પુરૃ પાડે છે. સરકાર પાણીની શુધ્ધતાના ધોરણો નીચે લાવીને પ્રદુષિત પાણીને પીવાલાયક ગણાવે છે.

ખુદ સરકાર જ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહી છે. સરકારે ટીડીએસ સહિત કુલ 13 ધોરણો પૈકી 10 ધોરણોમાં માન્ય મર્યાદા વધારી દેવાઇ છે જેમ કે, કુલ હાર્ડનેસ 200થી વધારી 600 કરી દેવામાં આવી છે. થોડાક વખત અગાઉ જ નર્મદાડેમનુ પાણી કાળુ થઇ જતા ઉહાપોહ થયો હતો. હજારો માછલીઓ ય મરી ગઇ હતી. પ્રદુષિત પાણીને પગલે પાણી પુરવઠા બોર્ડે પાણી પુરવઠો આપવાનો બંધ કરી દીધો હતો. આ ઘટના બાદ નર્મદાના પાણીની ગુણવત્તા સામે સવાલો ઉઠયા હતાં.

ગુજરાતમાં જ્યારથી નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા અને રહ્યા ત્યાં સુધી જળ ગુણવત્તા સમિતિની બેઠક માત્ર 6 વખત મળી હતી.

પાણીની ચકાસણી માટે 80 લેબોરેટરી ગુજરાતમાં છે. જેમાં 34 પ્રકારના ધોરણ ચકાસી શકાય છે. 3.30 લાખ પાણીના નમુના ચકાસવામાં આવે છે. 64,482 પાણીની ગુણવત્તા અંગે સરવે કરવમાં આવે છે. તેમ છતાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ નમુના ચકાસાયા જેમાં સરકારે નક્કી કરેલા ધોરણ પ્રમાણે કેટના નમુના ફેઈલ થયા છે તે વિગતો રાજ્ય સરકારે કે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ક્યારેય જાહેર કરવામાં આવતી નથી. બોર્ડ પાણીની ગુણવત્તા ચકાસવા માટે વર્ષે રૂ.7 કરોડનું ખર્ચ કરે છે.

કેરેક્ટર્સ – જરૂરી ધોરણ – સુધી છૂટ

હેજેન યુનિટ – 5 – 15

ગંધ – સહમત – સહમત

ઓગળેલા ક્ષાર – 500 – 2000

ગંદકી – 1  – 5

પીએચ – 6.5થી 8.5 – કોઈ છૂટ નહીં

સખત પાણી – 200 – 600

કેલ્શીયમ – 75 –  200

મેગ્નેશીયમ – 30 – 100

ક્લોરાઈડ – 200 – 400

નાઈટ્રેટ – 45 – છૂટ નહીં

પાણી પુરવઠા બોર્ડ ગોટાળા બોર્ડ

ભાજપની મોદી અને રૂપાણી સરકારની ગુનાહિત બેદરકારીને કારણે ગુજરાતમાં 4 લોકો પ્રદુષિત પાણી પીવા મજબુર બન્યાં છે. પાણી પુરવઠા બોર્ડમાં સીએ દ્વારા ઘણા હિસાબો રખાયા જ નથી. ઓડિટરને જરુરી માહિતી પણ આપવામાં આવી નથી. સરદાર સરોવર નિગમ દ્વારા ગુજરાત જળ વ્યવસ્થાપન લિમિટેડને પિવાનું પાણી આપે છે. હવે જેટલુ પાણી આપે તેટલુ પાણી લોકોને મળવુ જોઇએ. ગુજરાત જળ વ્યવસ્થાપન લિમિટેડ દ્વારા રૃા.503 કરોડનુ પાણી આપવામાં આવ્યુ હોવાનું બિલ આપવામાં આવ્યુ ત્યારે પાણી પુરવઠ બોર્ડે માત્ર રૃા.163 કરોડનુ જ બિલ મંજૂર કર્યુ હતું. આનો અર્થ એ છે કે,રૃા.340 કરોડનુ પાણી બાષ્પીભવન થઇ ગયુ છે. બોર્ડમાં કરોડો રુપિયાના ગોટાળા થયા છે.