રેલવેના 6 ડિવિઝનમાંથી 4 ગુજરાતના છતાં ભાજપનો અન્યાય 

અમદાવાદને રેલવે ડિવિઝન બનાવવાની માંગણી વર્ષ 2003માં સંતોષાય, જ્યારે ગુજરાતનાં ભાવનગર રેલવે ડિવિઝન અને વડોદરા ડિવિઝનના ભાગલા પાડીને અમદાવાદ અને રાજકોટ રેલવે ડિવિઝનની રચના નવેમ્બર-2003માં કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના છ ડિવિઝન હેઠળ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ છ ડિવિઝનમાં કુલ 6519.36 કિમીનો રેલવે રૂટ છે. જેમથી ચાર સંપૂર્ણ ડિવિઝન ગુજરાતમાં જ છે અને બાકીના બે ડિવિઝનનો 70 ટકા ભાગ ગુજરાતમાં છે. 1 અમદાવાદ ડિવિઝન, 2 ભાવનગર ડિવિઝન 3 વડોદરા ડિવિઝન, 4 વડોદરા ડિવિઝન 5 મુંબઈ ડિવિઝન અને 6 રતલામ ડિવિઝન. મુંબઈ ડિવિઝન કે જે મુંબઈ સેન્ટ્રલથી શરૂ થઈને સુરત સુધીનો 250 કિમીથી વધુનો વિસ્તાર ગુજરાતમાં છે. આવી જ રીતે રતલામ ડિવિઝન કે જે દાહોદ સુધી વિસ્તાર ધરાવે છે. તેનો પણ 45 ટકા જેટલો વિસ્તાર ગુજરાતમાં આવે છે.