ગાંધીનગર, 7 માર્ચ 2020
વેટ-સેલ્સટેક્સ સહિતના ઉદ્યોગો અને વેપારીઓના જૂના અને પડતર કેસોમાં લગભગ રૂ.3500 કરોડ લેવાના નિકળે છે. વેરા સમાધાન યોજના 2019નો લાભ મેળવવા 37,685 વેપારી અને ઉદ્યોગપતિઓએ સરકારને અરજી કરી હતી. વેરાની ભરવા પાત્ર રકમ અંગેના ઇન્ટીમેશન-પત્રો ઓનલાઇન પાઠવી દેવામાં આવ્યા છે. રૂ.100 કરોડ સુધી વેરા બાકી હોય તેમને સરકારે મફી આપી હતી. રૂ.500 કરોડની રિકવરી થાય તેવી શક્યતા છે. માંડ 15 ટકા રકમ આવશે. આમ 2019-20માં ગુજરાતની રૂપાણી સરકારે જે યોજના બનાવી હતી તે નિષ્ફળ રહી છે. માત્ર જામનગર જિલ્લા પુરતી યોજના જાહેર કરી હોત તો પણ રૂ.1000 કરોડ મળે તેમ હતા.
રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 10,000 કરતા વધુ અરજીઓ આવી હતી. રાજકોટ જીએસટી વિભાગ ડીવીઝન 10માંથી 6200 જેટલી અને ડીવીઝન 11માં 2500થી ઉદ્યોગોએ વેરા માફી માંગી હતી.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 1013 ઉદ્યોગ- વેપારી પાસેથી જીએસટીના અમલીકરણ પૂર્વેના રૂ.2059 કરોડની વસૂલાત બાકી છે.
સૌથી વધુ અપીલના કેસોમાં સમાધાન અને જૂની રિકવરી માટેનાં આવ્યા છે. જૂની રિકવરીમાં વ્યાજ મજરે આપવાનું હોય સૌથી વધુ તેના કેસો આવ્યા છે. ઈ.સ. ૧-૭-૧૭થી ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સના કાયદાનો અમલ શરૂ થતાં સમાધાન યોજના ૧૧-૯-૧૯થી અમલી બની હતી.
યોજના હેઠળ આવરી લેવાયેલ કાયદાઓ
આ યોજનામાં નીચેના કાયદાઓ હેઠળના વેરાઓની બાકી વસૂલાત પરના વ્યાજ અને દંડની રકમનું રેમિશન આપવામાં આવશે. ( ૧ ) ધી ગુજરાત સેલ્સ ટેક્સ માટે ( ૨ ) ધી ગુજરાત વેલ્યૂ એડેડ ટેક્સ એક્ટ ( ૩ ) ધી બોમ્બે સેલ્સ ઓફ મોટર સ્પિરિટ ટેક્સેશન એક્ટ ( ૪ ) ધી ગુજરાત પરચેઝ ઓન સુગરકેન એક્ટ ( ૫ ) ધી સેન્ટ્રલ સેલ્સ ટેક્સ એક્ટ ( ૬ ) ધી ગુજરાત ટેક્સ ઓન એન્ટ્રી ઓફ સ્પેસિફાઈડ ગુડઝ ઇન્ટુ લોકલ એરિયાઝ એક્ટ
યોજના હેઠળ આપવામાં આવેલ લાભો
નિયમિત વેપારી એટલે કે જેમના કેસમાં રેડની કાર્યવાહી થયેલ ન હોય અથવા કલમ ૩૪(૭) હેઠળ દંડ આવકારવામાં આવેલ ન હોય :
(૧) વેરાની પૂરેપૂરી રકમ ભરવામાં આવશે તો વ્યાજ અને દંડ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. (૨) જે વેપારીએ આ યોજના દાખલ થઈ તે પહેલાં બાકી માગણા પેટે આંશિક રકમ ભરેલ હોય તેવા કેસોમાં આ યોજના હેઠળ ભરવાપાત્ર વેરાની રકમના મહત્તમ ૫૦%ની મર્યાદામાં ભરેલ આંશિક રકમનું વધારાનું રેમિશન અપાશે.
જેમના કેસમાં રેડની કાર્યવાહી થયેલ હોય અથવા કલમ ૩૪(૭) હેઠળ દંડ આવકારેલ હોય.
(૧) વેરાની સંપૂર્ણ રકમ ભરવામાં આવશે તો દંડની રકમનું સંપૂર્ણ રેમિશન આપશે.
(૨) વ્યાજની રકમના ૨૦% ભરવાના રહેશે પરંતુ આવા વ્યાજની રકમ આ યોજના હેઠળ ભરવાપાત્ર વેરાની રકમના ૫૦%કરતા વધવી જોઈએ નહીં.
(૩) જે વેપારીએ આ યોજના દાખલ થઈ તે પહેલાં બાકી માગણા પેટે આંશિક રકમ ભરેલ હોય તેવા કેસોમાં આ યોજના હેઠળ ભરવાપાત્ર વેરાની રકમના મહત્તમ ૨૫% ની મર્યાદામાં ભરેલ આંશિક રકમનું વધારાનું રેમિશન આપવામાં આવશે.
(૪) જો આવા કેસોમાં ટર્નઓવરમાં વધારો કરવામાં આવેલ હશે તો તેવો વધારો ૨૦% સુધીનો જ ગણતરી માટે લેવામાં આવશે.
એન્ટ્રી ટેક્સ અને મોટર સ્પિરિટ ટેક્સના કાયદા હેઠળ વેરાની સંપૂર્ણ રકમ અને દંડની રકમના ૨૦% ભરવાના રહેશે.